જલ્સા કરોને જેંતીલાલ

ફેંગશૂઈની ઘંટડીઓ તેના અવાજથી દૂર કરી દેશે વાસ્તુ દોષ, આવશે ઘરમાં ખુશહાલી…

આપણે સૌ હવે તો ફેંગશૂઈથી પરીચિત થઈ ગયા છીએ. વાસ્તુશાસ્ત્રની જેમ જ કામ કરતું આ શાસ્ત્ર અલગ અલગ વસ્તુઓ દ્વારા જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન કરે છે. આ શાસ્ત્ર પણ સકારાત્મક ઊર્જાને વધારી અને જીવનમાં નડતર સમસ્યાનું સમાધાન કરવાનું સમજાવે છે. આ શાસ્ત્રમાં જ વાસ્તુ દોષ નિવારવા માટે એક સરળ અને અસરકારક ઉપાય દર્શાવવામાં આવ્યો છે. ઘરના કોઈપણ વાસ્તુદોષને ઘંટડીના પ્રયોગથી દૂર કરવાનો ઉપાય અહીં દર્શાવવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે મધુર અવાજ કરતી ઘંટડીઓ જીવનને ખુશહાલ બનાવી શકે છે.

ઈશાન કોણ

image source

ઘરમાં ઈશાન ખૂણામાં દોષ હોય તો વ્યક્તિની આર્થિક સ્થિતી ખૂબ નબળી રહે છે. આ દોષના કારણે વ્યવસાયમાં પણ પ્રગતિ થતી નથી. ઈશાન ખૂણાનો દોષ દૂર કરવા ઘરના આ ખૂણામાં મધુર અવાજ કરતી અને રણકતી ઘંટડી લગાવવી. ઘંટડી એવી રીતે લગાવવી કે હવાની અવરજવર સાથે તે રણકતી રહે. આ ઉપરાંત ઈશાન ખૂણાામાં પૂજા સ્થાન બનાવવું અને ત્યાં નિયમિત સાફ-સફાઈ કરવી.

ઉત્તર દિશામાં દોષ

image source

ઘરની ઉત્તર દિશા દોષયુક્ત હોય તો ઘરમાં ક્લેશનું વાતાવરણ રહે છે. આર્થિક સ્થિતી ડામાડોળ થતી રહે છે. અચાનક મોટા ખર્ચા આવી જાય અને મોટા પ્રમાણમાં ધન ખર્ચાય જાય છે. આ દોષને દૂર કરવા માટે ઉત્તર દિશામાં બુધ યંત્ર અને ઘંટડીઓ લગાવવી. થોડા જ સમયમાં શુભ પરીણામ જોવા મળશે.

મુખ્ય દરવાજાનો દોષ

image source

જો ઘરનો મુખ્ય દરવાજો દોષયુક્ત હોય તો ઘરમાં સંતાન સંબંધિત સમસ્યા હોય, પરીવારમાં બીમારીનું પ્રમાણ વધી જાય, ક્લેશ વધારે થાય. આ દોષ અને સમસ્યાને દૂર કરવા માટે મુખ્ય દરવાજામાં એવી રીતે ઘંટડીઓ લગાવવી કે આવતાં જતાં તેનો અવાજ સાંભળવા મળે. આ સિવાય દરવાજા પર નાની ઘંટડીઓવાળું તોરણ પણ લગાવી શકાય છે. ઘરમાં પ્રવેશ કરવાથી ઘંટડીનો અવાજ જેમ જેમ થશે તેમ તેમ ઘરમાંથી નકારાત્મક ઊર્જાનો નાશ થશે. ઘરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે.

દાદરાનો દોષ

image source

જો ઘરમાં દાદરના કારણે દોષ હોય તો તેને તુરંત દૂર કરવો જોઈએ. કારણ કે દાદર પ્રગતિનું સૂચક હોય છે. જો ઘરમાં દાદર ખોટી દિશામાં હોય તો નિશ્ચિત રીતે પ્રગતિ અટકી જાય છે. આ દોષ પણ ઘંટડીની મદદથી દૂર કરી શકાય છે. દાદર જે દીવાલ પર હોય ત્યાં ઘંટડી લટકાવી દેવી.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version