બ્રહ્મસ્થાન એ ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે. તે ઘરની દરેક દીશામાં ઉર્જાને ફેલાવે છે.

વાસ્તુશાસ્ત્રમાં બ્રહ્મસ્થાનનું મહત્ત્વ

શાસ્ત્રોમાં જણાવવામાં આવેલી દસ દીશાઓમાંની એક બ્રહ્મસ્થાન છે. તે ઘરનું કેન્દ્ર છે. તેને ઘર કે પ્લોટને નવ ચોરસ ભાગોમાં વહેંચીને નક્કી કરવામાં આવે છે. આ નવ બ્લોકમાં જે વચ્ચેનો બ્લોક હોય છે તેને બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે. તે માત્ર ઘરો માટે જ મહત્ત્વનું નથી પણ બીજી ધંધાકીય ઇમારતો માટે પણ મહત્ત્વનું છે જેથી કરીને બ્રહ્મસ્થાનની હકીકતોને ધ્યાનમાં રાખી શકાય. કોઈ પણ ઘર કે ઇમારત ખરીદતા પહેલાં તે સ્થાનની માહિતી લઈ લેવામાં આવે છે. બ્રહ્મસ્થાનનું ખુબ જ મહત્ત્વ છે. બ્રહ્મસ્થાન ઘરમાંના ઉર્જાના પ્રવાહ માટે જવાબદાર છે. આ ઉર્જા ઘર કે ઇમારતમાં રહેતા લોકો પર અસર કરે છે. અને તેની તેમના આખા જીવન પર અસર થાય છે.

image source

જો આ બ્રહ્મસ્થાનમાંથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેતો હશે તો તે ઘર કે ઇમારતમાં રહેતા લોકોના કામમાં અડચણો આવશે અને તેમના ધંધાના નફામાં પણ તેની નકારાત્મક અસર રહેશે. છેવટે તે ઉર્જા જ છે જે આપણું મગજ મેળવે છે જે સમગ્ર ઘરમાં ફેલાય છે અને તે તે ઘરમાં રહેતાં લોકોના જીવન પર પણ અસર કરે છે.

image source

બ્રહ્મસ્થાનનો ખ્યાલ એક વેદિક ખ્યાલ છે જે તે સમયના વનાસ્તુશાસ્ત્ર પર આધારીત છે જેને આજે પણ અનુસરવામાં આવે છે. બ્રહ્મસ્થાન એ ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે. તે ઘરની દરેક દીશામાં ઉર્જાને ફેલાવે છે. માટે તે ઉર્જા સારી જ હોવી જોઈએ, હકારાત્મક હોવી જોઈએ અને સમૃદ્ધ હોવી જોઈએ અને જો તેમ હશે તો જ તમે સારી રીતે જીવનમાં આગળ વધી શકશો.

image source

તે જગ્યામાં મુકેલી કેટલી અપવિત્ર વસ્તુઓ આ જગ્યાના સમભાવ તેમજ હકારાત્મક ઉર્જાના પ્રવાહને ડીસ્ટર્બ કરે છે. જો તે જગ્યા ખુલ્લી રહેશે તો હકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે રહેશે. જો બ્રહ્મસ્થાન યોગ્ય રીતે સેટ અપ કરેલું હશે તો તે તે જગ્યામાં રહેતા લોકો માટે તે નસીબવંતુ સાબિત થશે અને જો તે જગ્યા ધંધાકીય હશે તો ધંધા માટે નવી તકો ઉભી કરનારું હશે.

અહીં અમે તમને કેટલી વસ્તુઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ઘરના બ્રહ્મસ્થાનમાં રાખવી જોઈએ નહીં.

1. આ જગ્યાનો ઉપયોગ ટોઈલેટ, બાથરૂમ કે સ્ટોરરૂમના બાંધકામ માટે કરવો જોઈએ નહીં. આ ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે અને માટે જ આ બધી વસ્તુઓ આ જગ્યા પર રાખવી અપવિત્ર ગણાય છે.

2. આ ઉપરાંત તેનો ઉપયોગ ગેરેજ, કૂવા કે પછી પીલર્સ કે પંપ માટે પણ ન કરવો જોઈએ.

3. ઘરના બ્રહ્મસ્થાનમાં ક્યારેય ઉંઘવું નહીં, તેમ કરવાથી તમારું જીવન નર્ક બની જશે.

4. આ જગ્યામાં બેડરૂમ પણ હોવો જોઈએ નહીં.

5. આ જગ્યામાં રસોડુ રાખવાથી તેમાં રહેતા લોકો માટે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

6. આ જગ્યામાં પાવરહાઉસ, લિફ્ટ, જનરેટર અથવા મોટર રાખવી જોઈએ નહીં જો તેમ કરવામાં આવશે તો તેનાથી ભારે આર્થિક નુકસાન થાય છે.

7. તે જગ્યા પર જો કમાનો કે સીડી આવેલી હશે તો તે પણ તમારી આર્થિક સ્થીરતા પર નકારાત્મક અસર કરે છે.

8. ભારે મશીનરી, ભારે બોક્ષ, વિગેરે આ જગ્યા પર રાખવાથી પણ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે તે ઘરમાં રહેતા લોકો પર તેની નકારાત્મક અસર થાય છે.

image source

હવે આપણે જાણીએ છીએ કે આ જગ્યા પર કઈ-કઈ વસ્તુઓ રાખી શકાય નહીં, હવે એ જાણીએ કે બ્રહ્મસ્થાનમાં કઈ પવિત્ર વસ્તુઓ રાખી શકાય.
અહીં બ્રહ્મસ્થાનમાં મુકવા લાયક વસ્તુઓની યાદી આપવામાં આવી છે.

1. બ્રહ્મસ્થાન હંમેશા ભંગાર-કચરા-બીનજરૂરી વસ્તુઓથી મુક્ત હોવું જોઈએ.

2. આપણે અહીં હોલ રાખી શકીએ.

3. આ જગ્યાને તમે નાના છોડવા તેમજ ગુલદસ્તાથી સુશોભીત રાખી શકો છો.

4. આ જગ્યા પર હોલ કે પુજા ઘર રાખવું ખુબ જ સારું ગણાશે.

5. જો આ જગ્યા પર હોલ હોય તો તેની દિવાલોને તમારે જુદા જુદા રંગોથી પેઇન્ટ કરવી જોઈએ.

6. આ જગ્યાના ફ્લોરનો રંગ પણ અલગ રાખવો જોઈએ. તમે તે જગ્યાના ફ્લોરની કીનારીઓ અલગ રંગની રાખી શકો છો.

7. તેનો ઉપયોગ તમે સામાન્ય કોન્ફરન્સ હોલ તરીકે કરી શકો છો પણ ત્યાં ભારે ટેબલ ખુરશી રાખવ જોઈએ નહીં.

8. તેનો ઉપયોગ તમે ડાઈનીંગ હોલ તરીકે પણ કરી શકો છો, જેનું કેન્દ્ર ખાલી હોવું જોઈએ.

9. આ જગ્યા ખુલ્લા આકાશ નીચે હોવી જોઈએ, એટલે કે અહીં સૂર્યના સીધા જ કીરણો પડવા જોઈએ.

10. આ જગ્યા પર તમે લોન, અથવા તો તુલસીનો ક્યારો રાખી શકો છો.

image source

હવે તમે એ જાણી લીધું છે કે બ્રહ્મસ્થાન વિષે શું શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ સૂચનો ધ્યાનમાં રાખીને તમે બ્રહ્મસ્થાનમાંથી હકારાત્મક ઉર્જા મેળવી શકો છો.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ