તમારો પતિ કે પ્રેમિ તમને કેટલુ ચાહે છે તે જાણી લો આ લક્ષણો પરથી..

આ લક્ષણો તમને દર્શાવશે કે તમે ધારો છો તેના કરતાં પણ તે તમને ખૂબ પ્રેમ કરે છે !

image source

જો તેમાં હશે આ લક્ષણો તો તમારા પતિ કે તમારો બૉયફ્રેન્ડ તમે ધારો છો તેના કરતાં ક્યાંય વધારે તમને ચાહે છે !

આપણામાંની મોટાભાગની સ્ત્રીઓને એક સમયે હંમેશા એવો ખ્યાલ આવી જતો હોય છે કે શું મારો પ્રેમિ કે પતિ મને ખરેખર પ્રેમ કરે છે ? જો કે તેઓ ક્યારેય તે દર્શાવી નથી શકતા ! અને તેના કારણે જ તમને આવી લાગણી અવારનવાર થતી હોય છે. પણ તેની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે.

image source

પણ હવે તમારે તે વિષે વધારે નહીં વિચારીને અહીં આપેલા કેટલાક લક્ષણો તેનામાં છે કે નહીં તે જોવાનું છે અને તેના આધારે તમે નક્કી કરી શકો છો કે તે તમને પ્રેમ કરે છે કે નહીં.

તે તમારું સમ્માન કરતો હોય

image source

તે ભલે ક્યારેય તમને બૂમો પાડી પાડીને તેમ ન કહેતો હોય કે તે તમને પ્રેમ કરે છે, પણ તેને તમારા નિર્ણયો તમારી પસંદગી નાપસંદગીઓનું જો સમ્માન કરતો હોય તે પછી જાહેરમાં કે એકલામાં, તે તમને ક્યારેય જાહેરમાં કે એકલતામાં ઉતારી ન પાડતો હોય અથવા નીચું ન દેખાડતો હોય. તે તમારા વખાણ કરતો હોય જેવી રીતે તમે તેના કરો છો તો તમારે સમજવું કે તમે ધારો છો તેના કરતા પણ વધારે તમને પ્રેમ કરે છે.

તે તમને સ્વતંત્રતા આપતો હોય, સ્પેસ આપતો હોય

image source

તે જાણતો હોય છે કે કેટલીકવાર તમારે કેટલીક વસ્તુ તમારી જાતે જ કરવી હોય કે પછી તમારે પણ તમારી બહેનપણીઓ સાથે સમય પસાર કરવો હોય અને તે તમને તે ખુશી ખુશી કરવા દે. તે ક્યારેય તમારા ફોન કે તમારા ફેસબૂક અકાઉન્ટ પર નજર ન રાખતો હોય અને તે ઉલટાનું તમને તમારા મિત્રો સાથે ફરવા જવાનુ કહેતો હોય !

અને જ્યારે તમે બહાર જાઓ ત્યારે તે તમને વારંવાર ફોન કરીને પરેશાન ન કરતો હોય તો સમજવું કે તે તમને ઘણો પ્રેમ કરે છે.

તમારા બધા મિત્રોનો તે મિત્ર હોય

image source

ખાસ કરીને તમારી બેસ્ટ ફ્રેન્ડ કે જે તમારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે તેની સાથે તે હંમેશા સારો વ્યવહાર કરતો હોય. તે તમારા મિત્રોની ખાસ બાબતને યાદ કરતો હોય અને પ્રસંગોપાત તેમને ભેટ આપવામાં તમારી મદદ કરતો હોય તો માનવું કે તે તમારા સંબંધોનું પણ સમ્માન કરે છે અને તે પણ પ્રેમનો જ એક પ્રકાર છે.

તમારા ગાંડાવેડામાં પણ તે તમારો સાથ આપે

image source

તે એવી વ્યક્તિ ન હોય કે જે તમને વારંવાર જજ કરતી હોય ! અને ખાસ કરીને ત્યારે જ્યારે તમારા સ્વપ્નો તમારી ઇચ્છાઓની વાત હોય ત્યારે તમારા વિચારો ભલે ગમે તેટલા અશક્ય હોય પાગલ જેવા હોય તેમ છતા તે તમને સપોર્ટ કરતો હોય, તમને ગમતી હોય પણ તેને જરા પણ ન ગમતી હોય તેવું કોઈ મૂવી તે માત્ર તમારા ખાતર જ જોવા તૈયાર થઈ જાય. તો તે ચોક્કસ તમને પ્રેમ કરે છે.

પોતાના ભવિષ્યનું પ્લાનીંગ તમારી સાથે કરતો હોય

image source

જેમ તમારી પોતાની કેટલીક ઇચ્છાઓ તેમજ આકાંશાઓ હોય છે તેમ તેની પણ હોય છે, પણ જ્યારે વાત મહત્ત્વની હોય છે ત્યારે તે પોતાના નિર્ણયમાં તમને પણ શામેલ કરતો હોય. તે જ્યારે ક્યારેય પણ ભવિષ્યના પ્લાનીંગની વાત કરતો હોય ત્યારે ‘હું’ નહીં પણ ‘આપણે’ કહીને વાતો કરતો હોય ત્યારે સમજવું કે તમને ખૂબ પ્રેમ કરે છે.

તે ક્યારેક ક્યારેક હળવી ઇર્ષા પણ અનુભવતો હોય

image source

તે ચોક્કસ તમને સ્વતંત્રતા આપતો હોય સ્પેસ આપતો હોય પણ જ્યારે કોઈ બીજો પુરુષ તમારી સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કરે અથવા તો તમારી સામે એકધારું જોઈ રહે તો સ્વાભાવિક છે કે તેને ઇર્ષા થાય પછી તે પોતાની આ લાગણીને ગમે તેટલો રોકવાનો પ્રયાસ કેમ ન કરે. જો કે તેનો અર્થ તેવો જરા પણ નથી થતો કે તે તમારા પર વિશ્વાસ નથી કરતો. ચોક્કસ તે વિશ્વાસ કરે છે પણ તેને પણ તો તમારા માટે થોડો પજેસીવ થવાનો હક્ક છે જે તમારા માટે સારી બાબત છે.

ભલે ક્યારેક જ તે તમને ‘આઈ લવ યુ’ કહેતો હોય

image source

તે ઓવો વ્યક્તિ ન હોય કે જે અવારનવાર તમને આઈ લવ યુ કહેતો ફરતો હોય પણ વર્ષે એક વાર જ કહેતો હોય તો સમજવું કે તે ખરેખ તમને પ્રેમ કરે છે માત્ર કહેવા ખાતર નથી કહેતો.

તે તમને ધ્યાનથી સાંભળતો હોય

image source

જ્યારે તમે વાત કરતા હોવ ત્યારે તે પોતાનો ફોન બાજુ પર મુકીને તમને સાંભળે અથવા તો ટીવી બંધ કરી દે અથવા તો પોતે જે કંઈ કરતો હોય તે થોડીવાર માટે બાજુ પર મુકી દે અને તમને ધ્યાનથી સાંભળતો હોય કે પછી તમે વાત કરતા હોવ ત્યારે તે ડાફોળીયા ન મારતો હોય કે પછી તેવું કોઈ લક્ષણ ન દર્શાવતો હોય કે તે તમારી વાતમાં રસ નથી ધરાવતો હોય અને સાંભળ્યા બાદ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતો હોય તો તે તમને ખૂબ પ્રેમ કરે છે તેવું માનવું.

ગમે તેવો ઝઘડો થવા છતાં તે તમને છોડે નહીં

image source

લગ્ન બાદ કે લગ્ન પહેલાં પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા વચ્ચે ઝઘડો તો થવાનો જ પણ તેમ છતાં તે ક્યારેય તમારાથી મોઢું ન ફેરવે પણ તે સંબંધને મજબૂત બનાવવાનો પ્રયાસ કરે તો સમજવું કે તે તમને ખૂબ પ્રેમ કરે છે.

જ્યારે તમે પિરિયડમાં હોવ અથવા તો તમે ઉદાસ હોવ ત્યારે તે તમારી કેર કરતો હોય

image source

જ્યારે તમે પિરિડયમાં હોવ અથવા તો તમે કોઈ બાબતને લઈને ઉદાસ હોવ ત્યારે તે તમારી કેર કરે તમારો મૂડ સારો થાય અથવા તમારી પીડા ઓછી થાય તે માટે સતત પ્રયાસ કરે, તમને વહાલ કરતો હોય, તમારી અકળામણનો ધીરજથી સામનો કરતો હોય તો તમે ધારો છો તેના કરતાં તે ક્યાંય વધારે તમને પ્રેમ કરે છે તેવું માનવું.

image source

જો તમારો સાથી પણ આવા જ લક્ષણો ધરાવતો હોય તો તમારે તમારી જાતને નસીબવંતી માનવી જોઈએ અને તેને ક્યારેય તમારાથી દૂર ન થવા દેવો જોઈએ. આવો સાથી મળવો ઘણો મૂશ્કેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ