સિદ્ધાર્થ રાંદેરિયાએ ગાયત્રી મંત્રના જાપ સમયે કંઇક ‘આવું’ કરતા ભક્તોની દુભાઇ લાગણી, પોલીસમાં ફરિયાદ

ગુજરાતના હાસ્ય કલાકાર એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા એટલે કે સૌના ગુજ્જુભાઈ કે જે ઘરેઘરે પ્રખ્યાત છે. તેની કોમેડી પણ એટલી જ પ્રખ્યાત છે. તેના નાટકો જોવા માટે લોકોની ભીડ લાગે છે. પરંતુ હવે તેની મુશ્કેલી વધી રહી છે અને એક આફત સામે આવી છે. નંદુરબારમાં હિન્દુ સેવા સમિતિના નરેન્દ્ર પાટીલે દારૂ સાથે ગાયત્રી મંત્રના જાપ કરીને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ સિદ્ધાર્થ રાંદેરિયા સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. હવે અભિનેતાની મુશ્કેલી વધી શકે છે.

image source

જો વધારે વિગતે વાત કરીએ તો કરવામાં આવેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતી નાટ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાનો કોમેડી શો ગજ્જુભાઇ ગોલમાલ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. તેના ભાગો યુટ્યૂબ પર પણ પ્રસારિત થાય છે. એક દૃશ્યમાં, હિરોઇનને આંખો બંધ કરીને ગાયત્રી મંત્રનો જાપ કરતી બતાવવામાં આવી છે. એ જ સમયે, એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા તેની ખાતરી કરે છે કે તેની આંખો બંધ છે અને બોટલમાંથી દારૂ તેના આગળ તાંબાના વાસણમાં નાખે છે અને મંત્રનો જાપ કરીને મજાક ઉડાવે છે. મંત્રો વિશે ઘણાં જોક્સ કરે છે.

image source

જો ગાયત્રી મંત્ર વિશે વાત કરીએ તો ગાયત્રી મંત્ર એ એક વેદ મંત્ર છે અને દરેક ધાર્મિક વિધિમાં તેનો પાઠ કરવામાં આવે છે. વિકૃતિ દ્વારા હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. તેથી તાત્કાલિક કેસ નોંધવા જોઈએ અને તેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડક સજા થવી જોઈએ. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ શું કાર્યવાહી કરે છે અને કરે છે કે કેમ.

image source

ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ રાંદેરીયા ગુજરાતી નાટક અને ગુજરાતી સિનેમાના અભિનેતા છે. તેમનો જન્મ ૧૭ ડિસેમ્બર ૧૯૫૫ના રોજ મુંબઈમાં ગુજરાતી લેખક અને નાટ્ય કલાકાર મધુકર રાંદેરિયાને ત્યાં થયો હતો. તેમનો પુત્ર ઇશાન રાંદેરિયા પણ નાટક અને સિનેમા સાથે જોડાયેલ છે. તેઓ ગુજરાતી ભાષાના રમૂજી નાટકો માટે જાણીતા છે, જેના માટે તેમણે સંખ્યાબંધ પુરસ્કારો લેખક, દિગ્દર્શક અને અભિનેતા તરીકે મેળવ્યા છે. તેઓ ૧૯૭૦થી નાટ્યજગત સાથે જોડાયેલા છે અને ઘણાં નાટકોમાં મુખ્ય અભિનેતાનો અભિનય કર્યો છે.

image source

તેમની ગુજ્જુભાઇ શ્રેણી નાટક ગુજ્જુભાઇ એ ગામ ગજાવ્યું સાથે ૨૦૦૨માં શરૂ થઇ હતી. લગે રહો ગુજ્જુભાઇ (૨૦૦૭) નાટકે ત્રણ વર્ષમાં સમગ્ર વિશ્વમાં ૭૫૦ પ્રયોગો પૂર્ણ કર્યા હતા. બીજા ગુજ્જુભાઇ નાટકો; ગુજ્જુભાઇ એ ગામ ગજાવ્યું, લો ગુજ્જુભાઇ ઘોડે ચડ્યા, ગુજ્જુભાઇની ગોલમાલ (૨૦૧૨) એ ૩૫૦ પ્રયોગો પૂર્ણ કર્યા હતા. તેમના છેલ્લાં નાટક ગુજ્જુભાઇ બન્યા દબંગ એ ૧૪ મહિનામાં ૩૨૫ પ્રયોગો પૂર્ણ કર્યા હતા. તેમણે ગુજરાતી સિનેમા જગતમાં સપ્ટેમ્બર ૨૦૧૫માં અત્યંત સફળ નિવડેલા ચલચિત્ર ગુજ્જુભાઇ ધ ગ્રેટથી પ્રવેશ કર્યો.

image source

તેમના કેટલાક નાટકો વિશે જો વાત કરીએ તો

  • ગુજ્જુભાઇ શ્રેણી
  • ગુજ્જુભાઇ એ ગામ ગજાવ્યું (૨૦૦૨)
  • લગે રહો ગુજ્જુભાઇ (૨૦૦૭)[૨]
  • લો ગુજ્જુભાઇ ઘોડે ચડ્યા
  • ગુજ્જુભાઇ ની ગોલમાલ (૨૦૧૨)
  • ગુજ્જુભાઇ બન્યા દબંગ
  • બસ કર બકુલા[૧]
  • કેરી ઓન લાલુ
  • અમારી દુનિયા તમારી દુનિયા,

    image source
  • ગુરુબ્રહ્મા[૧]
  • પ્રેમ ના પબ્લિક ઇસ્યુ
  • ખાનદાન
  • પતિ નામે પતંગિયું
  • વાત બહાર જાય નહી
  • રંગ છે રાજ્જા
  • એક સોનેરી સવાર
  • અજબ કરામત
  • સાચા બોલા જુઠાલાલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ