PM મોદીના હાથમાં જે અસ્થિ કળશ છે એ મહાનાયકની સફર વિશે વાંચીને તમારી આંખોમાં પણ આવી જશે આસું…

પીએમ મોદીના હાથમાં જે અસ્થિ કળશ છે, એવા મહાનાયકની સફર છે જે આપને રડાવી દેશે.

તા. ૪ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ફોટોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે, જેમાં તેમના હાથમાં કોઈના અસ્થિ કળશ લીધેલ છે. તેમની સાથે કેટલીક વિદેશી વ્યક્તિઓ છે. નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં આ ફોટો શેર કરવાની સાથે શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કર્યા છે.

મહાનાયક હતા શ્યામજી કૃષ્ણ વર્મા.:

image source

કોણ હતા શ્યામજી કૃષ્ણ વર્મા ? અને તેમની અસ્થિઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીનો શું સંબંધ છે ? પીએમ નરેન્દ્ર મોદીએ ગત રવિવારે ‘મન કી બાત’ શોમાં કહ્યું હતું કે, દેશની આઝાદીના ૭૫મી વર્ષગાંઠ પર એ ગુમનામ નાયકોને યાદ કરવાની જરૂરિયાત છે, જેમના કારણે દેશ આઝાદ થયો. સમજી લેવું કે શ્યામજી કૃષ્ણ વર્મા એવા જ ઉપેક્ષિત નાયકો માંથી એક છે, શ્યામજી કૃષ્ણ વર્મા નાયક નહી ઉપરાંત મહાનાયક છે.

શ્યામજી કૃષ્ણ વર્માએ તા. ૩૦ માર્ચ, ૧૯૩૦ના રોજ અંતિમ શ્વાસ લીધા.:

તારીખ હતી તા. ૩૦ માર્ચ, ૧૯૩૦ સમય હતો રાતના ૧૧:૩૦ વાગે. જીનિવાના એક હોસ્પિટલમાં ભારત માતાના સાચા સપુતએ અંતિમશ્વાસ લીધા અને તેમની મૃત્યુ પર લાહોરની જેલમાં ભગત સિંહ અને તેમના સાથીઓએ શોક સભા રાખી, જયારે તેઓ પોતે પણ થોડાક દિવસોના જ મહેમાન હતા. શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓ જીનિવાના સેંટ જોર્જસિમેટ્રીમાં સુરક્ષિત રાખી દેવામાં આવી. ત્યાર બાદ તેમના પત્નીનું જયારે મૃત્યુ થઈ ગયું તો તેમની અસ્થિઓને પણ એ જ સિમેટ્રીમાં રાખી દેવામાં આવી. આ વ્યક્તિએ પોતાની મૃત્યુ પહેલા જ આ અસ્થિ બેંક સાથે આ કોન્ટ્રેક્ટ કર્યો હતો કે, તેમની અને તેમના પત્નીના અસ્થિઓને તેઓ ૧૦૦ વર્ષ સુધી સુરક્ષિત રાખશે, જયારે ભારત આઝાદ થશે તો કોઈ ભારત માતાના સપુત આવશે અને અસ્થિઓને વિસર્જન માટે લઈ જશે.

શ્યામજી કૃષ્ણ વર્મા:

image source

શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓને ભારત લાવવામાં નેહરુએ નહી દાખવ્યો રસ:

આ ઘટનાને ૧૭ વર્ષ પસાર થઈ ગયા, વર્ષ ૧૯૪૭માં દેશ આઝાદ થઈ ગયો, કોઈને યાદ હતું નહી કે તેમની અસ્થિઓને ભારત પાછી લાવવાની છે. આમ જ ૫૫ વર્ષ બીજા પસાર થઈ ગયા, પેઢીઓ બદલાઈ ગઈ. પરંતુ કોઈ આવ્યું નહી જયારે દેશના પહેલા પ્રધાનમંત્રીને પણ એના વિષે જાણકારી હતી. પંડિત નહેરુએ તો પોતાની આત્મકથામાં શ્યામજી અને તેમની પત્નીનો ઉલ્લેખ કર્યો છે, આ સાથે જ એ પણ જણાવ્યું છે કે, તેમની પાસે શ્યામજીએ કેટલીક મદદ માંગી હતી, પરંતુ તેમણે કરી નહી.

નેહરુ લખે છે કે, તેઓ જયારે પોતાની પત્ની અને બહેન કૃષ્ણની સાથે રજાઓ પસાર કરવા માટે ગયા હતા, ત્યારે શ્યામજી કૃષ્ણ વર્મા સાથે તેમની મુલાકાત થઈ હતી. તેમની પાસે ખુબ પૈસા હતા, પરંતુ ટ્રામના પૈસા પણ બચાવવા માટે પગપાળા ચાલવાનું પસંદ કરતા હતા અને ઘણા શક્કી હતા. શ્યામજીએ તેમને કહ્યું હતું કે, મારી સંપત્તિથી એક ટ્રસ્ટ બનાવી દો, આપ ટ્રસ્ટી બની જાવ અને જે ભારતીય બાળકો વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે, તેમની એમાંથી મદદ થાય. શ્યામજીના પત્ની વિષે પણ તેમણે લખ્યું છે કે, કેવી રીતે તેઓ મહિલાઓની મદદ માટે ઘણા પૈસા આપવા ઈચ્છતા હતા.

નહેરુએ શ્યામજી કૃષ્ણ વર્માની સંપત્તિનું ટ્રસ્ટ બનાવવાના આગ્રહને માન્યો નહી.:

પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુ જણાવે છે કે, તેમને શંકા થતી હતી કે, બ્રિટેનના જાસુસ તેમની પાછળ લાગેલા છે, તો તેમને એ ભય હતો કે, ક્યાંક તેમના ટ્રસ્ટમાં તેમની પર પૈસાની ગડબડ કરવાનો આરોપ ના લાગી જાય, એટલા માટે તેમણે તેમની કોઈ મદદ કરી નહી. પરંતુ નેહરુએ ના તેમના મૃત્યુ પછી અને નહી જ ૧૭ વર્ષ સુધી દેશના પીએમ બની રહેવા છતાં પણ, તેમની અસ્થિઓને ભારતમાં લાવવાના કોઈ પ્રયત્ન કર્યા નહી, બધાને આ વાતની જાણ હતી કે, શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમની પત્નીની અસ્થિઓ સ્વિત્ઝરલેન્ડના અસ્થિ બેંકમાં રાખેલ છે.

image source

દેશને આઝાદ થયાના ૫૫ વર્ષ પછી આ ગુજરાતી ક્રાંતિકારીની અસ્થિઓની સંભાળ લીધી એક બીજા ગુજરાતીએ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ.

તા. ૨૨ મે, ૨૦૦૩ના રોજ શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓને ગુજરાત લાવે છે મોદી.:

દેશને આઝાદ થયાના ૫૫ વર્ષ પછી આ ગુજરાતી ક્રાંતિકારીની અસ્થિઓની સંભાળ લીધી એક બીજા ગુજરાતીએ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ. તા. ૨૨ મે, ૨૦૦૩ના રોજ ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીએ આ એક મોટું કામ કર્યું. જીનિવાની ધરતી પરથી શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના પત્ની ભાનુમતિની અસ્થિઓને લઈને ભારત આવે છે. તે સમયની અસ્થિ કળશની સાથેની ફોટો આજે ટ્વીટમાં તેમણે શેર કરી છે. નરેન્દ્ર મોદીએ મુંબઈથી શ્યામજી કૃષ્ણ વર્માના જન્મ સ્થાન માંડવી સુધી ભવ્ય જુલુસની સાથે તેમના અસ્થિ કળશને રાજકીય સમ્માનની સાથે લઈને આવ્યા હતા. એટલું જ નહી, શ્યામજી કૃષ્ણ વર્માના જન્મ સ્થાન પર ભવ્ય સ્મારક ક્રાંતિ- તીર્થ બનાવ્યું, જેની વેબસાઈટ લીંક તેમણે આ ફોટોની ટ્વીટમાં શેર પણ કરી છે. આ જ ક્રાંતિ તીર્થના પરિસરના શ્યામજી કૃષ્ણ વર્માના રૂમમાં તેમની અસ્થિઓને સુરક્ષિત રાખવામાં આવી. નરેન્દ્ર મોદીએ ક્રાંતિ તિર્થને પણ હુબહુ એકદમ એવું જ બનાવવાનો પ્રયત્ન કર્યા, જેવા કે, શ્યામજી કૃષ્ણ વર્માના લંડનમાં ‘ઈન્ડિયા હાઉસ’ હોતું હતું, તેની બહાર પતિપત્નીની પ્રતિમા પણ મુકાવી.

ભારતની આઝાદીની લડાઈ માટે લંડનમાં ખોલ્યું ‘ઈન્ડિયા હાઉસ’:

અંતે શું હતું આ ઈન્ડિયા હાઉસ’? વિદેશની ધરતી પર સક્રિય રહીને ભારતીય ક્રાંતિકારીઓની ચર્ચા કરતા જ ‘ઈન્ડિયા હાઉસ’ની ચર્ચા જરૂર થાય છે. લંડનના મોઘા વિસ્તારમાં શ્યામજી કૃષ્ણ વર્માએ ‘ઈન્ડિયા હાઉસ’ ખોલ્યું અને તેમાં ૨૫ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ માટે રહેવાની અને અભ્યાસની વ્યવસ્થા કરી, જેથી કરીને તેઓ ત્યાં જ રહીને લંડનમાં પોતાનો અભ્યાસ કરી શકે. એના માટે શ્યામજી કૃષ્ણ વર્માએ કાયદેસર કેટલીક ફેલોશિપ પણ શરુ કરી. આવી જ એક શિવાજી ફેલોશિપ દ્વારા વીર સાવરકર પણ લંડનમાં રહેવા આવ્યા. આ જ ‘ઈન્ડિયા હાઉસ’માં સાવરકરએ ક્રાંતિકારી મદન લાલ ધીંગરાને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી, જેમણે પછીથી એક અંગ્રેજ અધિકારી વાઈલીની લંડનમાં જ ગોળી મારીને હત્યા કરી દીધી. સ્પષ્ટ છે કે, ‘ઈન્ડિયા હાઉસ’ યુવા ક્રાંતિકારીઓનો ગઢ બનતો ચાલ્યો ગયો.

image source

ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં થયો હતો શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ:

શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ તા. ૪ ઓક્ટોબર, ૧૮૫૭ના રોજ કચ્છના માંડવીમાં થયો હતો. પિતાનું જલ્દી મૃત્યુ થઈ ગયા પછી તેમનો અભ્યાસ મુંબઈની વિલ્સન કોલેજમાં કર્યો. સંસ્કૃત સાથે તેમનો સંબંધ અહિયાં જોડાયો, જે પછીથી ઓક્સફોર્ડ યુનીવર્સીટીમાં સંસ્કૃત ભણાવવાના કામ આવ્યું. તેમની પત્ની ભાનુમતિ એક સંપન્ન પરિવાર માંથી આવતા હતા, આ દરમિયાન તેમનો સંપર્ક સ્વામી દયાનંદ સરસ્વતી સાથે થયો અને તેઓ તેમના શિષ્ય બની ગયા. આખા દેશમાં શ્યામજીએ તેમની શિક્ષાઓને પ્રસારિત કરવા માટે મુસાફરી કરી. અહિયાં સુધી કે, કાશીમાં તેમનું ભાષણ સાંભળીને કાશીના પંડિતોએ તેમને પંડિતની ઉપાધિ આપી દીધી, આવી ઉપાધિ મેળવનાર તેઓ પહેલા બિન બ્રાહ્મણ હતા.

સાત વર્ષ લંડનમાં રહ્યા પછી વર્ષ ૧૮૮૫માં ભારત પાછા આવ્યા.:

ત્યાર બાદ તેઓ વધુ અભ્યાસ કરવા માટે ઓક્સફોર્ડ યુનીવર્સીટી લંડન ચાલ્યા જાય છે, જ્યાં સંસ્કૃતના પ્રોફેસર મોનિયર વિલિયમ્સએ તેમને પોતાના આસિસ્ટન્ટ બનાવી લીધા.લંડનની ઓક્સફોર્ડ યુનીવર્સીટીથી શ્યામજીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું ત્યાર બાદ એમએ અને બાર એટ લો ઓક્સફોર્ડ યુનીવર્સીટીથી અભ્યાસ કરનાર તેઓ પહેલા ભારતીય બન્યા. આ દરમિયાન તેઓ એશિયાટિક સોસાયટીના સભ્ય બી ગયા, બર્લિન કોંગ્રેસ ઓફ ઓરિયંટલિસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને સાત વર્ષ લંડન રહ્યા પછી તેઓ વર્ષ ૧૮૮૫માં ભારત પરત ફર્યા.

કોંગ્રેસની યાચના નીતિના આલોચક હતા.:

image source

આ એજ વર્ષ હતું જયારે દેશમાં કોંગ્રેસની સ્થાપના થઈ હતી, પરંતુ તેઓ કોંગ્રેસના, તેમની યાચનાની નીતિઓના હંમેશા આલોચક બની રહ્યા. ભારતમાં આવીને એક વકીલ તરીકે પોતાનું કામ શરુ કર્યું. ખુબ જ જલ્દીથી તેમને રતલામ સ્ટેટના દિવાન બનાવી દેવામાં હતા. પરંતુ સ્વાસ્થ્ય ખરાબ રહેવાના લીધે તેમણે ત્યાંથી વિદાઈ લઈ લીધી. તે સમયના આ ટૂંક સમયની નોકરીની ગ્રૈચ્યુટીના તેમને બત્રીસ હજાર રૂપિયા મળ્યા હતા. શ્યામજી કૃષ્ણ વર્માએ પોતાની આ રકમને કોટનના બિઝનેસમાં લગાવી દીધા અને પોતે પોતાના ગુરુ સ્વામી દયાનંદના પ્રિય શહેર અજમેરમાં વસી જાય છે અને બ્રિટીશ કોર્ટમાં પ્રેક્ટિસ કરવા લાગે છે. આ સમય દરમિયાન તેઓ બે વર્ષ સુધી ઉદયપુર સ્ટેટના કાઉન્સિલ મેમ્બર પણ રહ્યા. ત્યાર પછી તેઓ ગુજરાતમાં જુનાગઢ સ્ટેટના દિવાન પણ બન્યા. પરંતુ એક બ્રિટીશ એજન્ટ સાથે એટલી ખરાબ રીતે તેમનો ઝઘડો થયો કે, બ્રિટીશ સરકાર પ્રત્યે તેમનું મન નફરતથી ભરાઈ ગયું અને તેમણે આ નોકરીથી પણ રાજીનામું આપી દીધું.

કોંગ્રેસના ગરમ દળને પસંદ કરતા હતા શ્યામજી કૃષ્ણ વર્મા.:

શ્યામજી કૃષ્ણ વર્મા કોંગ્રેસના ગરમ દળને પસંદ કરતા હતા. લોકમાન્ય તિલક તેમના આદર્શ હતા. વર્ષ ૧૯૮૦માં ‘એજ ઓફ કંસેટ બિલ’ વાળા વિવાદમાં લોકમાન્ય તિલકનો તેમણે ઘણો સાથ આપ્યો, પુણેના પ્લેગ કમિશનર રૈન્ડની હત્યાના કેસમાં પણ તેઓ ચાપેકર બંધુઓનું સમર્થન કરવાથી પાછળ હટતા નથી. પરંતુ તેમને લાગી ગયું હતું કે દેશમાં રહીને અંગ્રેજોનો વિરોધ કરવાનું સરળ નથી, આ કામ લંડનમાં રહીને થોડું સરળતાથી થઈ શકે છે. વર્ષ ૧૯૦૦માં તેમણે લંડનના પોશ વિસ્તાર હાઈગેટમાં એક મોંઘુ ઘર ખરીદ્યું અને તેનું નામ ‘ઈન્ડિયા હાઉસ’ રાખી દીધું. પછીથી તો આ ઘર ભારતથી લંડન આવનાર લોકો માટે આશ્રયસ્થાન બની ગયું, મહાત્મા ગાંધીથી લઈને ભગત સિંહ, લાલા લજપતરાયથી લઈને લોકમાન્ય તિલક અને ગોપાલ કૃષ્ણ ગોખલે પણ ‘ઈન્ડિયા હાઉસ’માં રોકાયા હતા, એકવાર લેનિન પણ અહિયાં રોકાયા હતા.

શ્યામજી કૃષ્ણ વર્માએ ઈન્ડીયન સોશિયોલોજીસ્ટ નામનું સમાચાર પત્ર શરુ કર્યું.:

શરુઆતમાં ૨૫ ભારતીઓને આ ‘ઈન્ડિયા હાઉસ’માં હોસ્ટેલ તરીકે રોકાવાનું સ્થાન બનાવી દીધું, જ્યાં તેઓ રહીને અભ્યાસ કરી રહ્યા હતા. પછીથી દુનિયાના કેટલાક શહેરોમાં ‘ઈન્ડિયા હાઉસ’ શરુ કરવામાં આવ્યા. પેરિસ, સૈનફ્રાંસિસ્કો અને ટોક્યોમાં ભારતીય ક્રાંતિકારીઓએ પોતાની રણનીતિઓ બનાવવા માટે તેનો ઉપયોગ કર્યો. આ સાથે જ શ્યામજી કૃષ્ણ વર્માએ ઈન્ડીયન સોશિયોલોજીસ્ટ નામનું સમાચાર પત્ર શરુ કર્યું, જેની કોપી આખા યુરોપમાં મોકલવામાં આવતી હતી અને પછીથી ઈન્ડીયન હોમરૂલ સંગઠનની પણ સ્થાપના કરી.

ભીખાઈજી કામા, વીર સાવરકર, મદન લાલ ઢીંગરા, વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાયને ‘ઈન્ડિયા હાઉસ’ વગેરે પ્રમુખ હતા, પછીથી લાલા હરદયાલ પણ જોડાઈ ગયા અને અમેરિકાથી ભગત સિંહના ગુરુ કરતાર સિંહ સરાભા અને વિષ્ણુ પિંગલેની આગેવાનીમાં અમેરિકાથી ગદર આંદોલનકારીઓનો જથ્થો વર્ષ ૧૯૧૫માં એક મોટી ક્રાંતિ માટે ભારત પણ આવ્યા, એક ગદ્દારના કારણે આ યોજના નિષ્ફળ થઈ ગઈ. આ ગદર ક્રાંતિને પણ લાલા હર =દયાલ અને શ્યામજી કૃષ્ણ વર્માએ સહાયતા કરી હતી.

image source

સરકાર વિરોધી તરફેણથી અંગ્રેજોના નિશાન પર આવ્યા.:

‘ઈન્ડીયન સોશિયોલોજીસ્ટ’માં તેમના લખેલ અંગ્રેજ સરકાર વિરોધી લેખોને લીધે શ્યામજી કૃષ્ણ વર્મા અંગ્રેજોના નિશાના પર આવી ગયા અને આ સાથે જ તેમનું ‘ઈન્ડિયા હાઉસ’ પણ. સિક્રેટ સર્વિસના એજન્ટ પણ તેમની પર નજર રાખવા લાગ્યા. અહિયાં સુધી કે, તેમની પર કેટલાક પ્રકારની પાબંદીઓ પણ લગાવી દેવામાં આવી. આ બાજુ વીર સાવરકર ત્યાં આવીને રહેવા લાગ્યા અને કેટલાક વર્ષો સુધી રહ્યા પણ.

યુરોપમાં રહીને ભારતીય ક્રાંતિકારીઓની મદદ કરતા રહ્યા.:

શ્યામજી કૃષ્ણ વર્માએ ‘ઈન્ડિયા હાઉસ’ની જવાબદારી વીર સાવરકરને સોપી અને તેઓ વર્ષ ૧૯૦૭માં પેરિસ માટે નીકળી ગયા. જો કે, અંગ્રેજ સરકારએ તેમને ત્યાં પણ હેરાન કર્યા પરંતુ શ્યામજીએ કેટલાક ફ્રાન્સિસ રાજનેતાઓ સાથે સંપર્ક બનાવી લીધા અને તેઓ ત્યાંથી આખા યુરોપના ભારતીય ક્રાંતિકારીઓને એકઠા કરવા, તેમને મદદ કરવા, કેટલીક ભાષાઓમાં સમાચાર પત્ર છપાવવા વગેરેમાં મદદ કરવા લાગ્યા. પરંતુ બ્રિટેન અને ફ્રાંસની વચ્ચે એક સિક્રેટ સમાધાનના લીધે તેમણે પેરિસને પણ છોડી દેવું સારું સમજ્યું અને તેઓ પ્રથમ વિશ્વ યુદ્ધથી થોડાક સમય પહેલા જ સ્વિત્ઝરલેન્ડની રાજધાની જીનિવા માટે નીકળી ગયા. જો કે, ત્યાં તેમની પર થોડી પાબંદીઓ હતી, તેમ છતાં પણ તેઓ જેટલું શક્ય હોય શકતું હોતું હતું, યુરોપમાં સક્રિય ભારતીય ક્રાંતિકારીઓની મદદ કરતા રહ્યા.

બ્રિટનમાં ‘ઈન્ડિયા હાઉસ’ બન્યું ભારતીય ક્રાંતિકારીઓનો ગઢ.:

શ્યામજી કૃષ્ણ વર્માને આ પછીથી ખબર પડે છે કે, જે પ્રો ઈન્ડિયા કમેટીના પ્રેસિડેન્ટ ડોક્ટર બ્રિસ સાથે તેઓ સૌથી વધારે વાતચીત કરતા હતા, તેઓ એક બ્રિટીશ સિક્રેટ એજન્ટ હતા. એટલા માટે નેહરુ તેમને શંકાશીલ સમજવું ખોટું હતું. આ બાજુ મદન લાલ ઢીંગરાએ જેવા જ ભારત સચિવ વાઈલીની હત્યા કરી, ત્યારથી ‘ઈન્ડિયા હાઉસ’ અંગ્રેજ સરકારના નિશાના પર આવી ગયું અને વર્ષ ૧૯૧૦માં તેને બંધ કરી દેવામાં આવ્યું. પરંતુ આજે ઈન્ડિયા હાઉસ’ને શ્યામજી કૃષ્ણ વર્માને બદલે વીર સાવરકરના કારણે વધારે જાણવામાં આવે છે, ‘ઈન્ડિયા હાઉસ’ની સામેની દીવાર પર જ લખ્યું છે કે, ‘Veer Sawarkar- Indian Patriot and Philosopher lived here.’

મરતા પહેલા અસ્થિ કળશને ભારત પહોચાડવાનો કરાર કર્યો.:

આ બાજુ જીનિવામાં શ્યામજી કૃષ્ણ વર્માનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું હતું. તેમણે સ્થાનિક પ્રશાસન અને સૈન્ટ જોર્જ સિમેટ્રીની સાથે પોતાની અને પોતાની પત્નીની અસ્થિઓને સો વર્ષ સુધી રાખવાનો કરાર કર્યો, એના માટે તેમણે ફીસ પણ ચૂકવી. આ કરારમાં હતું કે, આ દરમિયાન દેશ આઝાદ થાય છે તો તેમની અસ્થિઓને તેમના દેશમાં પાછી મોકલી દેવામાં આવે, તેઓ વતનની માટીમાં જ મળી જવાની ઈચ્છા ધરાવતા હતા. દેશ આઝાદ થયો તો કોઈને તેમની સુધ જ રહી નહી. ઇન્દિરા ગાંધીના સમયએ જરૂર પેરિસના એક બારતીય વિદ્વાન પ્રથવેન્દ્ર મુખર્જીએ પ્રયત્ન કર્યા, પરંતુ સફળ થઈ શક્યા નહી. વર્ષ ૨૦૦૩માં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી તેમના અસ્થિઓને પાછા ભારત લાવે છે અને તેમનું સ્મારક ‘ઈન્ડિયા હાઉસ’ જેવું જ માંડવીમાં બનાવ્યું.

શ્યામજી કૃષ્ણ વર્માથી ખુબ જ પ્રભાવિત થયા છે પીએમ નરેન્દ્ર મોદી.:

પીએમ નરેન્દ્ર મોદી પોતાના ગુજરાતી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માથી એટલા વધારે પ્રભાવિત થયા છે કે, એવું માનવામાં આવે છે કે, જે દાઢીવાળો લુક પીએમ નરેન્દ્ર મોદીનો છે, તે ખરેખર શ્યામજી કૃષ્ણ વર્માના જ લુકથી પ્રભાવિત થઈને અપનાવ્યો છે. સાચે જ પીએમ નરેન્દ્ર મોદી જ સારી રીતે જાણતા હશે પરંતુ તેઓ પોતાના આ કામ વિષે લખવા અને બોલવાથી બચતા રહે છે. આજે પણ આટલા વર્ષો પછી તેમણે આ ફોટો તો શેર કરી પરંતુ કોઈ સ્ટોરી લખી નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ