જલ્સા કરોને જેંતીલાલ

શૂન્યમાંથી સર્જન એ ખરેખર આનું નામ, ડાન્સનો D એટલે આપણા વડોદરાના ધર્મેશ સર…

બરોડાનો સામાન્ય પરિવારનો આ યુવક આજે બોલિવૂડને તેના ઇશારા પર નચાવે છે. જાણો કોણ છે એ ધર્મેશ સર…

ધર્મેશ સર, જેના માટે ડાન્સ એ જીવન છે અને રેમો ડિ’સોઝા ભગવાન છે! મલ્ટી ટેલેન્ટેડ યુવકે નાની ઉમરમાં હાંસલ કરી છે અનેક સિદ્ધિઓ…

જે ડાન્સ ઓડિશનમાં એક નહીં, બે નહીં પરંતુ આખે આખું ગૃપ સિલેક્ટ થઈ જાય અને દરેક પ્રત્તિસ્પર્ધી એક જ ડાન્સ ગુરુનું નામ લે ત્યારે ઓડિશનના જજ પેનલને થાય કે વળી છે કોણ આ સર…

ત્યાર બાદ એન્ટ્રી થાય એવા યુવકની જે પોતાના ડાન્સથી સૌનું દીલ જીતી લે અને તેને પૂછાય કે તે પણ એજ સરનો સ્ટૂડન્ટ છે શું? ત્યારે અતિશય નમ્રતાથી એ યુવક કહે કે આ બધા જ મારા સ્ટૂડન્ટ્સ છે અને હું જ એ સર છું…

હા, તમે સાચું સમજ્યા અમે વાત કરી રહ્યાં છીએ ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન – ૨ના ઓડિશન રાઉન્ડથી જ સૌનું ધ્યાન ખેંચી લેનારા ધર્મેશ યેલાન્ડે વિશે. જેને સૌ કોઈ પ્રેમથી ધર્મેશ સર કહે છે… એટલું જ નહીં તેમને જજ કરવા બેઠેલાં ગીતા મેમ અને રેમો સર અને ટેરેન્ઝ સર પણ ધર્મેશ સર તરીકે બોલાવાતા થયા હતા.

આ વ્યક્તિના સરળ સ્વભાવ અને ડાન્સ પ્રત્યેના લગાવને લીધે એમણે સાવ જ ટૂંકાગાળામાં એટલી ઊંચી સફળતા મેળવી છે કે તેની સફરની વાત જાણીને નવાઈ લાગશે અને તેમના વીશેની વાતો જાણીને ગર્વ પણ થશે.

કોણ છે આ ધર્મેશ સર?

બરોડાનો એક કોલેજિયન યુવક ધર્મેશ યેલાન્ડે જેણે પોતાનું ભણતર પૂરું કરવાને બદલે પોતાનું ડાન્સર બનવાના સપનાને મહત્વ આપ્યું. આ સમયે સામાન્ય પરિવારના માતા – પિતાએ પણ તેને સાથ આપ્યો અને બરોડામાં જ પોતાના ડાન્સ ક્લાસિસ શરૂ કરી દીધા.

જોતજોતાંમાં તેની હિપ – હોપ અને બ્રેક ડાન્સ સ્ટાઈલ એટલી પોપ્યુલર થઈ કે તેની પાસે વેસ્ટર્ન ડાન્સ શીખવા આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ચાલી અને આ યુવક ધર્મેશ સરના હુલામણા નામે પ્રખ્યાત થયો.

કેટલી સિદ્ધિઓ કરી છે હાંસલ?

વર્ષ ૨૦૦૭માં એરટેલ ક્રેઝિ કિયા રે ડાન્સ કોમ્પિટીશન જે ડી.ડીનેશનલ પર રજૂ થયો હતો તેમાં તે રનર – અપ વિજેતા થયા હતા. ત્યાર બાદ વએષ ૨૦૦૮માં બુગી વૂગી સોની ટી.વી પર પ્રથમ વિજેતા થયા અને ત્યારથી આ વ્યક્તિ સૌના ધ્યાનમાં આવ્યો હતો. આ ધર્મેશ સરનું જીવન ત્યારે સાવ બદલાઈ ગયું જ્યારે તેમનું સિલેક્શન ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન – ૨માં માત્ર સિલેક્શન ન થયું.

તેમના અનેક વિદ્યાર્થીઓનું પણ સિલેક્શન થયું અને મિથુન ચક્રવતી સહિત દરેક જજ પેનલની તેમણે પ્રસંશા મેળવી. આ સીઝનમાં તેમને વિજેતા ઘોષિત કરાયા અને ત્યાર બાદ તેમના ખુશનસીબીના દરવાજા ખુલી ગયા હતા.

ડાન્સર, એક્ટર, કોરિયોગ્રાફર અને મોટીવેશનલ પર્સનાલીટી છે આ ધર્મેશ સર

૨૨ વર્ષની નાની ઉમરથી જ તેમણે ડાન્સ ટીચર તરીકે અને જુદા જુદા રીયાલીટી શોમાં ભાગ લેવાનું અને તેમાં જીતવાનું શરૂ કરી દીધું હતું. તેમને સૌથી મોટો પહેલો બ્રેક મળ્યો હતો ફિલ્મ તીસ માર ખા ફિલ્મમાં ફરાહ ખાનના નિર્દેશનમાં રેમો ડિ’સોઝા હેઠળ અક્ષય કુમારને કોરિયોગ્રાફ કરવા માટે.

આ સિવાય, એની બડી કેન ડાન્સ – પાર્ટ ૧ અને ૨માં અભિનય કરવાની સૂવર્ણ તક મળી. અહીં તેમણે ડાન્સને ભરપૂર ન્યાય આપીને દર્શકોની ચાહના મેળવી લીધી. નવાબઝાદે અને બેન્જો જેવી ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો છે.

આ સિવાય ડાન્સ રિયાલીટી શોઝમાં કોરિયોગ્રાફર અને મેન્ટોર તરીકે તેમણે કામ કર્યું છે.

ફેમીલી અને પર્સનલ લાઈફ

બરોડાનો આ યુવક જ્યારે મુંબઈ જઈને ડાન્સર બનવાના સપના જોતો હતો ત્યારે અભ્યાસ પણ અધૂરો મૂકીને ખાલી ખીસ્સા સાથે જવાની તૈયારીઓ કરી બેઠો હતો. એવા સમયે તેના ભાઈએ તેને સાથ આપ્યો અને તેના સપના પૂરાં કરવા જવાની માતાપિતાએ પણ તેમને હામી ભરી હતી.

ધર્મેશ સર આજે એટલા વ્યસ્ત અને નામચિન ડાન્સ કોરિયોગ્રાફ્રર બની ગયા છે કે આજે મુંબઈ જેવા શહેરમાં તેમનો પોતાનો આલિશાન ફ્લેટ છે. તેમને બીલાડી અને ડોગ્સ પાળવાનો પણ શોખ છે જેની સાથેની તસ્વીરો તેઓ પોતાના ઇસ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયામાં મૂકીને ફેન્સ ફોલોઅર્સને માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

લવ લાઈફ… છે જર્મનીની…

બરોડાથી મુંબઈ તરફની સફરની જેમ તેની લવ લાઈફની સરફ પણ એટલી રસપ્રદ અને ઉતાર ચડાવવાળી છે. જ્યારે પણ કોઈ પ્રેસકોન્ફરેન્સમાં કે ઇન્ટરવ્યૂમાં તેમના લગ્ન વિશે કે પછી લવ લાઈફ વિશે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેઓ સરળતાથી કહી દેતા હોય છે કે હજુ સુધી તેમને તેમના કરિયર અને બીઝી લાઈફને કારણે આ બાબતે વિચારવાનો સમય જ નથી મળ્યો.

પરંતુ તેમના એક જન્મદિવસે તેમની એક જર્મની રીટર્ન બ્રીશના ખાને ૨૦૧૭માં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે પાંચ વર્ષ પહેલાં હું આ પાગલને મળી હતી અને આ પાગલને ફરી મળી છું ત્યારે તે એવો જ લાગે છે. તેઓની પહેલી મુલાકાત ડાન્સ ઇન્ડિયા ડાન્સના સેટ પર જ થઈ હતી.

ધર્મેશ સર કાયમ રહે છે તેમના સ્ટુડન્ટ સાથે…

૧૯૮૩માં જન્મેલ મહારાષ્ટ્રીયન પરિવારના પણ ગુજરાતમાં મોટા થયેલા ધર્મેશ સરે, પહેલવહેલી ડી – વઈરસ ડાન્સ અકાડ્મી શરૂ કરી હતી. આજે પણ આટલી અપાર સફળતા મેળવ્યા પછી પણ તેઓ બરોડા જઈને તેમના સ્ટૂડન્ટ્સને ડાન્સ શીખવાડવા સમય કાઢી લે છે અને વધુમાં અનેક અન્ય સ્થળોએ પણ ગેસ્ટ ડાન્સ મેન્ટોર તરીકે સેવા આપે છે. તેનું કહેવું છે કે મારી જિંદગી ડાન્સ રિયાલીટી શોને લીધે બદલાઈ છે. વધુને વધુ આવા પ્રોગ્રામ થવા જોઈએ જેથી અનેક ટેલેન્ટેડ લોકોને ચાન્સ મળે.

રેમો ડિ’સોઝા છે તેમના ભગવાન


પહેલીવાર જ્યારે ડી.આઈ.ડી, -૨ ના સિલેક્શન પછી તેમને ગીતા માએ પોતાના ગૃપમાં સિલેક્ટ કર્યા ત્યારે તેઓ સ્ટેજ પરથી ઇમોશનલ થઈને રડી પડ્યા હતા. તેમણે એવું કહ્યું હતું કે રેમો સર મારા ભગવાન છે અને મને એવું લાગે છે કે મારા ભગવાન મારાથી છૂટી ગયા… ત્યારે રેમો સરે તેમને પાસે બોલાવીને કહ્યું કે હું કાયમ તારી સાથે છું. તેમને આ ડાન્સની સફરમાં અનેક લોકો સાથે કામ કરવાની તક મળી જેમાં ફરાહ ખાન અને પ્રભુ દેવા મોખરે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version