શુક્રવારે કરો ફક્ત આટલું અને દુર કરો ધન સંબર્ધિત દરેક પ્રશ્ન…

આપણે બધા એ જાણીએ છીએ કે ધનની દેવી એટલે લક્ષ્મી માતા, પણ આપણે તેમને રીઝવવાની રીત નથી જાણતા. આપણે માત્ર દીવા-બત્તી કરીને પોતાની જવાબદારીથી સંતોષ માની લઈએ છીએ. પણ કોઈ પણ ભગવાનને માત્ર પુજા કરવાથી જ નથી રીઝવી શકાતા.


જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ભગવાનને રીઝવવાની અગણિત વિધિઓ, ઉપાસનાઓ અને મંત્રો આપવામાં આવ્યા છે જો તેને યોગ્ય રીતે કરવામાં આવે તો મનવાંછિત ફળ મળે જ છે. તો ચાલો જાણીએ નિર્ધનતા દૂર કરનારી મા લક્ષ્મીની આરાધના વિષે. આમ તો જો શ્રદ્ધાથી માત્ર માતાજીનું પુજન જ કરવામાં આવે તો પણ માતા પ્રસન્ન થઈ જાય છે પણ જો શ્રી લક્ષ્મી માતાને અતિપ્રિય એવા શ્રીસૂક્ત પાઠનું દર શુક્રવારે પઠન કરવામા આવે તો માતાજી હંમેશા પ્રસન્ન જ રહે છે.


જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે મનુષ્ય દર શુક્રવારે 16 વાર શ્રીસુક્તના પાઠ નિયમિત પણે કરે છે તેના જીવનમાં ક્યારેય પણ ઐશ્વર્યની કમી નથી રહેતી.

શ્રીસુક્તના પઠનથી રીંસાઈ ગયેલા લક્ષ્મી માતા પણ પ્રસન્ન થાય છે અને તમારી ડૂબતી નૈયાને પાર લગાવી દે છે. જ્યારે તમે આર્થિક રીતે ખુબ જ ક્ષીણ થઈ ગયા હોવ ત્યારે જો લક્ષ્મીજીની આરાધના સંપૂર્ણ શ્રદ્ધાભાવથી તેમજ વિધિસર કરવામાં આવે તો લક્ષ્મીજી પ્રસન્ન થયા વગર રહેતા નથી.

સ્રી સૂક્ત પઠનની વિધિ આ પ્રમાણે છેઃ


– દર શુક્રવારે સવારે નાહી-ધોઈને મન-તન થી સ્વચ્છ થઈને ઘરના મંદિરમાં શ્રીયંત્રની સ્થાપના કરવી અને તેની પુજા કરવી.

– પુજા કર્યા બાદ નીચે જણાવેલા શ્રીસુક્તનો શ્રદ્ધાથી પાઠ કરવો.

હરિ : ૐ

હિરણ્યવર્ણા હરિણી સુવર્ણરજતસ્ત્રજામ્ |

ચન્દ્રાં હિરણ્યમયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥1॥

તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ્ |

યસ્યાં હિરણ્યં વિન્દેયં ગામશ્વં પુરુષાનહમ્ ॥2॥

અશ્વપૂર્વાં રથમધ્યાં હસ્તિનાદપ્રબોધિનીમ્ |

શ્રિયં દેવીમુપહવયે શ્રીર્માંદેવી જુષતામ્ ॥3॥

કાસોસ્મિતાં હિરણ્યપ્રાકારાં આદ્રાઁ જવલન્તીં તૃપ્તાં તર્પયન્તીમ |

પદ્મેસ્થિતાં પદ્મવર્ણાં તામિહોપહવયેશ્રિયમ્ ॥4॥

ચંદ્રા પ્રભાસાં યશસા જવલન્તીં શ્રિયં લોકે દેવજુષ્ટામુદારામ |

તાં પદ્મિનીમીં શરણમહં પ્રપદ્યેડલક્ષ્મીર્મેનશ્યતાં ત્વાં વૃણે ॥5॥

આદિત્યવર્ણે તપસોડધિજાતો વનસ્પતિસ્તવવૃક્ષોથ બિલ્વ: |

તસ્ય ફલાનિ તપસાનુદન્તુ માયાન્તરાયાશ્ય બાહ્યા અલક્ષ્મીં ॥ 6 ॥

ઉપૈતુ માં દેવસખ: કીર્તિષ્વમણિના સહ |

પ્રાદુર્ભૂતો સુરાષ્ટ્રેડસ્મિન કીર્તિમૃદ્ધિં દદાતુ મે ॥ 7 ॥

ક્ષુત્પિપાસામલાં જયેષ્ઠાં અલક્ષ્મીં નાશયામ્યહમ |

અભૂતિમસમૃદ્ધિં ચ સર્વાનિર્ણુદ મે ગૃહાત્ ॥ 8॥

ગન્ધદ્વારાં દુરાધર્ષા નિત્યપુષ્ટાં કરીષિણીમ |

ઇશ્વરી સર્વભૂતાનાં તમિહોપહવયે શ્રિયમ ॥ 9 ॥

મનસ: કામમાકૂતિં વાચ: સત્યમશીમહિ |

પશૂનાં રૂપમન્ન્સ્ય મયિ શ્રી : શ્રયતાં યશ: ॥ 10॥

કર્દમેન પ્રજાભૂતા મચિ સંભવ કર્દમ |

શ્રિયં વાસય મે કુલે માતરં પદ્મમાલિનીમ ॥ 11 ॥

આપ: સ્ત્રજંતુ સ્નિગ્ધાનિ ચિકલિત વસ મે ગૃહે |

નિ ચ દેવીં માતરં શ્રિયં વાસય મે કુલે ॥ 12 ॥

આદ્રાઁ પુષ્કરિણીં પુષ્ટિં પિંગલાં પદ્મમાલિનીમ |

ચન્દ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥ 13 ॥

આદ્રાઁ ય: કરિણીં યષ્ટિં સુવર્ણા હેમમાલિનીમ |

સૂર્યાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥ 14 ॥

તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ |

યસ્યાં હિરણ્યં પ્રભૂતં ગાવો દાસ્યોશ્વાન વિન્દેયં પુરુષાનહમ ॥ 15 ॥

ય: શુચિ: પ્રયતો ભૂત્વા જુહુયાદાજયમન્વહમ |

સૂક્તં પંચદશર્ચં ચ શ્રીકામ: સતતં જપેત ॥ 16 ॥

॥ ઇતી શ્રી સૂક્તમ સમાપ્તમ ॥


– આ પાઠનું દર શુક્રવારે 16 વાર પઠન કરવું. તેનાથી તમને તરત જ ફળ મળવા લાગશે. અને તમે ધીમે ધીમે આર્થિક મોકળાશ અનુભવશો. માતા લક્ષ્મી તમારી બધી જ પ્રાર્થના સફળ કરે તેવી પ્રાર્થના.


લેખન સંકલન : અશ્વિની ઠક્કર

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ