શુકનિયાળ – શુકન-અપશુકન જેવૂં કાંઇ હોય છે ખરું?

તે દોડી રહ્યો હતો. હાંફ શ્વાસ સાથે વધી રહી હતી. શરીરમાં હતુ તેટલુ જોર લગાડી ભાગી રહ્યો હતો. સુધબુધ ભાન ભુલાઇ ગયુ હતુ. હાથમાં રહેલો થેલો કયાંય પડી ગયો.

એકાએક રિક્ષા આવી તેમાં ચડી ગયો. આજે સવારે તે ખુબ જ ખુશ હતો. આજે તેને પ્રમોશન લેટર મળવાનો હતો. તેની ખુશીમાં રાત્રે ઉંઘ પણ નહોતી આવી. તે હમેંશાથી તેર તારીખને શુકનિયાળ માનતો હતો. તેને જોબ પણ તેર તારીખે જ મળી હતી. લગ્નતિથિ પણ તેર તારીખે જ હતી. આજે પણ તેરમી નવેમ્બર હતી. આજે દસ વર્ષની જોબ પછી તેને પ્રમોશન મળવાનુ હતુ. તે ખુશખુશાલ ઘરેથી નીકળ્યો હતો. પ્રમોશન તો મળી ગયુ પરંતુ મોબાઇલની એક રીંગે તેના હોશ ઉડાવી દીધા. કોઇને કહ્યા વિના ઓફિસે છોડી ભાગી નીકળ્યો. માત્ર વીસ મિનિટના અંતરે તેની ઓફિસ હતી પરંતુ આજે એક એક સેકન્ડ ભારે થઇ રહી હતી.

શુ થયુ હશે? તેના ધબકારા વધી ગયા હતા, “પપ્પા, મમ્મીને શોટ લાગ્યો છે” તેની નાની દીકરીના શબ્દો હજુ કાનમાં ગુંજી રહ્યા હતા. રીક્ષા ઉભી રહેતા તે કુદીને હાથમાં રહેલી સોની નોટ આપીને ભાગ્યો. લિફટ હોવા છતાંય સીડીના પગથિયા દોડી દોડી અથડાતા કુટાતા ચડવા લાગ્યો. ત્રીજા માટે 312 ફલેટ નંબર પર આસપાસના બધા લોકો એકઠા થઇ ગયા હતા. તેની પત્ની ઝંખનાને આસપાસના લોકો સાથે ખુબ જ સારા સંબંધ હતા. ભીડ જોઇ તેના મોતિયા મરી ગયા. જેમ તેમ કરીને તે રસ્તો કરતો ઘરમાં ગયો તો તેની વહાલસોયી પત્ની ઝંખના સોફા પર બેઠી હતી.

“હાર્દિક, આવી ગયા તમે? કયારનો ફોન લગાડતી હતી.” ફોન શોધવા ખિસ્સા તપાસ્યા તો ફોન તો ઓફિસે જ રહી ગયો હતો.

“આર. યુ ઓ.કે?”

“હા, થેન્ક ગોડ આજે હુ બચી ગઇ. મશીન ચાલુ કરતા જોરદારનો શોક વાગ્યો અને ત્યાં જ લાઇટ જતી રહી અને હુ બચી ગઇ. તે ખુબ જ ખુશ થઇ ગયો. આજે તેર તારીખ હતી તેનો શુકનિયાળ દિવસ!!!!!!!!!!!!!!!!!

લેખક – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા આજે જ લાઇક કરો અમારું ફેસબુક પેજ – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી