હસી હસીને પેટ દુખી જાય તેવુ છે ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’નુ આ ટ્રેલર, યુ ટ્યૂબ પર મચાવે છે ધૂમ

આયુષ્માન ખુરાનાની ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ના ટ્રેલરના આ સીન પર બનવા લાગ્યા છે મજેદાર મીમ્સ

image source

લોકોને ખડખડાટ હસાવી રહ્યા છે શુભ મંગલ જ્યાદા સાવધાનના આ મીમ્સ, તમે પણ જોઈ લો

આયુષ્માન ખુરાના હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક એવો એક્ટર છે જે સામાજીક સમસ્યાઓને રમૂજી રીતે દર્શાવે છે અને લોકોને યોગ્ય સંદેશ પહોંચાડે છે.અત્યારસુધીમાં આયુષ્માન ખુરાનાએ બધાઈ હો બધાઈ, આર્ટિકલ 15, ડ્રીમ ગર્લ, વિકિ ડોનર, શુભ મંગલ સાવધાન, બાલા, દમ લગાકે હૈશા વિગેરે ફિલ્મો કરી છે જેમાં કોઈને કોઈ સામાજીક સંદેશ આપવામા આવ્યો છે.

image source

ગઈ કાલે આયુષમાન ખુરાનાની આવનારી ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’નું ટ્રેલર લોંચ થઈ ગયું છે જેને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને આયુષ્માન ખુરાનાને તેની પાત્ર પસંદગી માટે લોકો બીરદાવી રહ્યા છે. બધાઈ હો બધાઈ બાદ ફરી એકવાર આયુષ્માન ખુરાના અને નીનાગુપ્તા એક સાથે જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં માનુરિશી ચડ્ઢા, જિતેન્દ્ર કુમાર, સુનીતા રાજવાર, માનવી ગંગરુ, પંખુડી અવસ્થી તેમજ નીરજ સિંહ પણ જોવામાં આવશે.

image source

આ ફિલ્મનું ટ્રેલર ખાસ કરીને તેના વિષયને લઈને વધારે ચર્ચામાં છે. પણ તેના એક સીનના તરત જ સોશિયલ મિડિયા પર મીમ્સ બનવા લાગ્યા છે. આ સીન ટ્રેલરની શરૂઆતમાં આવે છે જેમાં આયુષ્માનની સાથે બેઠેલો વ્યક્તિ તેને પુછે છે કે તે ગે બનવાનું ક્યારે નક્કી કર્યું.

ત્યાર બાદ તે પુછે છે કે શું તારા મમ્મી પપ્પાને તેની ખબર છે. બસ આ જ સીનને લોકો અલગ અલગ ડાયલોગ સાથે મીમ્સ બનાવીને મજા લૂંટી રહ્યા છે. ચાલો તમને બતાવીએ તેના કેટલાક મીમ્સ

image source

આ ટ્વીટર અકાઉન્ટ પર એક મિમ શેર કરવામા આવ્યું છે જેમાં લખ્યું છે ‘જ્યારે હું પરિક્ષામાં નાપાસ થાઉં છું’ ત્યારે મારા માનીતા અંકલ મારું રીપોર્ટ કાર્ડ સાઇન કરે છે. #ShubhMangalZyadaSaavdhan. જુઓ આ તસ્વીર.

તો વળી બીજા એક ટ્વીટર હોલ્ડરે કંઈક આ રીતે મીમ્ બનાવ્યું છે. સીન તે જ છે. પણ સ્થિતિ કંઈક આમ દર્શાવી છે, ‘જ્યારે તમારો મિત્ર ટીકટોક વિડિયો બનાવતો હોય.’

ફિલ્મમાં આયુષ્માન ગેની ભૂમિકા નિભાવી રહ્યો છે

ફિલ્મના ટ્રેલર પરથી લોકોને તેનો વિષય તો ખ્યાલ આવી જ ગયો છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાને ગે બતાવવામાં આવ્યો છે. તે ફિલ્મમાં કાર્તિકનું પાત્ર ભજવી રહ્યો છે અને તેના સાથીના પાત્રનું નામ છે અમન. તે બન્ને મનોમન એકબીજાને ચાહે છે.

image source

કાર્તિક પોતાના કુટુંબને પોતાના અને અમનના સંબંધ વિષે જણાવી દે છે. ત્યાર બાદ વાર્તામાં ટ્વિસ્ટ આવે છે કારણ કે અમનના લગ્ન તો નક્કી કરી દેવામા આવે છે. પણ કાર્તિક કોઈ સંજોગોમાં તેવું થવા દેવા નથી માનતો. છેવટે તે અમનને આ સંબંધ માટે મનાવી લે છે અને તે બન્ને અમનના કુટુંબીજનોને મનાવવા પ્રયાસ કરી રહ્યા છે.

લોકો ફિલ્મના ટ્રેલરને જોઈને તેના રિલિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ફિલ્મનો વિષય ચોક્કસ હિન્દી સિનેમાં માટે નવો છે. આયુષ્માનને તેમાં ગે બતાવવામા આવ્યો છે. અને તેને તેના પુરુષ મિત્રને લીપકીસ કરતો પણ દર્શાવવામાં આવ્યો છે. અને આ જોઈને દર્શકો ચોંકી ગયા છે અને તેમનો ફિલ્મ જોવામાં રસ જાગ્યો છે અને લોકો ફિલ્મના રિલિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

image source

આ સીન પર આયુષ્માનને મળી રહી છે શાબાશી

ઉપર જણાવ્યું તેમ આ ફિલ્મમાં આયુષ્માને પોતાના પુરુષ સાથી મિત્રને કે જેને તે પ્રેમ કરે છે તેને લીપ કિસ કરતો બતાવવામાં આવ્યો છે અને આ સિનથી તેના ફેન્સ ઘણા પ્રભાવિત થયા છે.

image source

એક ફેને તેના માટે લખ્યું છે, ‘આયુષ્માન પાછો આવી ગયો છે – એક બીજા આયુષ્માન જેનર સાથે, ટ્રેલર ખૂબ સરસ છે.’ કેટલાકે તેને આ કીસ સીન માટે ‘વાહ આયુષ્માન વાહ, દિલ લઈ ગયો’ લખ્યું છે તો કેટલાક તેના આ સીનથી સ્તબ્ધ રહી ગયા છે.

લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે ડાયલોગ્સ

image source

ફિલ્મના ટ્રેલરમાં દર્શકોને આયુષ્માનના કેટલાક ડાયલોગ ખૂબ પસંદ આવી રહ્યા છે જેમાંનો એક છે ‘સુહાગ રાત સે તેરા રોડીઝ શુરુ હોગા, કર પાયેગા ટાસ્ક. બનેગા રોડી ??’ લોકોને આ ડાયલોગ ખૂબ પસંદ આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે શુભ મંગલ જ્યાદા સાવધાનના ડીરેક્ટર છે હિતેશ કેવાલ્ય અને તેના પ્રોડ્યુસર છે આનંદ એરલ રાય, ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને હિમાંશુ શર્મા. સંગીત અને ગીતની વાત કરીએ તો તે તનિષ્ક અને વાયુના છે.

image source

આયુષ્માને પોતાની ખાસિયત પ્રમાણે ફરી એકવાર નવો ચીલો ચાતરવાનું નક્કી કર્યું છે અને આ વખતે તે સમલૈંગિક પ્રેમના વિષને લઈને આવી રહ્યો છે. એક ફેને ટ્વીટ કરીને લખ્યું છે કે જ્યારે સ્ક્રીપ્ટ પસંદ કરવાની વાત આવે છે ત્યારે આયુષ્માન જીનીયસ બની જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ