શું તમને ગેસની સગડી સાફ કરવામાં કંટાળો આવે છે ? તો આ માહિતી તમારા માટે જ છે…

કોઈપણ ઘરમાં રસોડું એક મહત્ત્વનું સ્થાન હોય છે. ખાસ કરીને ગૃહિણી માટે. તેણી પોતાનો મોટાભાગનો સમય રસોડામાં જ પસાર કરે છે. અને તેને જતનથી સ્વચ્છ તેમજ વ્યવસ્થિત પણ રાખે છે. અને ત્યાં ભોજન બનતું હોવાથી તે સ્વચ્છ હોવું પણ ખુબ જ આવશ્યક છે. પણ ક્યારેક તેને આપણી ઇચ્છા છતાં સ્વચ્છ નથી રાખી શકતા ખાસ કરીને ગેસની સગડી.


અને ગેસની સગડી એ રસોડાનું ઘરેણું હોય છે અને જો તે જ સ્વચ્છ ચમકદાર ન હોય તો રસોડામાં જવાનું મન નથી થતું અને જો કોઈ મહેમાન આવે તો તો પુછવું જ શું. તમારી આ જ સમસ્યાને દૂર કરવા માટે અમે આ લેખમાં ગેસ સ્ટવ સાફ કરવા માટેની ખાસ ટીપ્સ લઈને આવ્યા છીએ. તેને ફોલો કરતાં જ તમારો ગેસ સ્ટવ શાઇન કરવા લાગશે.

ગ્રેટ્સ (એટલે કે ગેસના બર્નર પર મુકવામાં આવી જાળી) ની સફાઈ


જ્યારે તમે રસોઈ કરતાં હોવ અને કંઈ વસ્તુ ઉભરાઈ ગઈ હોય અથવા ઢોળાઈ ગઈ હોય તો તે આ જાળી પર જામી જાય છે અને તેને જો નિયમિત રીતે સાફ કરવામાં ન આ તો એક જાડું લેયર આ ચીકણી ગંદકીનું તેના પર જામી જાય છે. અને તેને કાઢવું ખુબ મુશ્કેલ થઈ જાય છે. માટે પ્રથમ સલાહ એ છે કે તમે તેને નિયમિત રોજ સાફ કરો જેથી કરીને તે ગંદકી જામી ન જાય.


તેને સાફ કરવા માટે પા કપ એમેનિયા લઈ તેને આ જાળી ડુબે તેટલા પાણીમાં મિક્સ કરી લેવું અને તેમાં થોડા કલાક માટે આ જાળી પલાળી રાખવી. આમ કરવાથી તેના પર જામી ગયેલો ચીકણો પદાર્થ દૂર થઈ જશે. ત્યાર બાદ તમે તેને કીચન સોપથી સાફ કરી પાણીથી ધોઈ લો. એમોનિયાથી જાળી પર જામેલો કચરો તો નીકળી જશે પણ સાથે સાથે તે ચમકવા પણ લાગશે.

સ્ટવ એટલે કે ગેસની સગડીની સફાઈ


ગેસને શાઇની બનાવવા માટે તમારે ગેસ પર બેકિંગ પાવડર છાંટી દેવો અને તેના પર ગરમ પાણી છાંટી લેવું અને તેને બરાબર કોઈ સ્ક્રબ વડે ફેલાવી દેવું. તેને તેમ અરધો કલાક રાખી મુકવું. ત્યાર બાદ તેને બરાબર ઘસી નાખવું અને પાણી કે પછી ભીના પોતાથી સાફ કરી લેવું. આ રીતે સાફ કરવાથી દરેક પ્રકારની ચીકાશ દૂર થઈ જશે અને ગેસ સ્ટવ નવા જેવો ચમકવા લાગશે.

બર્નરની સફાઈ


બર્નરની સફાઈ નિયમિત કરવી જરૂરી છે. તેમ કરવાથી તેમાંથી એકધારો ગેસ બહાર નીકળી શકશે અને તમને દરેક બાજુથી સમાન ફ્લેમ મળશે. જેથી રસોઈ પણ યોગ્ય રીતે રાંધી શકાશે. અવારનવાર રસોઈ કરવાથી બર્નરમાં અનેક પ્રકારના કચરા ભરાઈ જાય છે જેને નિયમિત સાફ કરવું જરુરી છે.


બર્નરને કાઢી તેના દરેક કાણાને પાતળા તાર કે પછી ગેસ સાફ કરવાનો પાતળો તાર આવે છે તે અથવા તો સેફ્ટીપીનથી કાણા સાફ કરી લો. ત્યાર બાદ બેકીંગ સોડા અને પાણીની એક પેસ્ટ બનાવી તેને જૂના નક્કામાં ટૂથપેસ્ટથી બર્નર પર લગાવવી. તેને હળવા હાથે ઘસી પાણીથી ધોઈ લેવું. બર્નર સાફ થઈ જશે અને તેમાંથી પૂરતી ફ્લેમ પણ બહાર આવવા લાગશે અને ગેસનો વેસ્ટ પણ નહીં થાય.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ટીપ્સ મેળવવા માંગો છો તો લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ