શું તમે ટીવી ખરીદવા માગો છો પણ કન્ફ્યુઝ છો કે કેવું ટીવી લેવું ?

શું તમે ટીવી ખરીદવા માગો છો પણ કન્ફ્યુઝ છો કે કેવું ટીવી લેવું ?

આજે 6-6 મહિને ટેક્નેલોજી બદલાતી રહે છે. દર છ મહિનામાં તો તમારો ફોન કે તમારું પીસી કે પછી તમારું ટીવી કે પછી તમારું લેપટોપ જૂનું થઈ જાય છે. કારણ કે ખુબ જ ટુંકા ગાળામાં ટેક્નોલોજી વધારે ડેવલપ થઈ જાય છે અને તેની સાથે સાથે જ આ બધા ઇલેક્ટ્રીક ઉપકરણો પણ અપગ્રેડ થતા રહે છે. માટે જ આજે વર્ષો જૂનું ફ્રિઝ સારું ચાલતું હોવા છતાં આપણે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે નવું ફ્રીઝ ખરીદી લઈએ છીએ. તેવી જ રીતે જુનું ટીવી પણ સારું ચાલતું હોવા છતાં વધારે સગવડ તેમજ ટેક્નોલોજી માટે આપણે નવું ટીવી પણ ખરીદી લઈએ છીએ.


અને તેમાં કોઈ જ બે મત નથી કે જુના કરતાં નવું એક સ્ટેપ આગળ જ હોય છે અને વધારે સગવડભર્યું પણ હોય છે.

આજની આ પોસ્ટ અમે નવું ટીવી ખરીદતી વખતે વ્યક્તિના મનમાં જે પ્રશ્નો ઉભા થાય છે તેમજ તેની સાથે સાથે જે શંકાઓ ઉભી થતી હોય છે તેના સોલ્યુશનના રૂપે લાવ્યા છે.


એવું નથી હોતું કે ટીવી ખરીદનારને ઇલેક્ટ્રોનિક કે આધુનિક ટેક્નોલોજીની જાણ હોય જ. અને ઘણા ઓછા લોકે તે બાબતોનું જ્ઞાન ધરાવતા હોય છે બાકી તો સામાન્ય માણસો જ હોય છે. જેને સેલ્સમેન જે સમજાવે તે જ સમજી લેવાનું હોય છે. પણ આજની આ પેસ્ટમાં અમે તમને જણાવીશું કે ટીવી ખરીદતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને શા માટે ધ્યાનમાં રાખવી. અને ત્યાર બાદ તમે જે ટીવી પર પસંદગી ઉતારો તે તમારે લેવું.

કેટલા ઇંચનું ટીવી લેવું ?


સૌ પ્રથમ તો તમારે એ નક્કી કરવું કે તમારે ટીવી કેટલું મોટું લેવું છે ? એટલે કે કેટલા ઇંચનું લેવું છે ? તો તેના માટે પહેલાં તો તમારે એ વિચારવાનું છે કે તમે ટીવી મુકવાના ક્યાં છો. જો મોટો રૂમ હોય તો તમારે મોટું ટીવી લેવું જોઈએ અને નાનો રૂમ હોય તો તમારે નાનું ટીવી લેવું જોઈએ. કારણ કે તમે જેટલું મોટું ટીવી લેશો તેટલું તમારે તેનાથી દૂર બેસવું પડશે અને જેટલું નાનું ટીવી લેશો તેટલું તમારે તેની નજીક બેસવું પડશે.


તમારે ટીવીથી કેટલા દૂર બેસવું તેનું પણ વૈશ્વિક સ્તરે એક માપ છે. જેમાં તમારે તમે જેટલા ઇંચનું ટીવી લેવાના છો તેને તમારે 1.5 સાથે ગુણી લેવું અને જે જવાબ આવે તેટલું તમારે દૂર બેસવું. જેમ કે તમે 32 ઇંચનું ટીવી લેવાના હોવ તો તમારે 32×1.5 ઇંચ એટલે કે 48 ઇંચ જેટલું ટીવીથી દૂર બેસવું. આમ જેમ જેમ ટીવી મોટું થતું જશે તેમ તેમ તમારા અને ટીવી વચ્ચેનું અંતર વધતું જશે. જો કે ભારતમાં આવા નિયમને કોઈ જ નહીં માને.
અહીં તો માત્ર પોતાના ખીસ્સા સામે જોવાનું છે અને તે પ્રમાણે ટીવી ખરીદવાનું છે. ટુંકમાં એક બજેટને ધ્યાનમાં રાખીને ટીવીની ખરીદી કરવાની છે.
કેટલા રીઝોલ્યુશનનું ટીવી લેવું ?

ટીવીની સાઇઝ નક્કી થઈ ગયા બાદ તેના રીઝોલ્યુશનને ધ્યાનમાં રાખવું. આજે માર્કેટમાં HD રેડી ફૂલ HD, 4K વિગેરે વિગેરે રિઝોલ્યુશન ધરાવતા ટીવી ઉપલબ્ધ છે. તો તમને હવે પ્રશ્ન એ થતો હશે કે આ વળી શું હશે. તો તમે ફોન વાપરતા હશો અને તેના પિક્સલ વિષે જાણતા હશો.


આપણને ટીવી પર કે પછી કંપ્યુટર પર કે પછી મોબાઈલ પર કોઈ મુવી જોતા હોઈએ કે કોઈ સોંગ જોતા હોઈએ ટુંકમાં કોઈ વિડિયો જોતા હોઈએ તો તે કંઈ સીધે સીધી વિડિયો નથી હોતી એટલે કે જેમ આપણે આપણી નરી આંખે જે હલનચલન જોઈએ છીએ તે નથી હોતું. પણ વિડિયોમાં સેંકડો ચિત્રોને ફટાફટ ફેરવીને આપણને બતાવવામાં આવે છે અને તેને આપણે મુવી કહીએ છીએ. તો આ જે ચિત્રો છે તેને આપણને બતાવવાની સ્પિડ હોય છે તે એક સેકેન્ડમાં 25થી માંડીને 60થી પણ વધારે હોઈ શકે છે અને આ રીતે આપણે આપણા ડીવાઇઝ પર વિડિયો જોઈ શકીએ છીએ. તો આ જે એક ઇમેજ એટલે કે ચિત્ર છે તે હજારો લાખો પિક્સલ એટલે કે બિંદુઓનું બનેલું હોય છે. અને એક પિક્ચરમાં એટલે કે એક ઇમેજમાં જેટલા પિક્સલ એટલે કે બિંદુઓ વધારે તેટલું જ ક્લીયર પીક્ચર તમને જોવા મળશે. અને આ જ પિક્સલને રીઝોલ્યુશન કહેવામાં આવે છે.


એચડી રેડી રીઝોલ્યુશન ધરાવતું ટીવી – એનો અર્થ એમ થાય કે તેમાં હોરિઝોન્ટલી એટલે કે આડી લાઇનમાં 1280 પિક્સલનો સમાવેશ થાય છે અને વર્ટીકલી એટલે કે ઉભી લાઈનમાં 720 પિક્સલનો સમાવેશ થાય છે. આમ તમારું રિઝોલ્યુશન આવશે 1280X720 રિઝોલ્યુશન. એટલે કે જો તમે તમારા 7 ઇઁચના 1280X720 રિઝોલ્યુશન સ્ક્રીન ધરાવતા મોબાઈલ પર આ રિઝોલ્યુશન વાળી વિડિયો જોશો તો તેમાં પિક્સલ દબાઈ જશે કારણ કે તમારા સ્ક્રીનની સાઇઝ નાની છે અને માટે પિક્ચર એકદમ ક્લિયર જોવા મળશે. પણ આ જ રિઝોલ્યુશન વાળી વિડિયો તમે તમારા 32 ઇંચના ટીવી પર જોશો તો તમને બધું જાંખુ દેખાશે. અને તમે સ્ક્રીનની નજીક જઈને જોશો તો તમને પીક્સલ એટલે કે બીંદુઓ દેખાશે.

આમ તમે ટીવી મોટું લેશો પણ તેનું રીઝોલ્યુશન ઓછું હશે તો તમને ક્લિયર પિક્ચર નહીં દેખાય પણ તેના પિક્સલ એટલે કે બીંદુઓ દેખાશે. માટે તમારા ટીવી માટે તમારે કેવું રિઝોલ્યુશન જોઈએ છે તે નક્કી કરવું પણ અગત્યનું છે.


HD રેડી ટીવી આજે આઉટ ડેટેડ થઈ ગયું છે. માર્કેટમાં પણ હવે તેનું ખાસ વેચાણ નથી થતું. કારણ કે આજે તો ફોન પણ હાઇ રીઝોલ્યુશન વાળા આવવા લાગ્યા છે તો પછી મોટું ટીવી ઓછા રીઝોલ્યુશન વાળુ તો કેવી રીતે ચાલી શકે છે.

ફૂલ HD ટીવી –

ફૂલ એચડી ટીવીમાં તમને હાઈ રીઝોલ્યુશન મળશે. તેમાં તમને 1920X1080 પિક્સલ્સનું રિઝોલ્યુશન મળશે. જે એચડી રેડીની સરખામણીએ ક્યાંય વધારે છે. અને માટે જ તેમાં ક્લેરીટી પણ વધારે હોય છે. દા.ત. તમે 1280X720 રિઝોલ્યુશનવાળુ 32 ઇંચનું એચડી રેડી ટીવી જુઓ અને તેની સામે 1920X1080 પિક્સલ્સનું રિઝોલ્યુશનવાળુ 32 ઇંચનું ફુલ એચડી ટીવી જોશો તો તેની ક્લેરીટી તમને સ્પષ્ટ દેખાઈ આવશે કારણ કે તેમાં સ્ક્રીનની સાઇઝ તો તેની તે જ છે પણ તેમાં પીક્સલનું પ્રમાણ વધી ગયું છે અને માટે જ તેની ક્લેરીટીમાં પણ ઘણો ફરક જોવા મળે છે.

માટે તમારે એચડી રેડી ટીવી તો લેવું જ નહીં. કારણ કે ટેક્નોલોજી ઘણી બધી આગળ વધી ગઈ છે આજે 4કે સુધીનું રીઝોલ્યુશન ધરાવતું ટીવી પણ ઉપલબ્ધ છે. માટે એચડી રેડીવાળું ટીવી ન લેવું.

અને આજનું બધું જ વિડિયો રેકોર્ડીંગ હાઈડેફીનેશનમાં થાય છે પણ જો તમારું ટીવી જ હાઈડેફીનેશન વાળુ નહીં હોય તો તમને ક્લીયર પીક્ચર નહીં મળે અને ટીવી જોવાની મજા પણ નહીં આવે.

માટે નાની-મોટી ગમે તે સાઇઝનું ટીવી લો પણ એચડી જ લો. અને જો સારું બજેટ હોય તો 4K એચડી ટીવી જ લો.

હવે તમારે રીફ્રેશ રેટ જોવાનો છે.


તો આ રીફ્રેશ રેટ શું છે ? જેમ તમને આગળ જણાવવામાં આવ્યું તેમ વિડિયો કેટલીએ ફ્રેમની બનેલી હોય છે. એક સેકન્ડમાં તમને 25 ફ્રેમથી પણ વધારે ફ્રેમ બતાવવામાં આવે છે ત્યારે જઈને વિડિયો બનતી હોય છે. એટલે કે એક સેકેન્ડમાં વધારેમાં વધારે ફ્રેમ જે ટીવી બતાવી શકે તેનો રીફ્રેશ રેટ સારો હોય છે. બજારમાં મીનીમમ 60 હર્ટ્ઝનાં રીફ્રેશરેટવાળા ટીવીથી માંડીને 600 હર્ટ્ઝ સુધીના ટીવી ઉપલબ્ધ છે.

અહીં તમારે મીનીમમ 60 હર્ટ્ઝ રીફ્રેશરેટ ધરાવતું ટીવી તો લેવું જ.

ટીવીના પ્રકારો

એલસીડી ટીવી (લિક્વિડ ક્રીસ્ટલ ડીસ્પ્લે)- અને એલઈડી

એલસીડીમાં જે ક્રીસ્ટલનો ઉપયોગ કરવામાં આવે છે તે સીએફએલ લાઇટનો હોય છે.

એલઈડીની સીસ્ટમ તો એલસીડી જેવી જ હોય છે પણ અહીં સીએફએલ લાઇટની જગ્યાએ એલઈડીનો ઉપયોગ કરવામાં આવે છે તેનો મુખ્ય ફાયદો એ છે કે તેનાથી પાવર ઓછો વપરાય છે. માટે જ હવે પોતાના ઘરમાં સીએફએલ લાઇટ્સની જગ્યાએ એલઈડી લાઇટ્સનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે કારણ કે તેના કારણે વીજળીની બચત થાય છે.

ક્યુ એલઈડી


ઓએલઈડી ટીવી (ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોટ) આ પ્રકારના ટીવીમાં દરેક પિક્સલ પર એલીડી લગાવી દેવામાં આવે છે. એટલે પિક્ચર ઓર વધારે ક્લિયર બની જાય છે.

ધારો કે તમારું એલઈડી ટીવી 1920X1080 પિક્સલ ધરાવતું હોય તો અહીં તેટલી જ એલઈડી લગાવવામાં આવે છે. અને તેના કારણે ટીવીની કોસ્ટ વધી જાય છે. ચોક્કસ તેનું રીઝલ્ટ અદ્ભુત હોય છે. તેને સૌથી વધારે મોંઘા ટીવી માનવામાં આવે છે.

માટે જેટલા બજેટ ટીવી બજારમાં ઉપલબ્ધ છે તે બધા જ એલઈડી જ આવે છે.

કોન્ટ્રાક્સ્ટ રેશિયો કેટલો છે તે જોવું.

કોન્ટ્રાસ્ટ રેશિયો એટલે કે તમારા ટીવીમાં કાળુ કેટલું કાળુ દેખાય છે અને ધોળું કેટલું ધોળું દેખાય છે. ઘણા બધા ટીવીમાં કાળો કલર ગ્રે દેખાતો હોય છે અને ધોળો કલર સહેજ પીળાશ પડતો દેખાય છે તો તે યોગ્ય નથી. આમ કોન્ટ્રાસ્ટ રેશિયોથી કલરની ક્લેરીટી કેટલી છે તેનો ખ્યાલ આવશે. અને ટીવીના સ્ક્રીન પર કાળો કલર જેટલો કાળો દેખાય તેટલી તેની ક્લેરીટી વધારે છે તે સમજવું.

ઇનપૂટ પોર્ટ ખાસ જોવા


મિનિમમ 2 એચડી પોર્ટ તો ટીવીમાં હોવા જ જોઈએ. કારણ કે એક તો તમારા સેટટોપ બોક્ષનો એચડીએમઆઈ તેમાં લાગેલો જ રહેશે. પણ બીજું પણ કંઈક લગાવવું હોય તો તમારે વારે ઘડીયે સેટટોપ બોક્ષનો વાયર કાઢવો પડશે અને બીજો વાયર લગાવવો પડશે. માટે ઓછામાં ઓછા બે એચડી પોર્ટ તો ટીવીમાં હોવા જ જોઈએ. તેવી જ રીતે બે યુએસબી પોર્ટ પણ હોવા જ જોઈએ. માટે આ ચાર પોર્ટ તો ઓછામાં ઓછા લેવા જ જોઈએ.

એડીશનલ ફિચર્સ

કર્વ્ડ ટીવી કે ફ્લેટ ટીવી. તો કર્વ્ડ ટીવી જેવું બજારમાં આવ્યું હતું તેવું જ ગાયબ થઈ ગયું. કારણ કે ફ્લેટ ટીવીની ઘણી બધી સગવડો હોય છે તેને તમે દીવાલ પર હેંગ કરી શકો છો. પણ કર્વ્ડ ટીવીને તમારે યોગ્ય જગ્યા પર મુકવુ પડે છે.

થ્રીડી ટીવી નોન થ્રીડી ટીવી અહીં પણ થ્રીડી ટીવી બજારમાંથી ગાયબ થઈ ગયા છે. કારણ કે તેમાં કેટલીક સ્પેશિયલ વસ્તુઓની જરૂર પડતી. તેના સ્પેશિયલ ચશ્મા તેમજ તેનું થ્રીડી કન્ટેન્ટ. પણ સામાન્ય રીતે બધું જ કન્ટેન્ટ ટુડીમાં જ હોય છે. માટે તમારે થ્રીડી ટીવી લેવાની કોઈ જરૂર નથી. તેમ છતાં તમારે લેવું હોય તો તે પણ બજારમાં ઉપલબ્ધ હોય છે.

સ્માર્ટ ટીવી – નોન સ્માર્ટ ટીવી


આ બન્ને વચ્ચે 6-10 હજાર રૂપિયાનો ફરક હોય છે. સ્માર્ટ ટીવી મોંઘુ હોય છે. તેને તમારા મોબાઈલની જેમ યુઝ કરી શકો છો. તે એક ઓનલાઈન ટીવી થઈ જશે. એટલે કે જો તમને તમારા સેટટોપ બોક્ષ પર આવતી સીરીયલ કે મુવી કે કોઈ પ્રોગ્રામ ન જોવા હોય તો તમે ઓન લાઈન જઈ તમારો મનગમતો પ્રોગ્રામ જોઈ શકો છો અરે તમે તેના પર ગુગલ પણ સર્ફ કરી શકો છો. કારણ કે તેના પર વાઈફાઈની વ્યવસ્થા ઉમેરવામાં આવી હોય છે.
પણ અહીં બજારમાં સેમી સ્માર્ટ ટીવી પણ ઉપલબ્ધ હોય છે. જેની ચુંગાલમાં તમારે ક્યારેય ફસાવું જોઈએ નહીં. કારણ કે આવા ટીવીમાં વાઈફાઈની વ્યવસ્થા નથી હોતી તેની સાથે તમારે નેટવર્કને વાયર થ્રૂ કનેક્ટ કરવું પડે છે જેમાં ઘણી બધી મગજમારીઓ થતી હોય છે. માટે તે ન લેવું.

પણ ઉપર જણાવ્યું તે પ્રમાણે સ્માર્ટ ટીવી અને નોન સ્માર્ટ ટીવી વચ્ચે 5-10 હજારનો ફરક હોય છે. પણ તમારે તેટલા બધા રૂપિયા ખર્ચવાની જરૂર નથી કારણ કે બજારમાં એમેઝોનની ફાયર સ્ટીક પણ ઉપલબ્ધ છે અને ગુગલનું ક્રોમકાસ્ટ પણ આવે છે. આ સ્ટીકને તમારા ટીવી સાથે એટેચ કરી દેવામાં આવે તો તે તમારા ટીવીને સ્માર્ટ બનાવી દે છે. આ સ્ટીકમાં એનરોઈડ આવી જાય છે અને તમે એનરોઈડની બધી જ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકો છો.

માટે તમે સ્માર્ટ ટીવી પણ લઈ શકો છો અને સ્ટીક લગાવીને તેને સ્માર્ટ પણ બનાવી શકો છો. પણ આ સ્માર્ટ ટીવીનો ફાયદો ત્યારે થશે જ્યારે તમારી પાસે સારી સ્પીડનું ઇન્ટરનેટ હશે. ટીવી પર ઇન્ટરનેટનો ઉપોયોગ કરવા માટે મિનિમમ સ્પિડ 4 MPSની તો હોવી જ જોઈએ. આ ઉપરાંત તમારે જો નેટફ્લિક્સ, એમેઝોન, હોટસ્ટાર વિગેરેની વેબસીરીઝ જોવી હોય તો દરેકની મંથલી ફી ભરવી પડે છે જે મિનિમમ ત્રણસો રૂપિયાથી શરૂ થાય છે. આમ તમારે વધારાના ખર્ચાની તૈયારી રાખવી પડે છે. અને ઇન્ટરનેટ ડેટાનો મંથલી ચાર્જ તો ખરો જ.

કઈ કંપનીનો ટીવી લેવો ?


માર્કેટમાં ઘણી બધી કંપનીઓ છે જે તમને વિવિધ જાતની ઓફર્સ તેમજ કોન્ફીગરેશન આપશે.

બજેટ ટીવીમાં વીયુ, એમઆઈ, ટીસીએલ આ બધા બજેટ બ્રાન્ડ છે. તે તમને સારા કોન્ફીગરેશન સારા ભાવમાં ઉપલબ્ધ કરાવશે. પણ એ યાદ રાખવું કે આ બધી જ બજેટ બ્રાન્ડ છે તેમાં કોન્ફીગરેશન બધા જ હશે પણ તેની ક્લેરીટી બ્રાન્ડેડ ટીવી જેવી નહીં હોય. જો તમારું બજેટ સારું હોય તો તમારે બ્રાન્ડેડ ટીવી જ લેવું જોઈએ. કારણ કે તેની માર્કેટમાં રેપ્યુટેશન છે. તેઓ કંઈ પણ તમારા ટીવીમાં ખરાબ થયું હશે તો તરત જ તેના સર્વિસસ્ટેશનેથી માણસ આવીને ઠીક કરી આપશે અને જો વોરન્ટી પિરિયડમાં હશે તો આખું ટીવી પણ બદલી આપશે.

આમ ટીવી ખરીદતી વખતે જેટલા પણ મહત્ત્વના મુદ્દાઓ વિષે વિચારવાનું છે તપાસ કરવાની છે તે બધા જ અહીં આ પોસ્ટમાં આવરી લેવામાં આવ્યા છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ