શું તમે પ્લાસ્ટિક નહીં વાપરવાના ચક્કરમાં પેપર સ્ટ્રોનો ઉપયોગ કરો છો ? તો ચેતી જાઓ !

આજે કુદરતી વ્યવસ્થા પર માણસની આધુનિકતાએ અસર કરી છે જેની અસર પૃથ્વીના કુદરતી સંતુલન પર પડી રહી છે. અને તેને બચાવવા માટે વિવિધ જાતની સંસ્થાઓ તેમજ સરકારો દ્વારા વિવિધ પ્રકારના અભિયાનો ચલાવવામાં આવે છે.

અને આવા જ પૃથ્વી બચાવવાના અભિયાનના ભાગ રૂપે જ વિશ્વની ઘણી બધી જગ્યાઓએ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પણે અથવા તો અમુક હદે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. અને તેની જગ્યાએ અન્ય વિકલ્પો જેમ કે પેપર બેગ, કપડાની થેલીઓ, પેપર ડીશ, પેપર કપ તેમજ પેપર સ્ટ્રો વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે.

આપણે અહીં ગુજરાતમાં પણ ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં પ્લાસ્ટિકની સ્ટ્રો નહીં પણ પેપર સ્ટ્રો આપવામાં આવે છે ખાસ કરીને શેરડીના કેટલાક ઠેલાઓ પર પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખરેખર પર્યાવરણને બચાવવા જતાં તમે તમારા શરીરને તો નુકસાન નથી પહોંચાડી રહ્યા ને !

હા, પ્લાસ્ટિકની સ્ટ્રો કરતાં કાગળની સ્ટ્રો તમારા શરીર માટે વધારે હાનીકારક છે. આપણે અહીયા તો હજુ થોડા વર્ષોથી જ પેપર સ્ટ્રોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વાસ્તવમાં પેપર સ્ટ્રોની શોધ 1888માં અમેરિકામાં થયેલી છે. અમેરિકામાં શરૂ શરૂમાં પેપર સ્ટ્રોને ખુબ જ આવકારવામાં આવી પણ ધીમે ધીમે તેનાથી થતાં નુકસાનો સામે આવવા લાગ્યા અને લોકોએ પેપર સ્ટ્રો વાપરવાનું બંધ કરી દીધું. અને તેની જગ્યાએ પ્લાસ્ટિકની સ્ટ્રો વાપરવાની શરૂ કરવામાં આવી.

તો પછી શા માટે પેપર સ્ટ્રોને પ્રમોટ કરવામાં આવે છે ? પેપર સ્ટ્રોને ઇકો ફ્રેન્ડલી માનવામાં આવે છે કારણ કે કાગળમાંથી બનેલી વસ્તુઓ માત્ર 4-6 અઠવાડિયામાં જ ડીકમ્પોઝ થઈ શકે છે. તો પછી પેપર સ્ટ્રો માણસો માટે ખતરારૂપ કેમ છે ?

ઉપર જણાવ્યું તેમ અને તેના નામ પ્રમાણે પેપર સ્ટ્રો કાગળમાંથી બનાવવામાં આવે છે અને કાગળને લાકડામાંથી બનાવવામાં આવે છે. ત્યાં સુધી બધું બરાબર છે પણ તેને આકર્ષક બનાવવા માટે તેમાં વિવિધ જાતના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે હવે આ રંગો કંઈ ફુડ કલર કે પછી ખાવાલાયક કલર તો હોતા નથી. પણ કેમીકલ વાળા રંગો હોય છે. અને કોઈપણ પ્રવાહીને આ કાગળમાંથી બનેલી સ્ટ્રો દ્વારા પીવાથી તે ભીની થઈને તેના કેમીકલ તમારા પેટમાં જાય છે. જે દેખીતી રીતે જતમારા શરીરને નુકસાનકારક હોય છે.

તો પછી તમારે શું કરવું ? જો તમે સાચે જ પર્યાવરણ પ્રેમી હોવ તો પેપર કે પ્લાસ્ટિકની સ્ટ્રોની જગ્યાએ તમે મેટલની સ્ટ્રો અથવા વાંસની સ્ટ્રોનો ઉપયોગ કરી શકો છો જો કે મેટલની સ્ટ્રો કંઈ વાપરીને ફેંકી દેવાય તેવી નથી હોતી તેનો વારંવાર વપરાશ થતો હશે અને તેના નાના કાણાના કારણે તેની સફાઈ નહીં થઈ શકતી હોય. પણ જો તેને વાપરીને ફેંકી દેવામાં આવતી હોય તો તેનો ઉપયોગ કરી શકાય તેમ છતાં તેને ઉપયોગમાં લેતા પહેલાં ચેક કરી લેવી જોઈએ.

પણ વાંસમાંથી બનેલી સંપૂર્ણ કુદરતી સામગ્રીથી બનાવવામાં આવેલી સ્ટ્રો તમારા શરીરને જરા પણ નુકસાન નહીં પહોંચાડે તેનો ઉપયોગ તમે નિશ્ચિંત પણે કરી શકો છો.

આ ઉપરાંત પર્યાવરણને નુકસાનની દ્રશ્ટિએ જોઈએ તો પણ પેપર સ્ટ્રો પર્યાવરણ માટે ઉત્તમ છે એંવું ન કહી શકાય કારણ કે પ્લાસ્ટીકની સ્ટ્રોના ઉત્પાદન કરતાં પેપર સ્ટ્રોના ઉત્પાદનમાં વધારે સાધનોનો ઉપયોગ થાય છે તેની પ્રક્રિયા પણ વધારે લાંબી હોય છે પ્લાસ્ટિકની સરખામણીએ તેના ઉત્પાદન દરમિયાન હવામાં વધારે પ્રમાણમાં ગ્રીનહાઉસ ગેસ ફેલાય છે જે આડકતરી રીતે પેપર સ્ટ્રોને પણ પર્યાવરણ માટે નુકસાનકારક જ સાબિત કરે છે.

માટે સ્ટ્રોનો ઉપયોગ સમજી વિચારીને કરો અને જો તમને ચોખ્ખા પ્યાલામાં પિણું આપવામાં આવતું હોય તો પછી આવી કોઈ સ્ટ્રોનો ઉપયોગ કર્યા વગર ચોખ્ખા ગ્લાસને સીધો જ મોઢે માંડીને પી લેવો જોઈ તે વધારે યોગ્ય રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ