શું તમે પણ પલાળેલી બદામનું સેવન કરો છો? તો થઇ જાઓ સાવચેત…

ઘણીવાર લોકો પાસે ખાવાપીવાની સાચી જાણકારી હોતી નથી અને એના કારણે તેમને ઘણીવાર બીમારીઓનો સામનો કરવો પડે છે. આપણા માંથી મોટાભાગના લોકો બદામને ખૂબ ગુણકારી અને લાભકારી માને છે અને તે સાચું પણ છે. ખરેખર બદામ ખાવાથી નુકસાન પણ થાય છે. એવું જરૂરી નથી કે બદામ દરેકને ફાયદો જ કરે. એ પણ જરૂરી નથી કે બદામ પલાળીને ખાવાથી ફાયદો જ થાય. આપને જણાવીએ કે બદામ કોના માટે લાભકારી છે અને કોના માટે નહીં. આના લીધે આપ આપની સેહતનું ધ્યાન રાખી શકશો. ખરેખર પલાળેલી બદામનો ઉપયોગ કરવો વધારે ફાયદાકારક રહે છે કેમકે તે સહેલાઈથી પચી જાય છે.


દિમાગ:
બદામની સૌથી વધુ એ લોકો માટે જરૂરી હોય છે જેમની યાદદાસ્ત નબળી હોય છે. જે લોકો નાનપણથી બદામ ખાઇ છે તેમની યાદદાસ્ત લાંબી ઉંમર સુધી તેજ રહે છે. બદામમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે જે દિમાગ માટે ખૂબ સારું છે.


કોલેસ્ટ્રોલ:
બીપીની તકલીફથી હેરાન થતા લોકો માટે બદામ ખાવી ખૂબ લાભદાયક હોય છે. બદામ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. આ સાથે જ તે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. જો આપને બીપીની સમસ્યા હોય તો રોજ ૨ બદામ ખાવાથી તેમાં ખૂબ રાહત મળે છે.


ટેનિગ દૂર કરો:
એ લોકો માટે પણ બદામ નું સેવન ફાયદાકારક છે જેમને તાપથી ટેનિંગ થઈ જાય છે. બદામનું સેવન આપ ખાઈ પણ શકો છો અથવા તેની પેસ્ટ બનાવીને લગાવી પણ શકો છો. જો આપ રોજ બદામ ખાઈ શકો છો તો મહિનાની અંદર તમારા ચેહરાની રોનક બદલાઇ જશે.

વજન ઓછું કરવા: જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા હોવ તો પણ બદામનું સેવન ખૂબ ગુણકારી માનવામાં આવે છે. બદામનું નિયમિત સેવન કરવાથી આપને વજન ઓછું કરવામાં મદદ કરે છે અને શરીરમાં નબળાઈ નથી આવતી.


ડાર્ક સર્કલ:
જો આપને ડાર્ક સર્કલ એટલે કે આંખની નીચે કાળા કુંડાળાની સમસ્યા રહેતી હોય તો બદામનું સેવન ખૂબ સારું માનવામાં આવે છે. આપ ઈચ્છો તો આંખની નીચે બદામનું તેલ પણ લગાવી શકાય એનાથી પણ ડાર્ક સર્કલ ખતમ થઈ જાય છે. આ સાથે જ આ તેલ વાળમાં પણ લગાવી શકાય છે. આનાથી વાળ ખરતા ઓછા થાય છે અને વાળ મજબૂત બને છે.


આ તો એમના વિશે વાત કરી જેમણે બદામ ખાવી જોઈએ. હવે એ લોકો વિશે વાત કરીએ કે કોણે બદામ ખાવી જોઈએ નહીં.


કબજિયાતની સમસ્યા:
જો તમે કબજિયાતની સમસ્યાથી પીડાતા હોવ તો બદામનું સેવન કરવું જોઈએ નહીં. બદામમાં ખૂબ ભારે માત્રામાં ફાઇબર રહેલું હોય છે જે પાચનતંત્રને રોકી શકે છે. બદામનું વધારે સેવનથી પેટમાં સોજો પણ આવી શકે છે.


મેંગેનીઝ ડાઈટ:
જો તમે પહેલે થી જ મેંગેનીઝ યુક્ત ડાઈટ પર હોવ તો બદામનું સેવન બિલકુલ કરવું નહીં. કારણકે બદામમાં ભરપૂર માત્રામાં મેંગેનીઝ હોય છે જેના લીધે આપના શરીરમાં મેગેનીઝનું પ્રમાણ વધી શકે છે અને શરીર પર ખરાબ અસર કરી શકે છે.


વિટામિનનું પ્રમાણ ઓછું રાખવું:
આપણા શરીરમાં રોજ લગભગ ૧૫મિલિગ્રામ વિટામિન ઈ ની જરૂર હોય છે. જો વધારે પ્રમાણમાં બદામની ઉપયોગ કરવામાં આવે તો શરીરમાં વિટામિનની માત્રા વધી જાય છે જેના લીધે દસ્ત, પેટ ફુલવું, માથામાં દુખાવો થવો, અને ચક્કર આવવા જેવી સમસ્યા થઈ શકે છે.


વજન વધવું:
આમ તો બદામનું સેવન કરવાથી વજન ઓછું થાય છે, પરંતુ જો આપ બદામ ખાઈને કોઈપણ પ્રકારની શારીરિક કસરત કે વર્જિશ નથી કરી રહ્યા તો એના લીધે શરીરમાં ચરબી જમા થાય છે. સાથે જ આપનું વજન વધવા લાગે છે. એવા માં જો તમે જીમ નહિ જાવ અથવા કોઈ એક્સ્ટ્રા ફીઝીકલ વર્ક નથી કરતા તો બદામનું સેવન કરવું જોઈએ નહીં.