કપિલ અને સુનીલની ચાલતી આ ચર્ચાઓ માં કેટલો દમ ? તમને ખબર હતી ?

કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર એ બંને એકબીજાના કોમ્પિટિશનમાં છે એ હવે કોઈને પણ જણાવવાની જરૂરત નથી. આ બંને સ્ટાર એ ટીવી કોમેડીના કિંગ છે. બંનેની કોમેડીનો જાદુ એ બહુ સહજ રીતે દર્શકો પર ચાલેલ છે. બંનેના અલગ આલગ ચાહક વર્ગ છે. આમ તો અત્યારે કપિલ એ પોતાના જુના શોને શરુ થવાના કારણે અત્યારે બહુ ચર્ચામાં છે. એક સમય હતો જયારે બંને અલગ અલગ શો લઈને આવ્યા હતા પણ એ સમય દરમિયાન તેમનો શો બહુ ચાલ્યો નહિ અને તેમને લોકોએ બહુ પસંદ કર્યા નહિ.

એક સમયે એવી પણ ચર્ચાઓ ચાલી હતી કે હવે એ બંને વચ્ચે બધી ઠીક છે તેઓ થોડા જ સમયમાં સાથે જોવા મળશે પણ થોડા જ સમયમાં સુનીલ પોતાનો એક શો લઈને આવ્યા પણ એ શો એ લોકોમાં તેની જોઈએ એવી લોકપ્રિયતા ના બનાવી શક્યો અને તે બંધ થઇ ગયો. પણ હવે કપિલ એ પોતાનો જુનો શો ફરીથી લઈને આવ્યો છે તેમાં તેની સાથે અમુક જુના પણ આથી કલાકારો છે અને અમુક નવા પણ કલાકાર જોવા મળે છે.

આમ તો સુનીલનો શી કપિલના શો કરતા પહેલા શરુ થયો હતો અને માનવામાં આવતું હતું કે આને કારણે કપિલના આવનાર શો માટે થોડી તકલીફ થશે પણ આ વાત એ થોડા જ સમયમાં સાબિત થઇ ગઈ. કપિલના શોમાં પહેલા અઠવાડીએ રણવીર એ પોતાની ટીમ સાથે આવ્યો હતો અને બીજા અઠવાડિયાના શોમાં સલમાન ખાન એ પોતાના ભાઈઓ અને પિતા સાથે આવ્યો હતો. આટલા એપિસોડ પછી તો હવે ખબર પડી જ ગઈ છે કે કપિલ એ ધીરે ધીરે સુનીલ વગર પણ લોકોમાં પ્રિય થઇ રહ્યો છે.

બીજી તરફ સુનીલનો શરુ થયેલ શો બહુ ચર્ચામાં પણ રહ્યો નહતો. તેનું ફોરમેટ એ બીજા કોમેડી શો જેવું જ હતું. તેનો શો અને કપિલના શોને જોતા તો કોઈપણ કહી શકે છે કે સુનીલે કપિલ સાથે શો ના કરીને બહુ મોટી ભૂલ કરી છે.

સુનીલથી અલગ થઈને પહેલા કપિલે એક શો કર્યો પણ તેને જોઈએ તેવી સફળતા મળી નહિ, સુનીલ અને કપિલના અલગ થઇ ગયા પછી કપિલ પર ઘણીબધી વાતો અને ચર્ચાઓ પણ ચાલી હતી કે સુનીલથી અલગ થઈને કપિલને બહુ નુકશાન થયું પણ ખરેખર એમ નથી જેટલું નુકશાન કપિલને થયું છે એટલું નુકશાન સુનીલને પણ થયું જ છે. પણ જાહેરમાં મીડિયાએ જેટલી કપરી પરીસ્થિતિ કપિલની બતાવી એવી સ્થિતિ સુનીલની નથી બતાવી.

કપિલ અને સુનીલ બંનેની મુવી પણ થોડા થોડા સમયને અંતરે આવી અને બંનેની મુવી ફ્લોપ રહી. થોડા સમય પહેલા સુનીલ એ બિગબોસ વિજેતા શિલ્પા સાથે એક કોમેડી શો લઈને આવ્યા પણ તે શો પણ કોઈ કમાલ કરી શક્યો નહિ. વિશાલ ભારદ્વાજની એક મુવી પટાખા આવી જેમાં સુનીલનો રોલ બહુ રસપ્રદ હતો પણ તે ફિલ્મ લોકોને એટલી પસંદ આવી હતી નહિ.

ફિલ્મોનો ખરાબ દેખાવને કારણે સુનીલનું કામ બહુ દબાઈ ગયું. મોટા પડદે ઘણુબધું કામ કરવા છતાં પણ તેમને ફિલ્મોમાં બહુ મહેનત કરવી પડી.

તમે પણ કદાચ સુનીલનો શો કાનપુર વાલે ખુરાના જોયો જ હશે પણ તેના આ શોને પણ લોકો દ્વારા બહુ પસંદ કરવામાં આવ્યો હતો નહિ. તેના પહેલા એપિસોડમાં પણ સ્ટાર તો બહુ મોટા મોટા આવેલ પણ તેમ છતાં પણ તેનો શો એક કામિયાબ શો બની શક્યો નહિ. જયારે બીજી બાજુ કપિલ એ પોતના જુના શો સાથે અને જૂની અધુરી ટીમ સાથે લોકોમાં પોતાનું આગવું સ્થાન જમાવી રહ્યો છે. પેલું કહેવાય છે ને જૂનું એટલું સોનું બસ આના જેવું જ થયું છે આ બંનેની વાતમાં પણ.

કપિલ અને સુનીલ એ બંને સાથે મળીને એક સફળ શો કરી શકે છે, પણ બંને અલગ થઈને એકને નહિ પણ બંનેને તકલીફ થઇ છે. અત્યારે તો આ નુકશાન ફક્ત સુનીલનું જ દેખાઈ રહ્યું છે એટલા માટે આપણે કહી શકીએ કે ખરેખર કપિલનો સાથ છોડીને સુનીલે ભૂલ કરી.

શું તમે એ બંનેને સાથે જોવા માંગો છો કે નહિ?