શું તમે જાણો છો, મહાકાલેશ્વરની ભસ્મ આરતીમાં વપરાય છે મરેલા માણસની રાખ…

મધ્ય પ્રદેશના ઉજ્જૈન નગરમાં વહેતી શીપ્રા નદીના કાંઠે આવેલા બાર જ્યોતિર્લિંગમાંના એક એવા મહાકાલેશ્વરના દર્શનથી માણસ ધન્ય બની જાય છે. ઇસવિસન પૂર્વેની છઠ્ઠી સદીમાં નિર્માણ પામેલા બાર જ્યોતિર્લિંગમાના એક એવા મહાકાલેશ્વરના મંદીરનું નિર્માણ રાજા ચંદ્ર સેન દ્વારા કરવામાં આવ્યું હતું જેનો ઉલ્લેખ ગોપ-બાળકની કથાઓમાં કરવામાં આવેલો છે.

હીંદી ભાષા પ્રમાણે કાલના બે અર્થ થાય છે કાળ એટલે સમય અને કાળ એટલે મૃત્યુ. અને માટે જ એવું કહેવાય છે કે તમારે તમારા મંદીરમાં ક્યારેય મહાકાલેશ્વરની છવી ન રાખવી જોઈએ. આ ઉપરાંત આ પ્રાચીન સ્થળનું નામ મહાકાળ એટલા માટે પાડવામાં આવ્યું છે કારણ કે પૌરાણીક સમયમાં અહીંથી જ માનક સમય નક્કી કરવામા આવતો હતો અને માટે આ જ્યોતિર્લિંગનું નામ મહાકાલેશ્વર રાખવામાં આવ્યું.

 

View this post on Instagram

 

A post shared by 0__adiyogi__0 (@shivacreator000) on


તમે ક્યારેય મહાકાલેશ્વરની મુલાકાત લીધી હોય અથવા નજીકના ભવિષ્યમાં લેવાના હોવ તો ત્યાં જતાં પહેલાં ત્યાંની આ ખાસ વાત જાણી લો. મહાકાલેશ્વરમાં રોજ વહેલી સવારે ભસ્મ આરતી કરવામાં આવે છે. આ એક વિશિષ્ટ આરતી છે કારણ કે આ આરતીમા કોઈ ચંદનના લાકડા કે પછી દીવા અગરબત્તીની રાખનો ઉપયોગ નથી કરવામાં આવતો.

 

View this post on Instagram

 

A post shared by 🖤MAHAKAAL🖤Ka Mastanaa (@swayambhuuuuu) on


આ ભસ્મ તાજી મૃત્યુ પામેલી વ્યક્તિને બાળી નાખ્યા બાદ જે રાખ હોય તે હોય છે. આ રાખથી એટલે કે આ ભસ્મથી મહાકાલનો શ્રૃંગાર કરવામાં આવે છે. તમને એ પણ જણાવી દઈએ કે આ આરતીના જો તમારે દર્શન કરવા હોય તો તેના માટે તમારે કેટલાએ મહિના અગાઉથી બુકીંગ કરાવવું પડે છે.
મહાકાલેશ્વરની આ ભસ્મ આરતી સવારના ચારથી છ વચ્ચે થાય છે. આ આરતીનો લાહવો લેવા માટે તમારે મહીનાઓ પહેલાં વેબસાઇટ પર બુકીંગ કરાવવું પડે છે જો કે સ્થાનીય લોકો મંદીરે જઈને પણ બુકીંગ કરાવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by 0__adiyogi__0 (@shivacreator000) on


બુકીંગ બાદ તમારે મંદીરને તમારા ઓળખપત્રોની કોપી આપવી પડે છે. અને પ્રવેશ વખતે તમારું અસલી ઓળખ પત્ર તમારી પાસે હોવું જરૂરી છે. મંદીર દ્વારા ભસ્મ આરતીમાં હાજર રહેનાર દર્શનાર્થીઓનું લીસ્ટ આગલા દીવસે તૈયાર કરી દેવામાં આવે છે જે ઓનલાઇન પણ ઉપલબ્ધ હોય છે અને મંદીરમાં પણ ઉપલબ્ધ હોય છે. અને સંપૂર્ણ સીક્યોરીટી બાદ દર્શનાર્થીને આ આરતીમાં પ્રવેશ આપવામાં આવે છે.


મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. સૌથી નીચેના ભાગમાં મહાકાલેશ્વર છે, વચ્ચેના ભાગમાં ઓંકારેશ્વર છે અને સૌથી ઉપરના ભાગમાં નાગચન્દેશ્વર મંદીર છે. આ નાગચન્દેશ્વર મંદીરના દર્શન તમે વર્ષમાં માત્ર એક દીવસ નાગપાંચમ પર જ કરી શકો છો.

 

 

View this post on Instagram

 

A post shared by ujjain mahankal (@mahankaldarshan) on


મહાકાલેશ્વરના આ ભસ્મ શ્રૃંગારની એક માત્ર ઝલક જોવા લોકો વિદેશથી પણ આગોતરું બુકીંગ કરાવીને આવે છે. 12 જ્યોતિર્લિંગોમાંના મહાકાલેશ્વર શિવલિંગને સર્વોત્તમ માનવામાં આવે છે. કહેવાય છે આકાશોમાં તારક શિવલિંગ, પાતાળમાં હાટકેશ્વર શિવલિંગ અને પૃથ્વી પર મહાકાલેશ્વર શિવલિંગ.
દર શ્રાવણ માસમાં ઉજ્જૈનના રાજા મહાકાલને દર સોમવારે નગર ભ્રમણ કરાવવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by ujjain mahankal (@mahankaldarshan) on


એવું કેહવાય છે કે ઉજ્જૈનના એક જ રાજા છે અને તે છે મહાકાલેશ્વર. વાયકા છે કે વિક્રમઆદિત્ય બાદ અહીં કોઈ રાજા રાત્રે નથી રોકાઈ શકતો. જેણે પણ આ સાહસ કરવાનો પ્રયાસ કર્યો તેણે નુકસાન સીવાય કશું જ નથી મળ્યું. તમે સિંહાસન બત્તીસીની વારતાવો વાંચી હોય તો તેમાં પણ ઉલ્લેખ છે કે રાજા ભોજના રાજકાળથી જ અહીં ક્યારેય કોઈ રાજા રોકાઈ શક્યો નથી. આજે પણ અહીં કોઈ મુખ્ય મંત્રી, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન રાત નથી રોકાઈ શકતાં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ