જલ્સા કરોને જેંતીલાલ

શું તમે જાણો છો મુકેશ અંબાણી પોતાના ખીસ્સામાં કેટલા રૂપિયા રાખે છે?…

અંબાણી કુટુંબ, અંબાણી એમ્પાયર વિષે આપણે ઘણું બધું જાણીએ છીએ, તેમ છતાં ઘણું બધું જાણવાનું જાણે હજુ પણ બાકી હોય તેમ તેમના વિષે રોજ અનવનવી વાતો બહાર આવે છે અને સામાન્ય જનને ચકિત કરતી રહે છે.


એમ પણ સામાન્ય લોકોને સેલિબ્રિટી જેમ કે હીરો-હીરોઈનો, મોટા મોટા બિઝનેસ મેનો, મોટા મોટા કલાકારો વિષે અવનવુ જાણવાની હંમેશા ઇંતેજારી હોય છે.

મુકેશ અંબાણીનો દુનિયાના મોટા મોટા બિઝનેસમેનોમાં સમાવેશ થાય છે. માટે સ્વાભાવિક છે કે તેમની જીવનશૈલી કંઈ સામાન્ય તો હશે જ નહીં તે પણ એક રોયલ લાઈફ જ જીવતા હશે. તેમનું ઘર દુનિયાના સૌથી મોંઘા ઘરોની યાદીમાં બીજા ક્રમે છે.

પણ શું તમને ક્યારેય એવો વિચાર આવે છે કે મુકેશ અંબાણી જ્યારે ઘરની બહાર નીકળતા હશે ત્યારે તેમના ખીસ્સામાં કેટલા પૈસા રાખતા હશે. ચાલો અંદાજો લગાવો તો ! નહી લગાવી શકો. પણ અમે તમારા માટે આ જાણકારી લાવ્યા છીએ.

તાજેતરમાં જ એક પ્રોગ્રામમાં મુકેશ અંબાણીએ આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તે પોતાના ખીસ્સામાં કોઈ પણ પ્રકારના રૂપિયા રાખતા નથી, પછી તે રોકડા હોય, ક્રેડિટ કાર્ડ હોય કે ડેબીટ કાર્ડ હોય. તેમના બધા જ બીલ તેમની સાથે રહેનારા જ ચુકવે છે.

તેમણે વધારામાં જણાવ્યું હતું કે પૈસા તેમના માટે મહત્ત્વના નથી. તેમના મત મજુબ પૈસો એક માત્ર સંસાધન છે જેના થકી કંપની નવા નવા જોખમો ઉઠાવે છે. હા તે વાતમાં કોઈ બે મત નથી કે રૂપિયા તમને ફ્લેક્સિબિલિટિ આપે છે.

મેં જીવનમાં ક્યારેય મારા ખીસ્સામાં રૂપિયા રાખ્યા નથી. હું નાનપણથી અત્યાર સુધી ખીસ્સામાં પૈસા વગર જ રહ્યો છું.

વર્ષ 2018ની ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનેર્સની યાદીમાં મુકેશ અંબાણીએ ચીનના હઇ કા યાનને પાછળ મૂકી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની કુલ સંપત્તિ 42.1 અબજ ડોલર એટલે કે અંદાજે રૂપિયા 27 ખરબ કરતાં પણ વધારે છે.

એક ઇન્ટર્વ્યૂમાં નીતા અંબાણીએ પોતાના બાળકોનો એક કિસ્સો જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના બાળકો ને તેઓ શાળામાં અઠવાડિયામાં એક જ દિવસ દર શુક્રવારે 5 રૂપિયા વાપરવા આપતા હતા.

તેમાંથી તેઓ સ્કૂલની કેન્ટિનમાંથી ખાવાનું ખાતા હતા. એક દિવસ એવું થયું કે મારા દીકરાએ મારી પાસે 5 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયા માગ્યા. મેં તેને કારણ પુછ્યું તો તેણે કહ્યું કે તેના મિત્રો તેને ચીડવે છે કે તું ફક્ત 5 જ રૂપિયા લાવે છે ! તું અંબાણી છે કે ભીખારી !

મુકેશ-નીતા અંબાણીનું મુંબઈ ખાતેનું એન્ટિલા ઘર એ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોંઘું ઘર છે. તેમના આ ઘર માટે 600 જણાનો સ્ટાફ છે. જે ઘરની સંભાળ રાખે છે. તેમનું માત્ર પાર્કિંગ જ 168 કારોને સમાવી લે તેટલું વિશાળ છે. આ ઉપરાંત ઘર પર એક નહીં પણ ત્રણ હેલિપેડ પણ રાખવામાં આવ્યા છે.

વાહ રે રૂપિયો !

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ રસપ્રદ માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version