શું તમે જાણો છો કે દૂધનો પ્રયોગ કરવાથી તમે વધતી ઉંમરને અટકાવી શકો છો અને ચહેરો હંમેશા બની રહેશે યુવાન !!

આપણે દરેક એ વાત જાણીએ જ છીએ કે દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવ્યો છે. દૂધ આરોગ્યની રીતે ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે સ્કીન માટે પણ દૂધ એટલું જ ઉપયોગી છે. દૂધની મલાઇના પ્રયોગ તો સૌ કોઈ અજમાવતા જ હશે, પરંતુ કાચા દૂધના પ્રયોગથી ચહેરાને યુવાન બનાવી રાખવાના આ પ્રયોગ ખૂબ જ ઓછા લોકો જાણે છે. તો ચાલો આજે આ લેખના માધ્યમ થકી આપણે જાણીએ દૂધથી થતાં સ્કીનને ફાયદા અને કેવી રીતે તેનો ઉપાય અજમાવી શકાય એના વિષે પણ.

આ વાત ઓ છા જ લોકો જાણતા હશે કે દૂધ પીવાથી સેહને કેટલો ફાયદો થાય છે, દૂધ ત્વચા પર લગાવવાથી પણ એટલો જ ફાયદો થાય છે.આ ત્વચા પર ઉભરી રહેલા ઉમરનાં પ્રભાવને ઓછો કરે છે અને સાથે તમને લાંબા સમય સુધી યુવાન દેખાવામાં પણ દૂધ મદદરૂપ બને છે. હા, સ્કીન પર કાચું દૂધ લગાવવું વધારે અસરદાર હોય છે.

દૂધ હેલ્થ માટે પણ છે ફાયદાકારક

ટોનર

કાચું દૂધ ખૂબ કારગર ટોનર છે.બે ચમચી કાચું દૂધ એક વાટકીમાં લઈને તેને કોટનની મદદ વડે ચહેરા અને ગળા પર લગાવો.થોડા દિવસ આમ કર્યા બાદ તમને પોતે જ ફરક અનુભવ કરશો.

ખૂબ સારું પ્રોટેક્ટર

બે ચમચી દૂધમાં એક ચપટી હળદર ઉમેરો.તૈયાર મિશ્રણ ચહેરા અને ગળા પર લગાવો અને ૧૦ મિનિટ બાદ ધોઈ લો.આ તમારી ત્વચાને હાનિકારક બેક્ટેરિયાથી બચાવે છે અને ત્વચાની ડાર્કનેસ ઓછી કરવામાં મદદરૂપ છે.ખાસ કરીને,જ્યારે તડકો કે ધૂળવાળા વાતાવરણમાંથી આવો ત્યારે આ ઉબટન જરૂર લગાવો.

ફેસમાસ્ક

જે પણ ફેસમાસ્કમાં તમે કાચું દૂધ ઉમેરી લો છો,તેની ખૂબીઓ ઘણા પ્રતિશત વધી જાય છે. જો તમે ઇંડાનું ફેસપેક લગાવો છો તો ઈંડાની સફેદીમાં દૂધ ઉમેરો.તેનું ફેસપેક બનાવીને લગાવો.સ્કીનએકદમ ટાઈટ અને ચમકદાર બનશે.

ઉંમરની અસરને કરે બેઅસર

કાચું દૂધ પ્રોટિન અને કેલ્શિયમનો ખૂબ સારો સ્ત્રોત છે.મધ ત્વચાને નમી આપે છે અને કસાવટ લાવે છે.તેને મેળવીને લગાવવાથી ત્વચા યુવાન બને છે.રિંકલ્સ અને ત્વચા પર આવેલા ડાઘ-ધાબ્બાની તકલીફમાં લાભ મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ