જલ્સા કરોને જેંતીલાલ

શું તમે જાણો છો ધૂમ્રપાનની એડમાં આવતી પેલી નાનકડી બાળકી આજે કેવી લાગે છે…

શું તમે જાણો છો ધૂમ્રપાનની એડમાં આવતી પેલી નાનકડી બાળકી આજે કેવી લાગે છે ?


સમયાંતરે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સીગરેટથી લોકોને દૂર રાખવા માટે વિવિધ જાતના પગલા લેવામાં આવે છે. અને તે હેતુથી સીગરેટ કે પછી તમાકુના પેકેટ પર મોટા અક્ષરોમાં ધુમ્રપાન કરવાથી કર્ક રોગ થાય છે તેવી ચેતવણી છાપવામા આવે છે.

તેમ છતાં સ્વાસ્થ્ય મંત્રાલય માત્ર ત્યાં જ નથી અટકતું પણ લોકોને વધારે જાગૃત કરવા માટે તેમણે થિયેટર ઉપરાંત ટીવી ચેનલ્સ પર પણ કોઈ સીરીયલ શરૂ થાય કે પછી કોઈ મૂવી શરૂ થાય તે પહેલાં ધુમ્રતાનથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે તેવી ચેતવણી આપતો મેસેજ રીલે કરે છે.

અને તેઓ માત્ર મેસેજ જ રીલે નથી કરતાં પણ તેની પ્રોપર એડવર્ટાઇઝ બનાવીને લોકોને તે બાબતે જાગૃત કરવા પ્રયાસ કરે છે.

ઘણા લોકોને ફિલ્મ શરૂ થયા પહેલાં થિયેટરમાં આવતી આ એડ્સ પ્રત્યે અણગમો હોય છે. પણ તમારી ઇચ્છા હોય કે ન હોય તમારે આ એડ જોવી જ પડે છે. માટે આ એડ મોટા ભાગના બધા જ લોકોએ જોઈજ હશે.

ચિંતા ન કરો અહીં અમે તમને ધૂમ્રપાન વિરોધી લેક્ચર નથી આપવાના. પણ આ એડમાં આવતી એક સુંદર મજાની નાનકડી બાળકી વિષે થોડી જાણકારી લાવ્યા છીએ.

તમને યાદ હશે કે આ એડવર્ટાઇઝમેન્ટ્સમાંની એક એડમાં એક નાનકડી બાળકી પોતાના પિતાને ધૂમ્રપાન કરતાં જોઈને ઉદાસ થઈ જાય છે તેવું દર્શાવવામાં આવે છે.

આ એડ ઘણા વર્ષો જૂની થઈ ગઈ જો કે તેને આજે પણ થિયેટર્સમાં બતાવવામાં આવે છે. અને તેમાં અભિનય કરી ગયેલા કલાકારો આજે ઘણા મોટા થઈ ગયા છે. અને સાથે સાથે પેલી નાનકડી છોકરી પણ મોટી થઈ ગઈ છે.

તો શું તમને એવી જીજ્ઞાશા થઈ છે ક્યારેય કે આ નાનકડી છોકરી અત્યારે કેવી લાગતી હશે ?

આપણે આપણી નજર સામે ઘણા બધા એક્ટર્સ એક્ટ્રેસને નાનેથી મોટા થતાં જોયા છે.

તે વિચારવા માટે તમારે ભૂતકાળને ફંફોસવો નહીં પડે કારણ કે તેનો એક દાખલો તો ઉર્મિલા માતોંડકર, જુગલ હંસરાજને જ લઈ લો, કે પછી અવિકા ગોરને લઈ લો કે પછી હંસીકા મોટવાણીને લઈ લો.

આ બધા જ આપણી નજર સામે જાણે મોટા થયા છે. પણ કેટલાક એવા બાળ કલાકારો હોય છે જેઓ એકાદી એડમાં આવીને ગાયબ થઈ જાય છે અને પછી મોટા થઈને ફરી પાછા રંગીન પરદે દેખા દે છે.

તો આ ધૂમ્રપાન નિષેધની એડ વાળી બાળકી પણ યુવાન થઈ ગઈ છે. અને તેણીએ મોડેલીંગ તેમજ એક્ટીંગ ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. તેણીનું નામ છે સીમરન નાટેકર.

તેણી તે નાનકડી ક્યુટ છોકરીમાંથી એક સ્ટનીંગ યુવાન એક્ટ્રેસમાં ટ્રાન્સફોર્મ થઈ ગઈ છે. તમારી જાતે જ જુઓ તેના કેટલાક સ્ટનીંગ ફોટોઝ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version