જલ્સા કરોને જેંતીલાલ

શું તમે યુ-ટ્યૂબની આ કરોડપતિ સ્ટાર્સ ભાઈ બહેન લેના રોઝ અને મો વ્લોગ વિષે જાણો છો ?

ખ્યાતનામ યુ ટ્યુબ વ્લોગર ભાઈ-બહેન મો વ્લોગ- લેના રોઝ


લેના રોઝ એક સુંદર વ્લોગર છે જે દુબઈમાં રહે છે. લેના રોઝની નેટ વર્થ લગબગ 3 મિલિયન ડોલર એટલે કે 30 લાખ યુએસ ડોલર એટલે કે લગભગ 200 કરોડ છે. તો ચાલો જાણીએ દુબઈની આ યુ-ટ્યુબ કરોડપતિ વ્લોગર વિષે. તેણીનો જન્મ દુબઈમાં થયો હતો. અને તેણીએ પોતાનો અભ્યાસ લંડનમાં પૂર્ણ કર્યો હતો અને પાછી દુબઈ આવી વસી છે.


જો તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવતા હશો અને જો વિશ્વની મોટી મોટી સેલિબ્રિટીની લાઇફસ્ટાઇલ અને અપડેટ્સ ફોલો કરવાનું પસંદ કરતા હશો તો તમારા માટે લેના રોઝ કંઈ અજાણ્યું નામ ન હોવું જોઈએ.

તેણીનું સાચું નામ છે પેરિસ્મા બેરેઘડેરી છે અને તેણી ખ્યાતનામ યુટ્યુબ વ્લોગર મો વ્લોગની બહેન છે જેનું મૂળ નામ છે મોહમદ બેરેગડેરી છે. તેઓ દુબઈમાં પોતાની માતા, નાદેરાહ સામિમિ ઉર્ફે નાદિયા સાથે રહે છે. તેમની માતાને લોકો મમ્મી મો તરીકે પણ ઓળખે છે.

લેના રોઝ અને મો વ્લોગ પોતાનો અભ્યાસ કરવા લંડન સ્થાયી થયા હતા ત્યાર બાદ પોતાનો અભ્યાસ પુરો કરી તેઓ ફરી પાછા દુબઈ આવી ગયા હતા. કોઈ અજાણ્યા કારણસર તેઓ પોતાના પિતા ઇસ્માઇલ બેરેઘડેરી સાથે નહોતા રહેતા. તેણે જો કે ક્યારેય પોતાના એકપણ વિડિયોમાં પણ પિતાનો ઉલ્લેખ નથી કર્યો કે ક્યારેય તેના વિડિયોમાં તેના પિતા જોવા મળ્યા છે.

આજે અમે તમને લેના રોઝ વિષેની કેટલીક હકીકતો જણાવવા જઈ રહ્યા છીએ. લેના રોઝ એક પ્રખ્યાત સોશિયલ સ્ટાર છે તેણી એક આર્ટિસ્ટ, વ્લોગર, અને બિઝનેસવુમન છે. આ ઉપરાંત તેણી એક ખ્યાતનામ યુટ્યુબર મો વ્લોગની બહેન પણ છે. લેના પ્રખ્યાત અને ધનાડ્ય યુટ્યુબરોમાંની એક છે.
લેના રોઝને ખ્યાતી પોતાના મેકઅપ ટ્યુટોરિયલ્સ વિડોયોઝથી મળી છે. તેણી અવારનવાર પોતાના આ વિડિયોઝ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. પણ તેણી પાસે માત્ર આ જ એક ટેલેન્ટ નથી. તેણી મેકઅપ આર્ટીસ્ટ ઉપરાંત એક પ્રોફેશનલ ઓઇલ પેન્ટ આર્ટીસ્ટ પણ છે.

તમે બધા જાણતા હશો કે લેના એ ઇન્ટરનેટની પ્રખ્યાત સેલિબ્રિટી મો વ્લોગની બહેન છે. તે બન્ને પોતાનો અભ્યાસ પુરો કરવા પોતાની માતા સાથે લંડન શીફ્ટ થયા હતા. પોતાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ બન્ને ભાઈ બહેન પાછા 2015માં દુબઈ આવી ગયા હતા. લેના એક પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામર પણ છે તેણી તેના પર 700000 ફોલોઅર્સ ધરાવે છે અને સાથે સાથે તેણી યુટ્યુબ પર પણ તેટલી જ પ્રખ્યાત છે અને ત્યાં પણ પોતાની યુટ્યુબ ચેલન પર તેણી 583644 સબ્સ્ક્રાઇબર ધરાવે છે.

લેના રોઝનો ભાઈ મો વ્લોગ

મો વ્લોગ એ હાલ યુ ટ્યુબનો સૌથી વધારે ઝડપથી પ્રખ્યાત થઈ રહેલો દુબઈનો યુ ટ્યુબ સ્ટાર છે. તેની પેતાની યુ ટ્યુબ ચેનલ પર તે લગભગ 40 લાખ સબસ્ક્રાઇબર ધરાવે છે. તેણે હજુ 2013ના સપ્ટેમ્બરમાં જ પોતાનો પ્રથમ વિડિયો અપલોડ કર્યો હતો અને આટલા ટુંકાગાળામાં તેણે ખુબ સફળતા મેળવી છે. જો કે ઘણા ફેન્સ તેની સાથે જોક કરે છે કે તેની હોટ સિસ્ટરના કારણે તેના ફેન્સ તેની ચેનલના સબસ્ક્રાઇબર બન્યા છે.

મો વ્લોગ પાસે 2016 મસ્ટાંગ GT કેલિફોર્નિયા સ્પેશિયલ મોડેલ છે. આ અદ્ભુત કાર 19-ઇંચના એલ્યુમિનિયમ વ્હિલ્સ ધરાવે છે, 5.0 લિટર V8 એન્જિન ધરાવે છે જે 435 હોર્સપાવર ધરાવે છે.

મો રીસ્ટ વોચનો ખુબ શોખીન છે અને તેની પાસે કાંડા ઘડિયાળનું અદ્ભુત કલેક્શન છે. તે પોતાના બ્લોગ પર અવારનવાર પેતાની વોચ ખરીદતો વિડિયો અપલોડ કરે છે. અને લેટેસ્ટમાં લેટેસ્ટ વોચ વિષે પણ પોતાના વ્લોગ પર માહિતી આપતો વિડિયો અપલોડ કરતો રહે છે.

તેના વોચના કલેક્શનમાં કાસિયો, લેવિસ વોચ, એમ્પોરીયો અરમાની વોચ, ગોલ્ડ કલરની ગેસ વોચ છે.

તેના ફેન ઘણીવાર તેને ભેટો મોકલતા હોય છે

પોતાના એક એપિસોડ દરમિયાન કોઈક ફેને તેની માતાને 10,000 ડોલરના બે વર્સાચે સનગ્લાસીસ ભેટ તરીકે મોકલ્યા હતા અને લેનાને પણ એક ઇમેઇલ થ્રુ એક વર્શાચે વોચ ભેટ તરીકે મળી હતી.

બીજા કેટલાક પ્રસંગોમાં તેઓ પર્ફ્યુમ, આફ્ટરશેવ, ફોન કેસીસ, જ્વેલર્સ અને બીજી ઘણી બધી વસ્તુઓ જીત્યા હતા. આમ કહેવા જઈએ તો તેમને ભેટ તેમજ ઇનામ દ્વારા જેટલી વસ્તુઓ મળી હતી તેની કિંમત લગાવવી અઘરી છે. તેમ છતાં કહી શકાય કે તે હજારો પાઉન્ડની હશે.

લેનાને મળેલી મોટી સફળતા બાદ લેનાએ એક લેમ્બોર્ગીની ખરીદી હતી, જે મૂળે વ્હાઇટ કલરની હતી પણ પછી તેને પર્પલ કલરથી રંગવામાં આવી હતી. તેની આ લેમ્બોર્ગીની હુરાકેનની ટોપ સ્પીડ 201 માઇલ પર અવર છે અને તે 0થી 60 માઇલ પર અવર માત્ર 3.4 સેકન્ડ્સમાં જ પહોંચી જાય છે. 2014માં ટોપ ગીયર મેગેઝીન દ્વારા આ કારને સુપર કાર તરીકે જાહેર કરવામાં આવી હતી. જો તમારી પણ આ કાર લેવાની ઇચ્છા હોય તો તમારે 241,000 થી 32000 ડોલર વચ્ચે ખર્ચવાની તૈયારી રાખવી પડશે.

તેના ભાઈની વાત કરવા જઈએ તો તેનો ભાઈ વ્હાઇટ રેન્જ રોવર ધરાવે છે. તેની આ ગાડીમાં પણ ગજબના ફીચર્સ હતા જેમ કે ડ્રાઇવર્સ સીટમાં LED ડ્રાઇવર્સ, લેધર સીટ અને 5 લીટર V8 પેટ્રોલ એન્જીન. આ ઉપરાંત કારનું બીજુ એક ફીચર પણ રસપ્રદ હતું. તેમાં ડ્યઅલ વ્યુ સ્ક્રીન હતો જે દ્વારા ડ્રાઇવર પેસેન્જરને બહારના દ્રશ્ય કરતાં તદ્દ્ન અલગ દ્રશ્ય બતાવી શકે છે. આ કાર માત્ર 4.7 સેકેન્ડ્સમાં 0-60 માઇલ પર પહોંચી શકે છે.

લેના રોઝની નેટ વર્થની વાત કરવા જઈએ તો તે 3 મિલિયન એટલે કે 30 લાખ એટલે કે 3 કરોડ ડોલર એટલે કે લગભગ 200 કરોડ છે.

તેણીને સુપરકાર્સ ખુબ ગમે છે પણ તેણીને પ્રાણીઓ પણ તેટલા જ પ્રિય છે. તેણી માત્ર મેકઅપ અને પોતાની લાઇફસ્ટાઇલના વિડિયોઝ અપલોડ નથી કરતી પણ તેણી એક ફિટનેસ કોન્શિયસ પણ છે. તેણીને નેઇલ આર્ટ ખુબ ગમે છે અને તેણી અવારનવાર પોતાના હાથમાં મહેંદી પણ લગાવે છે.

મો વ્લોગનો જન્મ યુનાઇટેડ આરબ અમિરાતમાં થયો હતો. અને તે ધર્મે મુસ્લિમ છે.

મો વ્લોગ જો કે 2011માં યુ ટ્યુબ વ્લોગર બન્યો હતો અને તે તે સમયે ગેમિંગ વિડિયો બનાવતો હતો જો કે તેને તેમાં જોઈતી સફળતા નહોતી મળી. પણ કહેવાય છે ને કે ‘કોશીશ કરને વાલો કી હાર નહીં હોતી’ તેમ તેણે પર હાર ન માની અને છેવટે સફળ થઈને જ રહ્યો.

જો તમે મો વ્લોગની વિડિયોઝ ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર નહીં જોતા હોવ તો તમારે તેને એકવાર જોવી જોઈએ. તે ઘણીવાર જુદા જુદા દેશો દ્વારા ખુબ જ ઓછા પ્રમાણમાં નાણા મેળવે છે. તે મોટે ભાગે તેના સબસ્ક્રાઇબર દ્વારા મોકલવામાં આવતા હોય છે ખાસ કરીને તે વિશ્વના દરેક દેશની કરન્સીનું એક કલેક્શન બનાવવા માગે છે તેમાં તેના સબસ્ક્રાઇબર તેને મદદ કરી રહ્યા છે. તેને જર્મની, કઝાકસ્તાન, ઇન્ડિયા, જાપાન, કોરિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુકે અને અન્ય ઘણાબધા દેશોના નાણા મળ્યા છે. તે વિશ્વની નાનામાં નાની કરન્સીથી માંડીને મોટામાં મોટી કરન્સીનું કલેક્શન બનાવવા માગે છે.

Exit mobile version