શું તમારા વાળ ખરી રહ્યા છે તમારા વાળ સફેદ થઇ રહ્યા છે તો આ કમી હોઈ શકે છે તમારામાં…

વાળ માટે જરૂરી પોષક તત્ત્વો

જો તમને ગોર્જિયસ દેખાવાની લાલસા હોય, તો તમારે માત્ર ખાવાની જ જરૂર છે ! સુંદર, ચમકીલા, લાંબા, ઘેરા વાળ માટેનો એક માત્ર ઉપાય તમારા રોજિંદા ખોરાકમાં સમાયેલો છે. તો ચાલો જાણીએ કે તમારા રસોડામાં કેટલી સારપ છુપાઈને બેસેલી છે.

પ્રોટિન


તમારા વાળ પ્રોટિનના બનેલા હોય છે અને તમારા વાળના ગ્રોથ તેમજ તેની સ્ટ્રેન્થ માટે પણ પ્રોટિન જરૂરી છે. તમે વિગન, વેજિટેરિયન હોવ કે બધું જ ખાતા હોવ, તમારે દિવસમાં ઓછામાં ઓછું 40-50 ગ્રામ પ્રોટિન તો લેવું જ જોઈએ (અથવા હથેળી જેટલો પ્રોટિનયુક્ત ખોરાક લેવો જોઈએ). લિન મિટ જેમ કે ચિકન, ઇંડા અને માછલી અથવા વિવિધ જાતની દાળ, કઠોળ અને પનીર એ વાળ માટે ખુબ જ મહત્ત્વનો ખોરાક છે.

ઓમેગા 3


ઓમેગા 3 તે આપણા શરીરમાંથી ઉત્પન્ન નથી થતું. અને તમારી ખોપરીને આ ફેટિ એસિડની જરૂર તેને ભેજયુક્ત રાખવા માટે પડે છે. માટે જો તમે શાઇની, પાણીદાર વાળ ઇચ્છતા હોવ તો યાદ રાખો કે તમારે એક ડીશ સાલમન ફીશ તો ખાવી જ જોઈએ અને જો તમે ફીશ ન ખાતા હોવ તો, તો તમે થોડા પ્રમાણમાં અળશી, હેમ્પ સીડ્સ, ચિઆ સીડ્સ ખાઈને પણ ઓમેગા 3ની જરૂરીયાતને પોષી શકો છો.

આયર્ન


જો તમે તમારા વાળ માટે સ્વસ્થ ખોપરી ઇચ્છતા હોવ તો તમારા ખોપરીમાં જે લોહી વહે છે તેના માટે આયર્નની જરૂર પડે છે. તમારા વાળના કોષો તેના પર જ જીવે છે. માટે તમારી આયર્નની કમીને પૂરી કરવા માટે તમારી થાળીમાં લીલા પાનવાળા શાકભાજી, લાલ માંસ અથવા નટ્સનો ચોક્કસ સમાવેશ કરો – તે બધામાં આયર્ન ભપુર પ્રમાણમાં હોય છે. અને જો તમને સતત ખરતા વાળની સમસ્યા રહેતી હોય તો તે પણ આયર્નથી દૂર થઈ જશે.

વિટામિન સી


મિક્સ ફ્રૂટ સ્મુધી તમારા સ્વસ્થ વાળ માટે આવશ્યક છે. તમે જાણો છો શા માટે ? કારણ કે ટ્રોપિકલ ફળો જેમ કે સંતરા અને જામફળમાં ઉચ્ચ પ્રમાણમાં વિટામિન સી હેય છે. આ વિટામિનમાં કોલેજન હોય છે જે વાળના ગ્રોથને વધારે છે. જો તમારા વાળ તૂટી જતા હોય, તો તમારે દિવસનું ઓછામાં ઓછું 75 મિલિગ્રામ (એટલે કે એક આખી નારંગી, અથવા તો અરધું જામફળ) વિટામિન સી તો લેવું જ જોઈએ.

વિટામિન એ


જો તમે તમારા વાળ માટેના સ્વસ્થ વિટામિન્સ તેમજ તમારા વાળની મજબુતાઈ ઇચ્છતા હોવ તો તમારે એમિનો એસિડ મેળવવું ખુબ જરૂરી છે. તમારું શરીર વિટામીન એને બેટા કેરોટિનમાં ફેરવે છે, જે તમારા વાળની બનાવટનો જ પ્રોટિન સાથેનો એક ભાગ છે. તમને વિટામિન એ શક્કરીયા અને કેસરી રંગના શાકભાજી જેમકે ગાજર અને કોળામાંથી મળી રહેશે. જો તમારે તેમ ન કરવું હોય તો તમે તમારા દાળ, કઢી કે સંભાર કે કોઈ પણ વઘારમાં મીઠા લીંબડાનું પ્રમાણ વધારી શકો છો, તેમાં એન્ટિ-ગ્રેઇંગ પ્રોપર્ટી પણ હોય છે જેથી કરીને તમારા વાળ અકાળે ધોળા થતાં નથી.

વિટામિન બી12


નવા કોષોની બનાવટમાં ખુબ જ ઉપયોગી, વિટામીન બી 12 તમારા વાળને પુનઃ ઉગાવામાં મદદ કરે છે. તે મોટા ભાગે ઇંડા, દહીં, ઇસ્ટ, ઓર્ગન મિટ (જેમ કે મટન લિવર)માં તેમજ નાશ્તા માટેની સિરિયલ્સમાં ઉપલબ્ધ હોય છે. આ બધા જ વિટામિનોમાં વિટામીન બી 12 ની તમારા વાળના રીગ્રોથ પર સૌથી વધારે અસર થાય છે.

ઝિંક


ત્વચા નિષ્ણાતનું પ્રિય ઝિંક, ઝિંક હંમેશા ખરતા વાળને અટકાવે છે. તે એટલા માટે કારણ કે જે કોષો તમારા વાળને વધારે છે તેનો આધાર આ ખોરાક પર રહેલો છે. શેલફિશ, પ્રોન્સ, ઓઇસ્ટર , ક્રેબ અને લોબ્સ્ટરમાં ઝિંકનું પ્રમાણ પુષ્કળ હોય છે. ડાર્ક ચોકલેટમાં પણ પુરતા પ્રમાણમાં ઝિંક હોય છે. અને જો તમે વેજિટેરિયન હોવ તો તમે થોડા પ્રમાણમાં, દેશી ચણા, અળશી અને લસણનું સેવન પણ કરી શકો છો.

સેલેનિયમ


સેલેનિયમ એ એક જાતનું ખનીજ છે જે ડેન્ડ્રફ તેમજ ગ્રે હેરની સમસ્યા સામે લડે છે. જો તમે તેની સાથે ઝિંકથી ભરપુર ખોરાક લેશો તો તે તમને ખરતા વાળ અટકાવવામાં પણ મદદ કરશે. સુરજમુખીના બી, ઓટ્સ અને મશરૂમમાં પ્રચૂર માત્રામાં સેલેનિયમ હોય છે.

બાયોટિન


બાયોટિન વાસ્તવમાં તમારી ખરતા વાળની સમસ્યાને રિવર્સ કરે છે અને તમારા બરડ વાળને મજબુતાઈ આપે છે. આ જરૂરી ખનીજ વાળના ગ્રોથ માટેની જે મહત્ત્વની નિર્માણની પ્રક્રિયા છે તેના માટે જરૂરી છે. જો તમારા શરીરમાં બાયોટિનનું પ્રમાણ પુરતું હશે, તો તે સ્વસ્થ વાળ તેમજ નખ વધારવામાં મદદ કરશે. માટે જ ડોક્ટરો ખરતા વાળ માટે આ જ પુરક પર વધારે ભાર આપે છે. કુદરતી રીતે જ તમારા ખોરાકમાં બાયોટિનું પ્રમાણ વધારવા માટેઃ બદામ, ચીઝ, કેળા, બોર, ફ્લાવરનું સેવન કરો.

વિટામિન ડી અને કેલ્શિયમ


આ બન્ને વિટામિન તમારા સ્વસ્થ વાળ માટે આદર્શરૂપ છે અને જો તે બન્નેને નિયમિત પણે સાથે જ લેવામાં આવે તો તે તમને ખરતા વાળની સમસ્યાથી દૂર રાખશે. વિટામિન ડી માત્ર તમે સુર્યના તાપથી જ નથી મેળવી શકતા, પણ તમે તેને એગ યોક, નારંગીનો રસ, સોય મિલ્ક અને ચીઝ દ્વારા પણ મેળવી શકો છો. ફેટ્ટી ફીશ જેમ કે ટુના, અને સાલમનમાં પણ સારા પ્રમાણમાં વિટામિન ડી હોય છે. દૂધના ઉત્પાદનો કેલ્શિયમથી ભરપૂર હોય છે, પણ તમે તેને ફિગ, કઠોળ અને પાંદડાવાળા શાકભાજી જેમ કે કોબી અને તુવેરના કઠોળમાંથી પણ મેળવી શકો છો.


તમારે જો તે બાઉન્સી, જિવંત વાળ જોઈતા હોય તો તમારે સંતુલિત ખોરાક લેવો ખુબ જરૂરી છે. તે માટે તમારે સલૂનમાં જઈ જાત જાતના સિરમ, શેમ્પુ, કન્ડિશનર વાપરીને થીગડા મારવાની કોઈ જ જરૂર નથી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ