અત્યારે જ જાણી લો તમારા મોબાઈલ ચાર્જર પર આ સિમ્બોલ છે કે નહિ? જો નથી તો ચિંતાનો વિષય છે…

શું તમે તમારા મોબાઈલ ચાર્જર પરના વિવિધ સિંબોલ્સ વિષે જાણો છો ?

આજે આપણે આમ જોવા જઈએ તો લગભગ 100 ટકા ટેક્નોલોજી પર નિર્ભર છીએ. તેમાં પછી હવા આપતો પંખો ગણી લો કે ઠંડક આપતું એસી ગણી લો. કે પછી કંપ્યુટર ગણી લો કે પછી સ્માર્ટ ફોન ગણી લો. આજે આપણે ડગલેને પગલે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની જરૂર પડે છે. આજે આપણે જેટલા આપણા કુટુંબીજનોને યાદ નથી કરતાં તેટલો જ આપણા મોબાઈલને યાદ કરીએ છીએ. અને જ્યારે ક્યારેય પણ બહાર જતાં હોઈએ તો આપણો મોબાઈલ ચાર્જ કરવા મુકી દઈએ છીએ અથવા બહાર ગામ જતાં હોઈએ છીએ તો મોબાઈલ તો સાથે લઈએ જ છીએ પણ તેનું ચાર્જર લેવાનું તો ખાસ ભુલતા નથી.


પણ શું તમે એ જાણો છો કે આ ચાર્જર પર કેટલાક જાણકારી આપતા સિંબોલ્સ હોય છે જે આપણને આપણા ચાર્જરની ક્વોલીટી, તે આપણા માટે કેટલું સેફ છે તે તેમજ તેને કેવી રીતે વાપરવું તે જણાવે છે. ના આપણામાં ના ઘણા બધા તે વિષે નહીં જાણતા હોય.

તો તમને જણાવી દઈએ કે આ બધા જ સિંબોલ તમને કોઈને કોઈ જાણકારી આપે છે. અને કેટલાક સિંબોલ તો તમારી સેફ્ટી માટે પણ છે. એમ પણ એક ચાર્જરની ઇલેક્ટ્રોનિક સર્કીટમાં એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જે વિવિધ રીતે તમારા માટે જોખમ પણ ઉભુ કરી શકે છે. ઉદહારણ તરીકે આગ જ લઈ લો.


જો તમે યોગ્ય રીતે તમારું ચાર્જર વાપરતા જ હોવ તેમ જ તમે તેની ઓરિજનલ પ્રોડક્ટ જ વાપરતા હોવ તો તમારે આવી કોઈ દૂર્ઘટનાથી ડરવાની જરૂર નથી. ચાર્જર પરના જે સીમ્બોલ હોય છે તે તેના ચોક્કસ સ્ટાન્ડર્ડ દર્શાવે છે જે વિવિધ ક્વોલિટી તેમજ સેફ્ટી કન્સલ્ટીંગ કંપની દ્વારા આપવામાં આવ્યા હોય છે.

આવી સંસ્થાઓના બે મુખ્ય કામ હોય છે. એક તો તેમણે એ ચેક કરવાનું હોય છે કે જે તે કંપનીના ચાર્જરે જે પર્ફોમન્સ આપવાની ગેરેન્ટી આપી છે તેમ તે કરી શકવા શક્ષમ છે. દા.ત. ચાર્જરનો આઉટપુટ પાવર તેણે વચન આપ્યા પ્રમાણેના વોલ્ટેજ પુરા પાડે છે. આ ઉપરાંત તેઓ ઇલેક્ટ્રીકલ ડીવાઇઝ ચેક કરે છે તેમ જ તેના કેબલ તેમજ એસેસરીઝની ક્વોલીટી પણ ચેક કરે છે અને ખાતરી આપે છે કે જે તે કંપનીના ચાર્જર કે તેના કેબલ યોગ્ય છે.


100-240V-50-60Hz આ આંકડઓનો શું મતલબ છે ? – આ આંકડો તમને લગભગ બધા જ ચાર્જર પર જોવા મળશે. તો ઘણા બધા લોકો પોતાના સ્માર્ટ ફોનની સાથે સાથે તેના ચાર્જર પણ વિદેશ લઈ જતા હોય છે. તો તેમના માટે આ આંકડા દર્શાવે છે કે આ ચાર્જરને તમે 240V ના ચાર્જરને તમે યુરોપના ચાર્જર વોલ આઉટલેટ પર વોલ્ટેજ કન્વર્ટર વગર વાપરી શકો છો. જ્યારે યુએસના મુસાફરે પોતાની સાથે એક બીજુ એડપ્ટર લઈ જવું પડશે જે એક અલગ આકાર તેમજ કાણા વાળુ હશે. અને તે એડપ્ટર વગર તમે યુએસ વોલ આઉટલેટ પર તમારો ફોન ચાર્જ નહીં કરી શકો.


ચોરસની અંદર ચોરસનો સિમ્બોલ – આ સિમ્બોલ ચાર્જરનો વાયર ડબલ ઇન્સ્યુલેટેડ હોવાની સૂચના આપે છે. જે તમારા માટે સેફ્ટી સિમ્બોલ છે. આ વાયરથી તમને કોઈ પણ પ્રકારનો શોક લાગવાનું જોખમ નથી હોતું. જ્યારે લોકલ ચાર્જરમાં આ સિમ્બોલ ન હોય તો સમજવું કે તે વાયર તમારા માટે સેફ નથી. માટે જ્યારે ક્યારેય પણ તમે મોબાઈલ ચાર્જર લો તો આ સિમ્બોલને ચોક્કસ જુઓ કારણ કે તે તમારી સેફ્ટી માટે હોય છે.

બીજો એક સીમ્બોલ છે V આકારનો જે વાસ્તવમાં 5નો સિંબોલ છે – તે રોમન નંબર 5 છે. તે દર્શાવે છે કે તમારું જે ચાર્જર છે તેની એફિશિયન્સિ કેટલા લેવલની છે. ઘણા બધા ચાર્જરને 4 નંબર પણ આપવામાં આવ્યો હોય છે. જો કે ઘણા બધા લોકલ સ્તરના ચાર્જરમાં આ સિમ્બોલ હોતો જ નથી. માટે તેની એફીસિયન્સી પણ શંકાસ્પદ હોય છે.


હોમ સિમ્બોલ – લગભગ બધા જ મોબાઈલ ફોન ચાર્જર પર આ નિશાન તો હોય જ છે. જેનો અર્થ એ થાય છે કે તે ચાર્જર માત્ર અને માત્ર ઘરના વપરાશ માટે જ છે. તે બીજી કોઈ જગ્યા એટલે કે કોઈ હાઈ વોલ્ટેજ વાળી જગ્યાએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ કે પછી તેને સુર્ય પ્રકાશમાં પણ ન વાપરવું જોઈએ. ટુંકમાં ઘરમાં જે વોલ્ટેજ પર કરન્ટ આવતો હોય તેના પર જ તમારે આ ચાર્જનો ઉપયોગ કરવાનો છે.


ચોકડી મારેલી કચરાપેટીનો સિમ્બોલ – આ સિમ્બેલ તમને દરેક કંપનીના મોબાઈલની બેટરી તેમજ ચાર્જર પર અચૂક જોવા મળશે. તો આ સિમ્બોલનો અર્થ છે કે આ પ્રોડક્ટને તમે ગમે ત્યાં ફેંકી ન શકો. તેને ન તો રસ્તા પર ગમે ત્યાં ફેંકી શકો કે ન તો કચરા પેટીમાં ફેંકી શકો. આ પ્રોડક્ટને જો તે બગડી ગઈ હોય કે તમે વાપરવામાં ન લેતા હોવ તો તેને જે તે ઉત્પાદક કંપનીને પરત કરી દેવી. જેથી તેઓ તેને રી સાઈકલ કરી શકે. આપણામાંના મોટા ભાગના આટલો બધો સમય નહીં બગાડે. કે તેઓ પોતાનું બગડી ગયેલું ચાર્જર જે તે કંપનીને મોકલાવે. આપણને એમ લાગતું હશે કે શું ફરક પડે છે. સીધું કચરામાં જ જવા દઈએ. પણ વાસ્તવમાં તમે આવી વસ્તુઓ કચરામાં ન ફેંકી શકો.


આઈએસઆઈએસી રજિસ્ટ્રેશન – આ સિમ્બોલ તમને મોટા ભાગના ઓરિજનલ ચાર્જરમાં જોવા મળશે. જો તમારી પાસેનું ચાર્જર ઓરિજનલ હોય અને તેમાં આ સિમ્બોલ હોય તો સમજવું કે તમારું ચાર્જર બધા જ પ્રકારના ટેસ્ટમાંથી પસાર થયું છે અને તમારું ચાર્જર સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું છે. તો તે જણાવે છે કે તમારું ચાર્જર ઓરિજનલ છે, સેફ છે અને સારી ક્વોલિટીનું છે.


આમ આ બધી જ નિશાનીઓ દ્વારા તમે જાણી શકો છો કે તમારું ચાર્જર કેવું સ્ટાન્ડર્ડ ધરાવે છે. કમસે કમ તમને એટલી ખાતરી તો તમારા ચાર્જર માટે થઈ જ જશે કે તે ઓરીજનલ છે કે ફેક છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ