શું ખરેખર છે પ્રિયંકા ચોપડા પ્રેગ્નન્ટ?, શું છે આ ફોટોની હકીકત…

વેલેન્ટાઇન પર રોમેન્ટિક ફોટો શેર કર્યા પછી અભિનેત્રી પ્રિયંકા ચોપડા હમણાં ફરથી ચર્ચાઓમાં છે. પ્રિયંકાના અમુક ફોટો બહુ વાઈરલ થઇ રહ્યા છે, જણાવાઈ રહ્યું છે કે લગ્નના ૨મહિના પછી જ પ્રિયંકા અને નિક એ ખુશખબરી આપવાના છે, સમાચાર છે કે પ્રિયંકા પ્રેગ્નન્ટ છે. સોશિયલ મીડિયામાં અમુક ફોટો વાઈરલ થઇ રહ્યા છે જેમાં તેના શરીરમાં બદલાવઆપણે જોઈ શકીએ છીએ. ફોટોમાં તેના કપડામાંથી બેબી બંપ દેખાઈ રહ્યો છે.

પ્રિયંકાના આ વાઈરલ ફોટોમાં તેણે એક ટાઈટ ફીટેડ ડ્રેસ પહેર્યો છે, જેમાં તેનું પેટ થોડું ઘણું બહાર દેખાઈ રહ્યું છે. આ ફોટો વાઈરલ થયા એટલે લોકોએ એવું માની લીધું કે તેનીપ્રીગ્નેન્સીના સમાચાર આવ્યા છે. પણ હજી આ વાત સાચી છે કે અફવા એ જાણી શકાયું નથી.

અમુક મીડિયા રીપોર્ટસ આ વાતને એક અફવા જણાવે છે. જયારે અમુક મીડિયાવાળા પ્રિયંકા પ્રેગ્નન્ટ છે એ વાતને સાચી ઠેરવે છે. પણ બીજા અમુક લોકો કે જે પ્રિયંકાની નજીક છેતેઓનું કહેવું છે કે આ સમાચાર સાચા છે. અમુક સમાચાર મુજબ પ્રિયંકા અને નિક હમણાં આ વાતને જાહેર કરવા માંગતા નથી એટલા માટે તેઓએ કોઈને બહાર જણાવ્યું નથી.

જો આ સમાચાર ખરેખર સાચી છે તો પ્રિયંકાના ચાહકો ઘણા ખુશ છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક ઘણા ઈન્ટરવ્યૂમાં એવું કહી ચુક્યા છે કે તેઓ હવે પોતાનો પરિવારવધારવા માંગે છે. છેલ્લા અમુક દિવસોથી નિકનું એક બયાન પણ વાઈરલ થઇ રહ્યું છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે તેમને પરિવાર આગળ વધારવાની ઈચ્છા છે. પણ હજી સુધી પ્રિયંકાકે નિક તરફથી એવી કોઈ માહિતી મળી નથી જેમાં આપણને જાણવા મળે કે પ્રિયંકા પ્રેગ્નન્ટ છે.

હવે આ વાતમાં કેટલું સત્ય છે અને કેટલું નહિ એ તો સમય જ બતાવશે.