શું ખરેખર બટાકા ખાઈને વજન વધે છે. ના આજે જાણી લો કે બટાકા ખાવાથી વજન વધતું નથી, પંરતુ ઘટે છે

બટાકા ખાતા સમયે જ દિમાગમાં એક જ વાત આવે છે કે, ક્યાંક બટાકા ખાવાથી તમે મોટા તો નહિ થઈ જાઓને. આ એક કારણે મોટાભાગના લોકો બટાકાને પોતાના ડાયટમાં સામેલ નથી કરતા. શું ખરેખર બટાકા ખાઈને વજન વધે છે. પરંતુ આજે જાણી લો કે બટાકા ખાવાથી વજન વધતું નથી, પંરતુ ઘટે છે.


તમને જાણીને આશ્ચર્ય લાગશે, પણ આ વાત સાચી છે. બટાકા ખાવાથી તમારી બેલી ફેટ પણ ઓછી થઈ જશે. પરંતુ શરત એ છે કે, તમારે ડાયટમાં બટાકાની છાલને પણ સામેલ કરવું પડશે.


જે બટાકાને વ્યવસ્થિત માત્રામાં ખાવામાં આવે તો વજન નથી વધતું. બટાકામાં સ્ટાર્ચ હોય છે, જે શરીર માટે બહુ જ જરૂરી હોય છે. તમે રોજ તમારી ડાયટમાં એક નાનકડુ બટાકુ સામેલ કરી શકો છો. આ સાથે મનમાં કોઈ ડર પણ ન રાખો કો વજન વધશે.


બટાકાની છાલ તે લોકો માટે બહુ જ ફાયદાકારક હોય છે, જેમને ઉચ્ચ રક્તચાપની સમસ્યા રહે છે. એક મોટા બટાકાની છાલમાં અંદાજે 1600 એમજી પોટેશિયમ મળી રહે છે. જે આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક હોય છે.


બટાકાની છાલમાં મોટી માત્રામાં ફાઈબર હોય છે, જે તમારી ઈમ્યુન સિસ્ટમને વધુ સારી કરવા માટે કારગત સાબિત થાય છે.

બટાકા હાર્ટ માટે પણ સારા હોય છે, હૃદય સંબંધી કોઈ પણ બીમારીના ખતરાને તે ઓછું કરી શકે છે.


ફ્રાઈડ બટાકા ખાવાથી તમારું વજન વધી શકે છે, પણ જો તમે બટાકા બાફીને ખાઓ છો, તો તે તમારું વજન સો ટકા ઓછું કરશે.

એક બટાકામાં અંદાજે 45 ટકા વિટામિન મળી રહે છે, જે તમારા શરીર માટે એકદમ બેસ્ટ છે. બટાકા તમારા સ્ટ્રોંગ હોર્મોનને રિલીઝ થવાથી પણ રોકે છે. જો તમે તમારા ડાયટમાં રોજ એક બટાકું સામેલ કરી રહ્યા છો, તો તેનાથી તમારુ સ્ટ્રેસ લેવલ પણ ઓછું થશે.


બટાકા હાડકાની મજબૂત કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ધ્યાન રાખો કે, બટાકાને તમારે તેની છાલ સાથે ખાવાના રહેશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ઉપયોગી અને સ્વાસ્થ્યને લગતી ટીપ્સ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ