શું કહે છે નાસ્ત્રેદમસની 2019 માટેની ભવિષ્યવાણી ! જાણી લો. તેમની ઘણી બધી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી પડી છે

ફ્રેન્ચ ભવિષ્યવેતા માઇકલ દી નાસ્ત્રેદમસે આવનારા અનેક વર્ષો માટે ભવિષ્યવાણીઓ કરી હતી. વિશ્વમાં એક મોટો વર્ગ છે જે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરે છે. કારણ કે તેમણે કરેલી ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.

નાસ્ત્રેદમસે 2019 માટે શું ભવિષ્યવાણીઓ કરી છે

નાસ્ત્રેદમસે 2019 માટે જે ભવિષ્યવાણી કરી છે તે માનવજાતી માટે જરા પણ હિતકારી નથી. જો કે આ બાબતે અન્ય ઘણા ભવિષ્યવેતાઓએ પણ ભવિષ્વાણી કરી છે. નોસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીમાં વિશ્વના અંતનો સંકેત છૂપાયેલો છે.

આ સિવાય નાસ્ત્રેદમસે ત્રીજું વિશ્વયુદ્ધ, પશ્ચિમિ દેશોનું પતન અને ઉલ્કા પ્રપાત વિષે પણ ભવિષ્વાણીઓ કરી છે. આ ભવિષ્યવાણીઓ નાસ્ત્રેદમસે ખુબ જ ગૂઢ સામાન્ય લોકોને ન સમજાય તેવી ભાષામાં કરેલી છે જેને સમજવા માટે ખાસ વ્યાખ્યાકારો હોય છે તેઓનું એવું માનવું છે કે નાસ્ત્રેદમસની 2019ને લઈને આ ભવિષ્યવાણીઓ સાચી પડી શકે તેમ છે.

નાસ્ત્રેદમસે આ ભવિષ્યવાણીઓ પોતાની કવિતાઓ દ્વારા કરી છે. જે 1555 દરમિયાન લખવામાં આવી હતી. જેનો અર્થ કંઈક આ પ્રમાણે વિદ્વાનોએ કર્યો છે.

આ પંકતિઓમાં યુએસ અને નોર્થ કોરિયા, યુએસ અને રશિયા વચ્ચે ત્રિજું વિશ્વયુદ્ધ થાય તેવા સંકેતો છૂપાયેલા છે. આ ઉપરાંત એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેમાં વિશ્વ મોટા આર્થિક સંકટના ભરડામાં લેવાય તેવા સંકેતો પણ છે.

નાસ્ત્રેદમસની આગાહી પ્રમાણે હવે પછીનું વિશ્વ યુદ્ધ એટલે કે ત્રીજું વિશ્વ યુદ્ધ બે મહાસત્તાઓ વચ્ચે થશે જે 27 વર્ષો સુધી ચાલશે. હાલ એમ પણ ઘણા બધા દેશો વચ્ચેના સંબંધો વણસેલા છે.

ઉલ્કા વર્ષા થવાની ભવિષ્યવાણી

નાસ્ત્રેદમસની કાવ્ય પંકતિઓ પ્રમાણે એક સૂર્ય ગ્રહણ દરમિયાન ગરમીની સૌથી અંધારી રાત હશે. જ્યારે સૂર્ય પર સંપૂર્ણ ગ્રહણ લાગેલું હશે અને તે વખતે એક વિશાળ આકાશિય પિંડ પૃથ્વી પર પ્રચંડ વેગે પડશે. જેને ધોળા દીવસે જોવામા આવશે. જેનો અર્થ થાય છે ઉલ્કા વર્ષા અને ઉલ્કા વર્ષાથી પૃથ્વિનો વિનાશ.

ઉલ્કા વર્ષા ઉપરાંત વિશ્વ યુદ્ધના કારણે ન્યૂક્લિયર એટેક અને કૂદરતી હોનારતો પણ થશે. તેમની કાવ્ય પંકતિઓના અનુવાદ પ્રમાણે આ વર્ષ દરમિયાન આકાશમાં એક ધૂમકેતુ દેખાશે અને સાથે સાથે ધરતી પર હિંસક ઘટનાઓ પણ બનવા લાગશે જે પૃથ્વીને તેમજ માનવજાતિને વિનાશ તરફ લઈ જશે.

કૂદરતી વાતાવરણમાં પરિવર્તન આવતા જ પૃથ્વીની ભૂગોળ બદલાઈ જશે

ગ્લોબલ વોર્મિંગની સ્થિતિથી આજે વિશ્વનો એક એક વ્યક્તિ માહિતગાર છે. આ વર્ષે પૃથ્વીના ઉષ્ણ તાપમાન, ઓગળતી ગ્લેશિયર અને એક પ્રચંડ તોફાનથી ધરતીની ભૂગોળ બદલાઈ શકે છે.

તેમણે પોતાના કાવ્યમાં લખ્યું છે તે પ્રમાણે પૃથ્વીના વધતા તાપમાનના કારણે અને હીમ નદીઓનું પાણી પીઘળવાથી ધરતી પાણીમાં સરકી જશે. અને તેના કારણે માનવ-માનવ વચ્ચે કુદરતી સંસાધનો, તેમજ જમીન માટે યુદ્ધ થશે.

યુ-ટ્યૂબ ચેનલ અનએક્સપ્લેઇન્ડ મિસ્ટ્રી પ્રમાણે મનુષ્યનો પ્રાણીઓ સાથેનો સંબંધ ગાઢ બનશે

આ યુ-ટ્યૂબ ચેનલના જણાવ્યા પ્રમાણે નાસ્ત્રેદમસની એક ભવિષ્યવાણી પ્રમાણે માનવ અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ ગાઢ બનશે. તેઓ એકબીજાની નજીક આવશે અને બની શકે કે મનુષ્યો પ્રાણીઓ સાથે વાતો પણ કરવા લાગે. બીજો અર્થ એ પણ થાય છે કે મનુષ્યો જાનવરોની બલી લેવાનું બંધ કરશે.

ભવિષ્યવાણી પ્રમાણે યુરોપિયન દેશોમાં પૂર આવવાની શક્યતા

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પ્રમાણે 2019માં યુરોપના કેટલાક દેશોમાં અત્યંત ભયંકર પૂર આવશે. તેમાં હંગરી, ઇટાલી, બ્રિટેન ઉપરાંત જેક રિપબલિક દેશેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુએસ અને અન્ય યુરોપિયન દેશો પર આતંકવાદી હૂમલાઓની પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે.

ચિકિત્સા ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સફળતાઓ મળશે

આ બધી જ નકારાત્મક અને વિનાશ દર્શાવતી ભવિષ્યવાણીમાં નાસ્ત્રેદમસે એક સારી ભવિષ્યવાણી પણ કરી છે જેમાં ચિકિત્સા ક્ષેત્રમાં પ્રગતિ થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તેના કારણે પૃથ્વી પરના લોકોના સરેરાશ આયુષ્યમાં પણ વધારો થશે. આ ભવિષ્યવાણી નાસ્ત્રેદમસના ‘પ્રોફેસીસ’ પુસ્તકમાં કરવામાં આવી છે અને નિષ્ણાતો જણાવે છે કે તેમાં મનુષ્યનું આયુષ્ય 200 વર્ષ સુધીનું થશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં નાસ્ત્રેદમસની કઈ કઈ ભવિષ્યવાણી સાચી પડી છે

બ્રીટેનની રાજકુમારી ડાયેનાના મૃત્યુની ભવિષ્યવાણી, પરમાણુ બોમ્બ પરિક્ષણની ભવિષ્યવાણી, એડોલ્ફ હિટલરના ઉદયની ભવિષ્યવાણી, બીજા વિશ્વ યુદ્ધ તેમજ 9/11ના હૂમલાની ની ભવિષ્યવાણી. આ ઉપરાંત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિષેની નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પણ તદ્દન સાચી પડી છે. આ ઉપરાંત સાંકેતિક ભાષામાં તેમણે અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વિષે પણ ઉલ્લેખ કર્યો હતો જે પણ સાચો સાબિત થયો છે.

તમને જાણીને આશ્ચર્ય થશે પણ તેમણે પોતાના મૃત્યુની પણ ભવિષ્યવાણી કરી હતી. તેમણે મૃત્યુના આગલા દિવસે કહી દીધું હતં કે તેઓ આગલી રાત સુધી જીવીત નહીં રહે અને તેઓ બીજા દિવસે સવારે તેમના બેડરૂમના ટેબલ પર મૃત હાલતમાં મળ્યા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ