જલ્સા કરોને જેંતીલાલ

સી.સી.ડી.ના માલિક વી.જી. સિદ્ધાર્થનું થયું અપમૃત્યુ કે થયા ગુમશૂદા? જાણો શું છે આખી વિગત…

સી.સી.ડી.ના માલિક વી.જી. સિદ્ધાર્થનું થયું અપમૃત્યુ કે થયા ગુમશૂદા? જાણો શું છે આખી વિગત… ‘કેફે કોફી ડે’ના ફાઉન્ડરનું મેંગ્લુરુની નદી કિનારે, પહેલાં ગુમ થયા અને બાદમાં આપઘાતની આશંકાના સમાચારે એક પત્ર જાહેર થતાં વી.જી. સિદ્ધાર્થનું નામ ચર્ચામાં…


‘કેફે કોફી ડે’ જાણીતી ભારતીય કેફે બ્રાંડના માલિક સાથે બન્યું કંઈ એવું કે પહેલાં ગુમ થયાના આવ્યા સમાચાર અને પછી શંકાસ્પદ અવસ્થામાં આપઘાતના સમાચાર આવ્યા છે. પહેલી રીપોર્ટ આવતાં એવું જાણવા મળ્યું છે કે આ ઉદ્યોગપતિ તેમની રોકાણની મોટી રકમ શેર માર્કેટમાં ફસાતાં ગુમ થયેલ છે પરંતુ સાંજ બાદ કોઈપણ ખબર ન મળતાં મોડી રાત સુધીમાં તો નદીમાં ઝંપલાવીને તેમના આપઘાત કરીને મૃત્યુને ભેટ્યા હોવાની આશંકાના સમાચારે સૌને ચોંકાવી મૂક્યા હતા.

વી.જી. સિદ્ધાર્થ ‘કેફે કોફી ડે’ના ફાઉન્ડર તરીકે આખા દેશમાં તેમની ફ્રેંચાઈઝી ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એસ.એમ. કૃષ્ણાના જમાઈ પણ છે. તેઓ એક બીઝનેસમેનની સાથે ઇન્વેસ્ટર પણ હતા અને સોમવારે શેર બજાર ટૂટ્યાના સમાચારે તેમને જીવન ટૂંકાવવા મજબૂર કર્યા હોવાનું માનવામાં આવે છે.

સોમવારે તેઓ બેંગ્લુરુથી સકલેશ્વર પોતાની ગાડીમાં જવા રવાના થયા હતા. તે સમયે તેમણે પોતાના ડ્રાઈવરને મેંગ્લુરુની નેત્રાવતી નદીના પુલ પાસે ગાડી રોકવા કહ્યું અને તેને આગળ જવા માટે કહી દીધું. રાતના લગભગ આઠ વાગ્યા બાદ ડ્રાઈવરના માલિક પાછા ન આવ્યા એટલે તેણે તે તરફ જવા વિચાર્યું. સાહેબ ન મળતાં તેણે આ રીતે ફરિયાદ નોંધાવીને નિવેદન આપ્યું છે.

આખી વાત ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ અને નેત્રાવતી નદીના કિનારે કોઈ હાઈ પ્રોફાઈલ વ્યક્તિની શોધ ખોળ થવા લાગી તેની સૌને ભનક પણ પડી ગઈ. એવી આશંકાએ જોર પકડ્યું છે કે ઉલ્લલ પુલ પરથી વી.જી. સિદ્ધાર્થે છલાંગ લગાવી છે. આ સમાચાર બાદ કર્ણાટક પોલીસ સાબદી થઈને નદીની ચારે તરફથી સર્ચ ઓપરેશન કરી રહી છે. જેમાં ત્યાંના ઇન્સ્પેક્ટર પાટિલ જણાવે છે કે નદીમાં હોડી મૂકાવીને તેની મદદથી શોધખોળ ચાલુ છે. વળી, તેમના ફોન કોલ્સની પણ ડિટેલ્સ મેળવી લઈને બાબતની તપાસ કરાઈ રહી છે. ડ્રાઈવરના નિવેદન પરથી તેમણે અહીં ઉલ્લલ પુલ પાસેથી છેલ્લે જોયા હતા અને થોડો સમય પછી કૂદકો મારી દીધો હોવાની શંકા થતાં તેણે ફરિયાદ કરેલ છે.

આ ઘટના સામે આવતાં આવ્યું છે એક જાહેરનામું

આ ઘટના પહેલાં એક પરિપત્ર લખાયું છે તેમના હાથે. જે પોલિસ સ્ટેશનમાં સબમિટ થયેલ છે. આની તપાસ કરતાં એવું સ્પસ્ટ જાણી શકાય છે કે તેઓ લાંબા સમયથી ફાઈનાન્સિયલ ક્રાઈસિસથી ઝઝૂમી રહ્યા હતા. તેમના પત્રમાં લખાયું છે, “મેં અત્યાર સુધી ઘણો સંઘર્ષ કર્યો. મારા ઇક્વિટી પાર્ટનર મને શેર બાયબેક કરવા માટે દબાણ કરી રહ્યા છે. જેને હું વધારે સહન કરી શકતો નથી. આનું ટ્રાન્સેક્શન છ માસ પહેલાં એક મિત્રની મદદ કરવા માટે ફંડ એકઠ્ઠું કરવા માટે થયું હતું.” આ પત્રમાં તેમની સહી પણ છે જેની સાથે તેણે પોતાના રોકાણકારોની જાહેરમાં માફી માગી છે અને સરેન્ડર કરવાની પણ વાત લખાયેલ છે આ પરિપત્રમાં. તેમ છતાં આ ઘટના બનવા પાછળ વધું શું કારણ હોઈ શકે એ તો તપાસ બાદ જ ખ્યાલ આવે. મૃત્યુની સ્પસ્ટપણે પુષ્ટિ થઈ નથી.

કર્ણાટકના મુખ્યમંત્રી યદુરપ્પા તેમના સસરા એસ.એમ કૃષ્ણાના ઘરે પહોંચ્યા હતા તેમજ ઘટના સ્થળે પણ જ્યાં તપાસ કામગીરી ચાલુ છે ત્યાં નેતાઓ અને અધિકારીઓ પહોંચ્યા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version