શું આ સુનીલ ગ્રોવરનો ઈશારો છે કે તે કપિલ સાથે ફરીથી કામ કરવા માંગે છે…

કોમેડિયન અને એક્ટર સુનીલ ગ્રોવરનું નામ આવતા આપણને કપિલ શર્મા જરૂરથી યાદ આવે જ. બંને કોમેડિયનની જોડી એ વિવાદના કારણે અલગ થઇ ગઈ છે. હવે બંનેના શો તો શરુ થયા હતા પણ અલગ અલગ. હવે ખબર નહિ બંને સાથે ક્યારે જોવા મળશે. આવો તમને જણાવીએ બંને વચ્ચેની થોડી રસપ્રદ વાતો.

કપિલ શર્માએ પોતના શો દરમિયાન સુનીલની માફી માંગી હતી અને તેને શો પર પરત આવવા માટેની આજીજી કરી હતી, પણ સુનીલે તેનો કોઈ જવાબ આપ્યો હતો નહિ. ઘણા લાંબા સમય પછી સુનીલે તેમના બંને વચ્ચે થયેલ વિવાદ વિષે વાત કરી હતી. આવો જાણીએ શું કહેવું છે સુનીલનું.

સુનીલને જયારે પૂછવામાં આવ્યું કે તમે કપિલ સાથે ક્યારે દેખાશો? તો જવાબમાં સુનીલ જણાવે છે કે ભગવાન ઈચ્છશે તો એવું જરૂર થશે. હું શુભેચ્છા પાઠવું છું કપિલને. તે બહુ મહેનત કરે છે તે હસાવે છે. ઈશ્વરની ઈચ્છા હશે તો અમે ક્યારેક ને ક્યારે સાથે કામ જરૂર કરીશું.

જયારે સુનીલને પૂછવામાં આવ્યું કે તમારી અને કપિલની વચ્ચે પ્લેનમાં શું થયું હતું તો તેના જવાબમાં સુનીલ કહે છે કે “ એવું જ થયું હતું જેવું બે મિત્રો વચ્ચે થયું હતું, આવું તો ચાલ્યા કટે કોઈ કોઈ વાર. પણ હવે થઇ ગયું એ થઇ ગયું. હવે તેના પછી હું એ શોનો ભાગ નહોતો.

“હું નાના શહેરનો વ્યક્તિ છું અમને પ્લેનમાં બેસવાની આદત નહોતી. અમને એવું હતું તો બાય રોડ ઓસ્ટ્રેલિયા મોકલી દેવા હતા. એ બધી હવાની વાતો હતી તેને હવામાં જ રહેવા દઈએ તો સારું. એક સમયે દિલમાં એ બધી વાતો ઘર કરી ગઈ હતી પણ હવે એવું નથી.”

“અમે સાથે (કપિલ અને સુનીલે) ઘણું સારું કામ કર્યું છે. એકબીજાની સાથે ઘણો સારો સમય વિતાવ્યો હતો એ ક્ષણો અમે આજે પણ યાદ કરીએ છીએ.”

 “મેં શો બનાવ્યો જ નહોતો. મને ફક્ત એક્ટિંગ કરતા આવડે છે અને હું એ જ કરતો હતો. ઘણી એવી વસ્તુઓ હોય છે જે લોકો જલદી પસંદ નથી કરતા. આપણું કામ છે જે આપણે કરતુ રહેવું જોઈએ. પણ જે લોકો સ્વીકારી લે છે એ હીટ થઇ જાય છે.” આ વાત સુનીલે પોતાના નવા શો ના અંતર્ગત કયું હતું.

કપિલ શર્માના લગ્નમાં બીજા ઘણા બધા સ્ટાર આવ્યા હતા પણ સુનીલ આવ્યો હતો નહિ. આ વિષે તેમને સવાલ પૂછવામાં આવ્યો તો સુનીલ જણાવે છે કે “ હું શુટિંગ કરતો હતો એટલા માટે હું લગ્નમાં જઈ શક્યો નહોતો. આવામાં સૌથી જરૂરી ફેમીલી હોય છે અને તેની સાથે ફેમીલી તો હતી જ અને સાથે બીજા પણ મિત્રો હતા. એ અત્યાર સુધી પત્નીઓ પર જોક કરતો હતો હવે તેને ખબર પડશે કે પત્ની એ શું હોય. મારી શુભેચ્છાઓ તેની સાથે જ છે.”

“હું એક બહુ નાની જગ્યાએથી આવ્યું છું. હરિયાણામાં ભણેલ છે. હું જયારે પણ ફિલ્મો જોતો તો મને થતું કે આવી રીતે એકવાર તો ટીવીમાં આવવું જ છે. પહેલા જયારે હું મુવી જોતો તો મને થતું કે આ અભિનેતાઓ એ સાચા નહિ હોય પણ પછી મને ખબર પડી કે હા તેઓ રીયલ હોય છે.”