જલ્સા કરોને જેંતીલાલ

શ્રીદેવીથી લઈને પ્રીતિ ઝિન્ટા સુધી, જાણી લો બોલીવુડની આ અભિનેત્રીઓ વિશે, જેમની ડેબ્યુ ફિલ્મમાં કોઈ બીજાએ આપ્યો હતો અવાજ અને પછી..

હિન્દી સિનેમામાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાના કરિયરના શરૂઆતના દિવસોમાં ફિલ્મો કરતી વખતે ભાષા અને લ્હેકમાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો. એવામાં ફિલ્મોના નિર્માતા નિર્દેશક ઘણીવાર ડાયલોગ્સ માટે કોઈ અન્ય કલાકાર કે પછી અન્ય અભિનેત્રીઓની મદદ લેતા. આજે અમે તમને બોલીવુડની એવી જ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમની ડેબ્યુ ફિલ્મમાં અવાજ ડબ કરવામાં આવ્યો હતો.

શ્રીદેવી.

image soucre

શ્રીદેવીએ ચાર વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એમને વર્ષ 1967માં તમિલ ફિલ્મ મુરુગામાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. જ્યારે બોલીવુડમાં એમને વર્ષ 1979માં આવેલી ફિલ્મ સોલવા સાવનથી ડેબ્યુ કર્યું હતું. જો કે એમની પહેલી ફિલ્મ બોક્સ ઓફીસ પર કોઈ કમાલ નહોતી દેખાડી શકી. શ્રીદેવીએ જ્યારે બોલીવુડમાં શરૂઆત કરી ત્યારે એ હિન્દીમાં વાત કરવામાં સહજ નહોતી. એટલે હિન્દી ફિલ્મોમાં મોટાભાગે એમનો અવાજ નાઝ દ્વારા ડબ કરવામાં આવતો હતો. ફિલ્મ આખરી રાસ્તામાં શ્રીદેવીનું અવાજ અભિનેત્રી રેખાએ ડબ કર્યો હતો. એમને પહેલીવાર ફિલ્મ ચાંદનીમાં પોતાના ડાયલોગ માટે ડબ કર્યું હતું.

બિપાશા બસુ.

image soucre

અભિનેત્રી બિપાશા બસુએ પોતાના કરિયરની શરૂઆત અબ્બાસ મસ્તાનની ક્રાઈમ થ્રિલર ફિલ્મ અજનબીથી કરી હતી. એ ફિલ્મમાં બિપાશા સાથે અક્ષય કુમાર, બોબી દેઓલ અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા. ફિલ્મમાં બિપાશા એક નકારાત્મક પાત્રમાં હતી અને આ ફિલ્મમાં ઉમદા અભિનય માટે એમને બેસ્ટ ફિમેલ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. પણ બહુ ઓછા લોકોને એ ખબર છે કે અજનબી ફિલ્મમાં એમના ડાયલોગ અન્ય કોઈના અવાજમાં હતા. અજનબી સિવાય બિપાશાનો અવાજ રાઝ અંર જીસ્મ જેવી જાણીતી ફિલ્મોમાં પણ ડબ કરવામા આવ્યો હતો.

પ્રીતિ ઝિન્ટા.

image soucre

પ્રીતિ ઝિન્ટા બોલીવુડની અમુક સારી ફિલ્મો માટે ઓળખાય છે. પ્રીતિ ઝિન્ટાએ પહેલી જ ફિલ્મમાં એક અનમેરીડ ટીનેજ પ્રેગ્નેન્ટનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ હતી કયા કહેના. તો લીડ એક્ટ્રેસ તરીકે પ્રીતિએ સોલ્જર ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. vશ 1998માં આવેલી આ ફિલ્મમાં પ્રીતિ બોબી દેઓલની ઓપોઝિટ દેખાઈ. પ્રીતિની આ ફિલ્મમાં ઓરીજીનલ અવાજ નહોતો. એમના અવાજને ડબ કરવામાં આવ્યો હતો.

જેકલીન ફર્નાન્ડિઝ

image socure

વર્ષ 2006માં મિસ શ્રીલંકા યુનિવર્સ રહી ચુકેલી જેકલીન ફર્નાન્ડિઝ એક શ્રીલંકન અભિનેત્રી તેમજ મોડેલ છે. જેકલીને વર્ષ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ અલાદ્દીનથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં એમનો ઓરીજનલ અવાજ નહતો પણ એને ડબ કરવામા આવ્યો હતો. મર્ડર 2 અને હાઉસફુલ 2માં ઓન જેકલીનના ડાયલોગને ડબ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version