જલ્સા કરોને જેંતીલાલ

શ્રી રામચરિત માનસના પાઠથી દરેક જાતની મુશ્કેલીઓ દૂર થાય છે જાણો..

હંમેશા શુભ પ્રસંગો પર ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચયિત શ્રીરામચરિત માનસના સુંદરકાન્ડનો પાઠ કરવામાં આવે છે. શુભ કામની શરૂઆત પહેલાં સુંદરકાન્ડના પાઠથી કરવાનું એક વિશિષ્ટ મહત્ત્વ છે. આજના આ લેખમાં અમે તેના મહત્ત્વ વિષે જણાવીશું.


1. જ્યારે પણ કોઈ વ્યક્તિના જીવનમાં ખુબ મુશ્કેલીઓ હોય, કોઈ કામ પાર ના પડતું હોય, આત્મવિશ્વાસની ખોટ હોય કે પછી કોઈ સમસ્યા હોય, ત્યારે સુંદરકાંડના પાઠ કરવાથી શુભ ફળ મળવા લાગે છે.


2. શ્રીરામચરિત માનસના સુંદરકાંડની કથા સૌથી અલગ છે. સંપૂર્ણ શ્રીરામચરિતમાનસ ભગવાન શ્રીરામના ગુણો અને તેમના અનેક પુરુષાર્થને દર્શાવે છે. સુંદરકાંડ એક માત્ર એવો અધ્યાય છે જે શ્રીરામના ભક્ત હનુમાનના વિજયની કથા દર્શાવે છે.


3. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુંડળી દોષ દૂર કરવા માટે અને મુશ્કેલ પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવા માટે સુદંરકાંડનો પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે.


4. આ કાંડ એક ભક્તની જીતનો કાન્ડ છે, જે પેતાની ઇચ્છાશક્તિના જોરે મોટો ચમત્કાર કરી શકે છે. સુંદરકાંડમાં જીવનની સફળતાના મહત્તવપૂર્ણ મંત્રો પણ આપવામાં આવ્યા છે.


5. સુંદરકાંડ આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિ વધારવા માટેનો કાન્ડ છે. સુંદરકાંડના પાઠથી વ્યક્તિને માનસિક બળ મળે છે. કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે આત્મવિશ્વાસ મળે છે.


6. સુંદરકાંડના પાઠથી હનુમાનજીની સાથે સાથે શ્રીરામની પણ કૃપા પ્રાપ્ત થાય છે. કોઈ પણ પ્રકારની પરેશાની હોય, સુંદરકાંડના પાઠથી દૂર થઈ જાય છે. તે એક શ્રેષ્ઠ અને સૌથી સરળ ઉપાય છે.


7. સંપૂર્ણ રામાયણમાં સુંદરકાંડને સૌથી શ્રેષ્ઠ કાન્ડ માનવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિમાં આત્મવિશ્વાસ જગાવે છે. તે જ કારણસર સુંદરકાંડનો પાઠ ખાસ કરવામાં આવે છે.

8. સુંદરકાંડમાં હનુમાનજી સમુદ્ર વટાવીને લંકા પર પહોંચી ગયા અને ત્યાં તેમણે સીતામાતાને શોદ્યા હતા. લંકાને બાળી અને સીતાજીનો સંદેશ લઈ શ્રીરામ પાસે પાછા ફર્યા હતા.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version