OMG! સિરિયલમાં આવતા કૃષ્ણને સાચા માનીને આ બે ભક્ત મહિલા આવી લંડનથી, જાણો શું થયુ પછી..

‘રાધાકૃષ્ણ’ સિરિયલમાં આવતા કૃષ્ણને સાચા માનીને લંડનથી બે ભક્ત મહિલાઓ એક્ટરને મળવા દોડી આવી

90ના દાયકામાં બી.આર ચોપરાની મહાભારત સિરિયલ ચાલતી હતી અને દર્શકોનું મન તેમાં એટલું પરોવાઈ ગયું હતું કે જોનારાઓ સિરિયલના પાત્રોને સાચા ગણવા લાગ્યા હતા. અને તેમાં શ્રી કૃષ્ણનું પાત્ર ભજવનાર નિતિશ ભાર્દ્વાજને લોકો કૃષ્ણ જ સમજવા લાગ્યા હતા. માત્ર નાના બાળકો જ નહીં પણ વડીલો પણ તેને જ કૃષ્ણ માનવા લાગ્યા હતા અને તે વખતે તે જ્યાં જ્યાં પણ જતાં ત્યાં લોકો તેમને ભગવાન જોતા હોય તેવું વર્તન કરતાં.

image source

તેવું જ આજકાલ પ્રદર્શિત થઈ રહેલી સિરિયલ રાધાકૃષ્ણમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર સુમેધ મુદગલકર સાથે થઈ રહ્યું છે. અને તેને પણ કેટલાક દર્શકો સાચે જ શ્રીકૃષ્ણ માનવા લાગ્યા છે માત્ર તેને જ નહીં પણ એક્ટ્રેસ મલ્લિકા સિંહ કે જે સિરિયલમા રાધાનું પાત્ર ભજવી રહી છે તેને પણ દર્શકો રાધાજી માનવા લાગ્યા છે. અને તે બન્નેની મુલાકાત માટે ભારતમાંથી નહીં પણ લંડનથી દર્શકો આવી રહ્યા છે.

હા, ટીવી પરના શ્રી કૃષ્ણ અને રાધાને મળવા માટે તેની બે મહિલા ફેન્સ થોડા સમય પહેલાં મુંબઈ આવી પહોંચી હતી. આ વિષે સુમેધે જ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાના ફેન્સને જણાવ્યું હતું. સુમેધ પોતે પણ પોતાને ચાહનારા આ વર્ગ વિષે નહોતો જાણતો અને જ્યારે બે 60 વર્ષ વટાવી ચુકેલી મહિલા તેને મળવા આવી ત્યારે તેને તે બાબત પર વિશ્વાસ જ નહોતો થઈ શક્યો.

image source

તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની આ મહિલા ફેન્સની તસ્વીરો શેર કરી હતી. તેણે ફોટો શેર કરતાં એક લાંબુ કેપ્શન પણ લખ્યું હતું જેમાં તેણે બન્ને મહિલાઓનો આભાર માન્યો હતો તેનું કેપ્શન કંઈક આ પ્રમાણે હતું, ‘છેક લંડનથી આ મહિલાઓ મને મળવા આવી પહોંચી ? શરૂઆતમાં તો મને થોડું વિચિત્ર લાગ્યું ! કારણ કે મેં ક્યારેય સ્વપ્ને પણ વિચાર નહોતો કર્યો કે બે સુંદર મહિલાઓ કે જે 60ની ઉંમર વટાવી ચુકી છે તે લંડનથી મારા જેવા બાળક અને આખી રાધા-કૃષ્ણની ટીમને મળવા આવી પહોંચશે !’

‘કૌશલ્યાજી મેં તમારી સાથે જેટલો સમય પસાર કર્યો તે દરમિયાન તમે મને ખુબ જ સ્પેશિયલ ફીલ કરાવ્યું છે. તમારો મારા માટે જે પ્રેમ છે તે કંઈક ખાસ છે. તમારો ખૂબ ખૂબ આભાર ! તમે ખરેખર મને આશિર્વાદોથી ભરી મુક્યો છે. પ્રવિણાજી, તમે ખરેખર એક પ્રેમાળ મહિલા છો ! હું તમને ખૂબ પ્રેમ કરું છું અને હું પ્રાર્થના કરું છું કે તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે !’

 

View this post on Instagram

 

A post shared by Sumedh Vasudev Mudgalkar (@beatking_sumedh) on

‘આ એક એવી ક્ષણ છે જે મને હકારાત્મકતા તરફ ધકેલે છે. ધીમે ધીમે કરીને મને ભાન થઈ રહ્યું છે કે મને આ પેશન ક્યાં સુધી લઈ જઈ રહ્યું છે, અને પ્રામાણિકતાથી કહું તો અહીં જીવનને સંતુલિત બનાવી રાખવું અઘરું છે. પણ હું મારો ઉત્તમ પ્રયાસ કરીશ કે ક્યારેય કોઈને મારા કારણે નીચું ન જોવું પડે ! તમારા બધા પર ભગવાનની કૃપા રહે !

તમારો પ્રવાસ સુરક્ષિત રહે તેવી આશા છે, કૌશલ્યાજી અને પ્રવિણાજી, હું તમને ખૂબ પ્રેમ કરું છું !’

આ કેપ્શન સાથે તેણે શ્રીકૃષ્ણનો પણ આભાર માન્યો હતો અનો પોતાની સિરિયલ રાધાક્રીષ્નનો પણ આભાર માન્યો હતો.

image source

તમને જણાવી દઈએ રાધાકૃષ્ણ સિરિયલ 2018થી ઓનએર થઈ છે અને તેની સફળતાએ તેને થોડા ક જ સમયમાં ટોપટેન શોમાં સામેલ કરી મુકી છે. સુમેધ મુદગલકરે રાધાકૃષ્ણ પહેલાં બીજી ઘણી બધી સિરિયલોમાં નાના-મોટા કામ કર્યા છે. ચક્રવર્તિ સમ્રાટ અશોકમાં તેણે યુવરાજ સુશિમનો નકારાત્મક રોલ કર્યો હતો. પણ કૃષ્ણના રોલમાં તેને જોઈ લોકો તેના જુના પાત્રને સાવ જ ભૂલી ગયા. આજે સુમેધ એટલો પોપ્યુલર થઈ ગયો છે કે તેને ઇન્સ્ટાગ્રામ પર સાડા છ લાખ ફોલો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ