જલ્સા કરોને જેંતીલાલ

શ્રીદેવી પોતાની બંને દીકરીઓ માટે મૂકીને ગઈ કરોડોની મિલકત, વાંચો જાત મહેનતથી કેટલા રૂપિયા ભેગા કર્યા હતા…

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી રૂપની રાણી શ્રીદેવી એ આપણા દેશની મહાનાયિકામાંથી એક માનવમાં આવે છે. તેની એક્ટિંગના આજે પણ લાખો લોકો દીવાના છે. તમને જણાવી દઈએ કે શ્રીદેવીએ ૩૦૦થી પણ વધુ ફિલ્મો કરેલ છે. હવે એ વાતમાં કોઈ નવાઈ નથી કે આટલા બધા મુવીમાં કામ કરીને શ્રીદેવીએ ઘણા પૈસા કમાયા છે. હવે જ્યારે તેઓ હયાત નથી ત્યારે તેની દરેક સંપત્તિ એ તેની દિકરીઓને મળી છે. આજે અમે તમને જણાવીશું કે શ્રીદેવી પાસે કેટલી સંપત્તિ હતી અને અત્યારે તેમની દિકરીઓ પાસે કેટલી સંપત્તિ છે.

૮૦ના દાયકાથી શ્રીદેવી બોલીવુડ પર રાજ કરી રહી હતી. એ સમય દરમિયાન શ્રીદેવી એ સૌથી વધારે ફી લેવાવાળી હિરોઈન હતી. તમને જણાવી દઈએ કે શ્રીદેવીની બધી મિલકતની અંદાજીત રકમ એ ૨૪૭ કરોડ રૂપિયા છે. તેની તિજોરી એ ડીઝાઈનર કપડાંથી હંમેશા ભરેલી હોય છે. સાથે ઘણીવાર તે બધી જ પાર્ટીઓમાં અલગ અને મોંઘી સાડીઓ અને ઘરેણામાં જોવા મળતી હતી. તમને જાણીને નવાઈ લાગશે પણ શ્રીદેવી પાસે પોતાના ૩ બંગલા છે.

રીપોર્ટ અનુસાર એ સમયમાં એક ફિલ્મ માટે શ્રીદેવીએ ૧ કરોડ રૂપિયાની માંગ કરી હતી, પણ એ ફિલ્મ પૂરી થઈ શકી નહોતી. સાથે જ વર્ષો પછી શ્રીદેવી એ ઈંગ્લીશ-વિન્ગ્લીશફિલ્મથી પરત આવી હતી. ત્યારે તેની ફી એ ૩.૫ કરોડથી ૫ કરોડ સુધીની હતી.

હવે એ તો સામાન્ય વાત છે કે એ આટલી મોટી સુપરસ્ટાર હતી તો તેના કપડાથી લઈને ગાડીઓ પણ ખરીદી જ હશે. એક માહિતી અનુસાર શ્રીદેવીને ગાડીઓનો બહુ શોખ હતો એ પણ તેને ફક્ત મોંઘી અને લકઝરી ગાડીઓ જ ગમતી હતી. તેમના ગાડી કલેકશનમાં ઓડી, પોર્શસયેન, મર્સિડીઝ અને બેન્ટલે જેવી અનેક લકઝરી ગાડીઓ સામેલ છે.

તમને જાણીને આશ્ચર્ય થશે પણ બોલીવુડમાં વેનિટી વેન ધરાવતી અભિનેત્રીઓમાં સૌથી પહેલા શ્રીદેવી હતી. શ્રીદેવીએ પોતાની માટે વેનિટી વેન બનાવડાવી હતી. તેમણે કોઈ બીજી ફિલ્મના શુટિંગ દરમિયાન વેનિટી વેન જોઈ હતી. આજે શ્રીદેવીના એ ત્રણ બંગલાની કીમત એ ૬૨ કરોડથી પણ વધુ છે. શ્રીદેવીએ આ ત્રણે બંગલા એ પોતાની મહેનતનાપૈસાથી જાતે જ ખરીદ્યા હતા. તેમની કૂલ સંપતિમાં તેમના પતિ બોની કપૂરની કોઈ ભાગીદારી નથી.

હમણાં છેલ્લે શ્રીદેવી એ શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં જોવા મળી રહી છે. તમને પસંદ હોય એવી શ્રીદેવીની એક ફિલ્મનું નામ એ કોમેન્ટમાં જણાવો.

Exit mobile version