બોલીવુડમાં જયારે લગ્નની સીઝન ચાલી રહી છે તો શ્રધ્ધા કેમ પાછળ રહી જાય? શ્રધ્ધા પણ કરશે લગ્ન…

આજકાલ બોલિવૂડના નવી પેઢીના કલાકારો અને તેમાંય ફિલ્મ સ્ટાર્ કિડ્સ ટર્ન સેલિબ્રિટીઝમાં જેમનું નામ ટોપ પર છે એવા રણબીર-આલિયા અને વરુણ-નતાશા ટૂંકસમયમાં લગ્ન કરી લેશે તેવી વાતો ચાલી રહી છે, ત્યારે એ શ્રુંખલામાં તાજેતરમાં શ્રદ્ધા કપૂરનું નામ જોડાઈ ગયું છે.

🌺

A post shared by Shraddha (@shraddhakapoor) on


શ્રદ્ધા અને તેના બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા બહુ જલ્દી લગ્ન કરી લેશે તેવી ચર્ચાઓ સંભળાઈ રહી છે. એક સમાચાર મુજબ ફરહાન અખ્તર સાથે તેનું બ્રેકઅપ થઈ ગયા પછી હવે તેનું નામ મશહૂર ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે જોડાઈ રહ્યું છે. બોલિવૂડ સેલિબ્રિટીઝ પાર્ટીઓમાં તેઓ એકસાથે નજરે પડ્યાં ત્યાં સુધી તેમના સંબંધો મીડિયાથી છુપાયેલા હતા, જે હવે અચાનક સામે આવી ગયા છે.

મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે રોહન અને શ્રદ્ધા લગભગ એકાદ વર્ષથી ડેટિંગ કરે છે. અને તેમની વચ્ચે લાંબા સમય પહેલાંથી ઓળખાણ છે. ફરહાન સાથેના શ્રદ્ધાના બ્રેકઅપ થઈ ગયા પછી રોહન સાથેની મિત્રતાએ પ્રેમ સંબંધમાં પરિણમી છે. આ સમાચારોને સાચા માનીએ તો શ્રદ્ધાના માતા-પિતાની ઇચ્છા છે કે, તેમની દીકરી જલ્દી જ રોહન સાથેના સંબંધનો સ્વીકાર કરીને તેને નામ આપે. કહેવાઈ રહ્યું છે કે આ લવબર્ડ આવતા વર્ષ સુધીમાં લગ્ન કરી લેશે.
રોહન શ્રેષ્ઠા વિશે આપને જણાવીએ તો તે નેપાલી યુવક છે અને ખૂબ ઝડપથી ફોટોગ્રાફર તરીકે તેણે નામ કમાવ્યું છે. વિવિધ આંતરરાષ્ટ્રીય સ્તરના સામાયિક માટે ફોટો કેમ્પેનિંગ કરતા રોહને બોલીવૂડના ટોચના અભિનેત્રીઓ અને અભિનેતાઓના ફોટો સૂટ કર્યા છે.

♥ Fav Actress ♥

A post shared by Zara Khan (@_zaraaa_) on

શ્રદ્ધાની કેરિયરની વાત કરીએ તો તેણે જાણીતી ટેનિસ સ્ટાર સાઇના નેહવાલની બાયોગ્રાફિ પર બનાવાયેલ છોડી હોવાના સમાચાર છે. છેલ્લાં દોઢ બે વર્ષથી ચર્ચામાં હોવા છતાં અને શ્રદ્ધા સાઇનાના નિરીક્ષણ હેઠળ જાતે એક સ્પોર્ટ્સ પર્સનની જેમ તાલીમ લઇ રહી હતી તેવી અફવા પણ હતી.

સાંભળવા મળ્યું છે સ્ત્રી કર્યા બાદની શ્રદ્ધાની બે ત્રણ ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હોવાથી સાઇના નેહવાલની બાયોપીકના નિર્માતા કોઈ બીજી અભિનેત્રીને લેવા વિશે વિચરે તેમાંય દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરના જીવન પર બનેલ બાયો-ફિલ્મ ભૂંડે જરાય ન ચાલી તેથી તે ફિલ્મના સર્જકો શ્રદ્ધાના નામથી હાલે ચેતી ગયા હોય તેવું લાગે છે.

અન્ય સમાચારો મુજબ શ્રદ્ધાએ જાતે જ આ ફિલ્મ છોડી અને અન્ય ફિલ્મોના શૂટિંગની તારીખો સાથે મેળ નહોતો થતો તેવું બહાનું આગળ કર્યું છે. હાલમાં, શ્રદ્ધાના સ્થાને પરિણિતી ચોપરાનું આ બાયો - ફિલ્મ માટે પસંદ કરાયું છે. શ્રદ્ધા હાલ બાહુબલિ ફેમ પ્રભાસ સાથે સાહો ફિલ્મ જેનું પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે તેમાં નજીકના ભવિષ્યમાં ચમકી રહી છે.