એક ખુરશી જેના પર બેસવાના કારણે ૬૩ વ્યક્તિઓએ ગુમાવ્યો છે જીવ ….

નમસ્કાર મિત્રો આજે અમે તમને એક એવી વાત કેહવા જઈ રહ્યા છીએ, જેના પર તમને ભરોસો થાશે નહિ . તમેં દુનિયાની સોંથી ખતરનાક ફિલ્મ કોન્જુરીંગ તો જોઈ જ હશે. જેમાં એક ઢીંગલી નું નામ એનાબેલ હતું. બધા લોકો નું એવું માનવું હતું કે આ ઢીંગલી શ્રાપિત છે, અને આ ઢીંગલી એ ઘણા માણસો પર હુમલો કર્યો હતો.જેમાં ઘણા એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે આ ઢીંગલી ને એક મ્યુઝિયમ માં એક કબાટ ની અંદર કેદ કરીને રાખવામાં આવેલી છે. આજે તમને આવી જ એક શ્રાપિત વસ્તુ ની વાત કરવા માંગીએ છીએ. જે આજે પણ તેટલી જ શ્રાપિત છે.તો ચાલો જોઈએ આ શ્રાપિત વસ્તુ પાછળ ની આખી કહાની છે શું? ?

થર્સક નામના શહેર માં એક નાનું ઘરેણાં ઓનું સંગ્રહાલય છે જ્યાં તમને એક અજીબ વસ્તુ જોવા મળશે કે એક ખુરશી સામાન્ય ખુરસી ની જેમ બેસવા માટે નથી રાખવામાં આવી પરંતું આ ખુરશી ને છત સાથે લટકાવવામાં આવી છે.જો તમે તેની આસપાસ પણ જશો તો સંગ્રહાલય નો માલિક તમને આ ખુરશી ની પાસે જાવા માટે રોકશે અને તમને તે ખુરશી ની નજીક પણ જાવા દેવા માં નહિ આવે. અને તમને આ ખુરશી ની નજીક લાગેલું ચેતવણી બોર્ડ દેખાડશે, જેમાં લખ્યું છે કે આ ખુરશી શ્રાપિત છે , તેમજ આ ખુરશી ને અડવાની સખ્ત માનાઈ છે.

આ સંગ્રહાલય ના કામદાર ,મલિક તથા મુલાકાત લેવા આવતા કોઈ પણ લોકો આ ખુરશી ને અડવાની તો શું પણ નજીક જવાની પણ કોઈ કોશિશ કરતુ નથી.અગર જો કોઈ આ ખુરશી ની નજીક જઇએ તો તેને જેલ પણ થઇ શકે અથવા તેને કોઈ પણ પ્રકારનો દંડ પણ ભોગવવો પડી શકે છે.આ ખુરશી આટલી શ્રાપિત કેમ છે તેમજ તેનું મલિક કોણ છે તે બધી વાતો આપણે કરીએ. આ ખુરશી નો અસલી મલિક ની વાત કરીએ તો એ એકદમ સામાન્ય માણસ હતો.જેનું નામ થોમસ બસ્બી હતું.તે દારૂડિયો અને ચોર હતો.તે એકદમ ગુસ્સેલ સ્વભાવનો હતો જેથી તેને કોઈ પણ માણસ પસંદ કરતા ન હતા.

આશરે 1600 મી સાલ માં તેના લગ્ન એક સુંદર સ્ત્રી સાથે થયા હતા.જેનું નામ એલિઝાબેથ હતું.જેની એક છોકરી પણ હતી જેનું નામ હતું પેટ્ટી ક્રોક. બસબી ની પાડોશ માં એક ડેનિએલ ઓવેટી નામનો માણસ રેહતો હતો.તે પણ બસબી જેવો ચોર અને દારૂડિયો હતો. બસબી અને ડેનીએલ બન્ને એક સાથે “કિસ્બી વિસકે”નામના ગામ માં રહેતા હતા.ડેનીએલ ઓવેટી ના ઘર નું નામ ડેનોટી હોલ હતું. જ્યાં તે બધા ગેરકાયદેસર ધંધા ને અંજામ આપતો હતો.તેનું ઘર ગેરકાયદેસર કામો માટે સોંથી સુરક્ષિત હતું.બધા નું કેહવું છે કે તે પોતાનું બધું કામ જમીન ની અંદર આવેલી એક સુરંગ ની અંદર કરતો હતો. એટલે જ તેનું ઘર (ડેનોટી હોલ) બધા ગુના કરવામાં તેનું સાથી થઇ ગયું હતું.પરંતુ ડેનિયલ ઓવેટી ના જિંદગી ના છેલ્લા દિવસો માં શું થયું હતું તે વાત તો આજે પણ અસ્પષ્ટ છે, પરંતુ એવું કેહવાય છે કે એ દિવસો માં બસ્બી અને ઓવેટી વચ્ચે કોઈક લડાઈ ચાલી રહી હતી.એક વાર જયારે બસ્બી તેના ઘરે પાછો આવતો હતો.તયારે તેને ઘણી શરાબ પીધી હતી.તેજ વખતે ઓવેટી તેનો ઘરે તેનો ઇન્તજાર કરી રહ્યો હતો.ત્યારે પીધેલ હાલત માં બસ્બી ઘરે આવે છે ત્યારે ડેનિયલ ઓવેટી બસ્બી ની મનપસંદ ખુરશી ઉપર બેઠો હતો.બસ્બી ને તેની મનપસંદ ખુરશી ને કોઈ હાથ પણ લગાવે તે તેને જરા પણ પસંદ હતું નહિ. તેથી તે ઓવેટી ને ખુરશી પર થી ઉઠાવે છે અને તેને ધક્કો મારી મારી ને બહાર ધકેલી દે છે.

તેજ રાતે બસ્બી ઓવેટી ના ઘરે જય છે અને એક હથોડી ની મદદ વડે તે ઓવેટી ને મોત ને ઘાટ ઉતારી દે છે.ખૂન થી રંગાયેલો ઓવેટી તે જગ્યાએ જ મરી જાય છે.. બસ્બી ડેનિયલ ઓવેટી ની લાશ ને જંગલ માં છુપાવવાની કોશિશ કરે છે પરંતુ આવું કરતા તેને કોઈક જોઈ જાય છે. અને ખૂન ના ગુના માં તેને પકડવામાં આવે છે. પરંતુ તેના ઉપર અદાલત માં મુકાદમો ચાલે છે.અને તેને ખૂન ના ગુના માં ફાસી ની સજા થાય છે. તેના પછી તેના છોકરા તેમજ તેની પત્ની નું શું થયું તે આજ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી.પરંતુ તેના માર્યા પછી તેના ઘર નું નામ બસ્બી નું સ્ટૂપ રાખવા માં આવ્યું.પરન્તુ જયારે બસ્બી ને ફાસી ની સજા થઇ ત્યારે તેને તેની છેલ્લી ઇચ્છા પૂછવામાં આવી. ત્યારે તેને કહ્યું કે તે પોતાની મનપસંદ ખુરશી પર બેસી ને છેલ્લી વાર દારૂ પીવા માંગે છે.એ પછી એની છેલ્લી ઇચ્છા પુરી કરવામાં આવી.

એ પછી તેને ફાંસી ની સજા માટે લઇ જાવા માં આવ્યો ત્યારે તેને ચિલ્લાઈ ને કહ્યું કે જે કોઈ મારી મનપસંદ ખુરશી પર બેસવાની કોશિશ પણ કરશે તો એ માણસ જીવતો નહિ બચી શકે.ઘણા માણસો નું તો એવું પણ કેહવું છે કે જ્યાં બસ્બી દારૂ પીતો અને જ્યાં એની ખુરશી રેહતી ત્યાં આજે પણ બસબી ની આત્મા ઘૂમે છે.ઘણા નું તો ત્યાં સુધી કેહવું છે કે જ્યાં બસ્બી ને સજા સંભળાવવા માં આવી ત્યાં આજે પણ તેની આત્મા ભટકે છે.બસ્બી ના મર્યા પછી તેની ખુરશી ને એક દારૂ ની દુકાન માં રાખવા માં આવી હતી.અને બસબી ના શ્રાપ નો પેલો ભોગ એક ચીમનેય સ્વીપ નામનો માણસ થયો હતો. એમ કેહવાય છે કે તે વ્યક્તિ દારૂ પીવા માટે બસ્બી ની ખુરશી પર બેસે છે.અને વધુ દારૂ પીવા ના કારણે તે ત્યાં રોડ પર જ સુઈ જાય છે.આગળ દિવસે આ ચીમનેય સ્વીપ્ નામના વ્યક્તિ ની નું શરીર એક થાંભલા સાથે લટકતું જોવા મળે છે. તેને સારવાર માટે નજીક ના દવાખાના માં લઇ જવા માં આવે છે.ત્યાં તેની બાજુ ના બેડ પર સૂતો વ્યક્તિ તેને લૂંટે છે અને તેને મારી નાખે છે.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આ દારૂ ની દુકાન ખુબ જ મશહૂર થઇ જાય છે.અને અહીં ઘણા લોકો દારૂ પીવા માટે આવે છે. તે દરમિયાન વાયુ સેના ના બે અધિકારીઓ અહીં દારૂ પીવા માટે આવે છે. અને તે બને એ આ ખુરશી પર બેસવાની શરત લગાવે છે અને જયારે તેઓ પાછા જતા હતા ત્યારે તેમની ગાડી એક ઝાડ સાથે ટકરાઈ અને એ બંને ની મોત તે જગ્યા એ જ થઇ ગઈ.

એ પછી આ બધું અહીં જ ખતમ થતું નથી એક પછી એક એમ કુલ 63 લોકો ની મોત આ ખુરશી પર બેસવાની લીધે થઇ ગઈ. આ મોત ને ટાળવા માટે તેને સંગ્રહાલય માં 6 ફુટ ઉંચાઈ એ લટકાવવામાં આવી છે.જેથી કોઈ પણ માણસ આ ખુરશી પર બેસી ના શકે અને આ ખુરશી ના લીધે કોઈ પણ દુર્ઘટના સર્જાય નહિ .આજે પણ આ ખુરસી ને લઇ ને ઘણા પ્રશ્નો ઉભા થાય જેમ કે આ સાધરણ જેવી દેખાતી ખુરશી પર બેસવાથી મોત થાય તે એક માત્ર સંયોગ છે કે પછી બસ્બી ની આત્મા આજે પણ જે તેની ખુરશી પર બેસનાર ને બેરહમી થી મોત ને ઘાટ ઉતારી દે છે એ આજે પણ એક રહસ્ય જ છે….

મિત્રો આ પોસ્ટ તમારા મિત્રો સાથે શેર કરો, અને આવી રસપ્રદ માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

સાભાર : હર્ષિલ કાકડીયા.