જલ્સા કરોને જેંતીલાલ

શ્રદ્ધા કપૂરના પ્રેમમાં પાગલ થયો આ ભારતીય ક્રિકેટર, નામ જાણીને તમને પણ લાગશે નવાઇ

શ્રદ્ધા કપૂરના પ્રેમમાં પાગલ થયો ભારતીય ક્રીકેટ ટીમનો આ ક્રીકેટર નામ જાણીને થઈ જશો ચકિત

ભારતીય ક્રીકેટ ટીમ અને બોલીવૂડ વચ્ચે ઘણો ઉંડો સંબંધ છે. ખાસ કરીને રોમેન્ટિક સંબંધ છે. જે વર્ષોથી ચાલ્યો આવે છે. શર્મિલા ટાગોર અને ટાઇગર એટલે કે મન્સૂર અલી ખાન પટોડીથી માંડીને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સુધી. બોલીવૂડની અભિનેત્રીઓ અને ભારતીય ક્રીકેટરો એકબીજાથી આકર્ષાયા વગર નથી રહી શકતા. છેલ્લા કેટલાક સમયમાં ઘણી બધી બોલીવૂડ અભિનેત્રીઓ ભારતીય ક્રીકેટ ટીમના ક્રીકેટરને દીલ દઈ બેઠી છે.

image source

અને હવે સમાચાર મળી રહ્યા છે કે ભારતીય ક્રીકેટ ટીમનો એક ક્રીકેટર બોલીવૂડની હોટ અભિનેત્રી પર ફીદા થઈ ગયો છે. ભારતનો આ ધાકડ બેટ્સમેન અને બોલર આ બોલીવૂડ અભિનેત્રી પાછળ સંપૂર્ણ રીતે પાગલ થઈ ગયો છે. જે અભિનેત્રી વિષે અમે વાત કરી રહ્યા છે તે બીજું કોઈ નહીં પણ શક્તિ કપૂરની દીકરી અને હાલની જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર છે.

image source

શ્રદ્ધા કપૂરના સૌંદર્ય અને ફિટનેસ પર ભારતનો આ ક્રિકેટર સંપૂર્ણ પણે ફીદા થઈ ગયો છે. તે ભારતીય ક્રીકેટર બીજુ કોઈ નહીં પણ મુનેશ્વર કુમાર છે. વાસ્તવમાં મુનેશ્વરકુમારે એક ઇટર્વ્યૂ દરમિયાન કહ્યું હતું કે તે બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરને ખૂબ પસંદ કરે છે. જો મને જીવનમાં ક્યારેય મોકો મળ્યો તો તે શ્રદ્ધા કપૂરને ડેટ પર લઈ જશે.

image source

મુનેશ્વરની આ વાત લોકોને ખૂબ રસપ્રદ લાગી છે. શ્રદ્ધા કપૂર બોલીવૂડની એક ઉમદા અભિનેત્રીઓમાંની એક છે. જેણે ઘણી બધી હિટ ફિલ્મો આપી છે. તો મુન્નેશ્વર પણ ભારતીય ક્રિકેટ ટીમનો એક ફાસ્ટ અને વિસ્ફોટક બોલર તરીકે જાણીતો છે.

image source

તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર હવે શ્રીદેવેની જેમ નાગિનની ફિલ્મ સિરિઝમાં જોવા મળશે. તેણીને તમે હવે મોટા પરદા પર એક નવા જ અવતારમાં જોશો. હા એવા ખબર મળ્યા છે કે શ્રદ્ધા હવે શ્રીદેવીની જેમ નાગિનનું પાત્ર ભજવતી જોવા મળશે. બોલીવૂડ ફિલ્મમેકર નિખિલ દ્વિવેદી લોકો માટે નાગિન પર આધારિત એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે, જે ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા એક સમાચાર પ્રમાણે શ્રદ્ધાએ આ ફિલ્મોને સાઇન કરી છે. આ ફિલ્મ માટે શ્રદ્ધા ખૂબ જ એક્સાઇટેડ છે.

image source

તમને જણાવી દઈએ કે આ પહેલાં મોટા પરદા પર શ્રીદેવી ઉપરાંત રેખા અને રીના રૉય જેવી દિગ્ગજ અભિનેત્રીઓએ નાગિનનું પાત્ર ભજવ્યું છે. તેવામાં શ્રદ્ધા કપૂર માટે આ એક મોટો અવસર પણ છે અને મોટો પડકાર પણ છે. જો કે આ પહેલાં વર્ષ 2018માં આવેલી તેણીની ફિલ્મ સ્ત્રીમાં તેનું પાત્ર ખૂબ અલગ હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. અને આ સમાચારના સામે આવતા જ સોશિયેલ મિડિયા પર લોકો જે રીતે પોતાનું રિએક્શન આપી રહ્યા છે તે જોઈને તો તે કહેવું જરા પણ ખોટું નહીં રહે કે શ્રદ્ધા જલદી જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે હજુ સુધી આ ફિલ્મને કોઈ જ ટાઇટલ નથી આપવામાં આવ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version