શુટર દાદી પર બનશે ફિલ્મ, જાણો કોણ નિભાવશે તેમના કિરદાર અને બીજી રસપ્રદ માહિતી…

જૌહડીમાં શુટર દાદી ચંદ્રો તોમર અને પ્રકાશો તોમરના ઘર પાસે ભીડ હતી. ક્યારેક હિરોઈન આવે છે તો ક્યારેક ગામના લોકો. શુટિંગ શરુ થઇ ગઈ છે પણ થોડા સમય પછી ફિલ્મમાં દેખાવાવાળી શુટર દાદીએ એક પણ મુવી હજી સુધી થીએટરમાં જોયું નથી. હા અમે વાત કરી રહ્યા છીએ પેલી બે શુટર દાદીઓ ની કે જે ટીવી ચેનલના રીયાલીટી શોમાં ભાગ લીધો હતો. હા તેઓએ એકપણ મુવી હજી સુધી થીએટરમાં જઈને જોયું નથી.

શુટર દાદી ચંદ્રો તોમરનો જન્મ મુજફ્ફરનગરના મખમુલપુર ગામમાં થયો હતો અને પ્રકાશો તોમરનો જન્મ ખરડ ગામમાં થયો હતો. આ બંને દેરાણી અને જેઠાણીએ પરિવારને સાચવવાની સાથે સાથે ઘર અને ખેતરના કામ પણ જાતે જ કર્યા હતા. તેમના જીવનના સંઘર્ષને જોઇને તેઓ આપણા દેશની લાખો યુવતીઓની પ્રેરણામૂર્તિ બની છે. અત્યારે તેમના જીવનના સંઘર્ષ પર એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. તેમની આવનાર ફિલ્મનું નામ “સાંઢ કી આંખ” છે. તેમના જીવનના સંઘર્ષને આ ફિલ્મમાં બતાવવામાં આવશે. તેમના જીવન પર ફિલ્મ ભલે બનવાની હોય પણ તે બંનેએ આજ સુધી કોઈપણ ફિલ્મ થીએટરમાં જોઈ નથી.

પહેલાના સમયમાં ગામમાં ટીવી જ માંડ માંડ હતું ત્યાં સિનેમા ઘરની વાત તો બહુ દૂર રહી. ત્યારે રામાયણ અને મહાભારત સીરીયલ ટીવી પર આવતા લોકો ટીવી જોવા લાગ્યા હતા. પછી બાળકો મોટા થતા ગયા એમ ઘરે ઘરે લોકો ટીવી વસાવતા થયા હતા. શુટર દાદી જણાવે છે કે ગામની સ્ત્રીઓને ફિલ્મો જોવા માટે સમય જ મળતો હતો નહિ, પણ હવે સમય બદલાઈ ગયો છે. ખાસ વાત તો એ છે આ બંને દાદીઓએ ફિલ્મ ભલે ના જોઈ હોય પણ ટૂંક સમયમાં તેમના જીવન પર બનેલ ફિલ્મ ઘણા બધા લોકોને જોવા મળશે.

શુટિંગમાં પહેલા દિવસે શુટર દાદી ચંદ્રો તોમરના દિકરા અને દિકરીઓ પર સીન શૂટ કરવામાં આવ્યા હતા આ સીન માટે બાળકોની પસંદગી મેરઠ અને જૌહડી ગામમાંથી કરવામાં આવ્યા હતા. આમાં તેમના ગામના ઘરની ઉપર અમુક બાળકો રમતા હોય તેવા અમુક સીન લેવામાં આવ્યા હતા. પછી શુટર દાદી એ પરિવારમાં સૌથી પહેલા નિશાનબાજી કરતા શીખી એ પણ બતાવવામાં આવશે. ફિલ્મમાં તેમના બાળપણના પણ અમુક દ્રશ્યો બતાવવામાં આવશે.

શુટર દાદી સિવાય આ ફિલ્મમાં શેફાલી તોમર અને આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ સીમા તોમરની પણ ખાસ ભૂમિકા હશે. બંને આં ફિલ્મના સેટ પર હાજર રહી હતી. બીજી તરફ શુટિંગ દરમિયાન પોતાના કિરદારને સારી રીતે ભજવવા માટે હિરોઈનો પણ ગામમાં જ રોકાતી હતી. આ વિચાર અભિનેત્રી તાપસી પન્નુંનો હતો આમ તેઓ શુટર દાદીની વધુ નજીક આવી હતી.

આ શુટર દાદીઓ ને નીશાનીબાજમાં યોગદાન આપવા બદલ આઈ ગ્લોબલ વુમન તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. મહિલા દિવસના દિવસે ૮ માર્ચના રોજ પુણેમાં એક સન્માન સમારોહ થશે જેમાં બંને દાદીઓ તેમના પરિવાર સાથે એવોર્ડ લેવા માટે આવશે.

ગામમાં ચાલી રહેલ શુટિંગમાં વારંવાર પોલીસને લોકોની ભીડને કાબુ કરવાની જરૂરત પડી હતી. આખો દિવસ વ્યવસ્થા સચવાઈ રહે માતા અહિયાં દેવેન્દ્ર સિંહ વિષ્ટના નેતૃત્વ હેઠળ એક પોલીસ ટીમ હાજર જ હતી. શુટિંગના સ્થળે જામી રહેલ ભીડને તેઓ કાબુ કરતા હતા. હવે જોવું રહ્યું કે તાપસી પન્નુ અને ભૂમિ પેદરેકર આ શુટિંગ દાદીના કિરદારને કેવો નિભાવી જાણે છે અને લોકોને કેટલી પસંદ આવે છે.