બોલિવૂડ જગત શોકમાં, શોલેની આ ફેમસ એક્ટ્રેર્સનુ થયુ નિધન, અનેક ફેન્સ પણ થયા દુખી-દુખી

સદીની સૂપરહીટ બોલીવૂડ ફિલ્મ ‘શોલે’ની અભિનેત્રીનું નીધન

આ અભિનેત્રીએ પોતાની ફિલ્મી કેરયરમાં ઘણી બધી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રી ગીતા સિદ્ધાર્થ કાકનું મુંબઈમાં 14 ડીસેમ્બરે સાંજે નિધન થયું છે. તેણીને 1973માં આવેલી ક્લાસિક ફિલ્મ ‘ગરમ હવા’માં ઉત્તમોત્તમ અભિનય માટે ઓળખવામાં આવે છે. આ ઉરપરાંત તેણીએ ફિલ્મ શોલે, ત્રિશૂલ, ડિસ્કો ડાન્સ, દૂસરા આદમીમાં પણ સુંદર અભિનય આપ્યો હતો.

image source

ગીતાજીએ પોતાના અભિનયની શરૂઆત 1972માં ગુલઝારની ફિલ્મ ‘પરિચય’થી કર્યો હતો. આ ફિલ્મમાં તેણીએ જિતેન્દ્ર અને જયા ભાદૂરી સાથે કામ કર્યું હતું. તેણી સીત્તેર તેમજ એંશીના દાયકામાં આવનારી ઘણી બધી ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રીનું પાત્ર કરતી જોવામાં આવી હતી.

image source

તેણીએ ઘણી બધી કોમર્શિયલ તેમજ ક્લાસિક ઉપરાંત આર્ટિ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં રામતેરી ગંગા મૈલી, શૌકીન, અર્થ, એક ચાદર મૈલી સી, ગમન જેવી ક્લાસિક તેમજ કોમર્શિયલી હીટ ફિલ્મોનો સમાવેશ થાય છે.

image source

ગીતાએ ટેલિવિઝનના જાણીતા હોસ્ટ તેમજ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ કાક સાથે લગ્ન કર્યા છે. જો તમને 1990થી 2001 દરમિયાન દૂરદર્શન પર આવતો ટોકશો સુરભિ યાદ હોય તો તેમાં તેઓ નિયમિત રીતે હોસ્ટ તરીકે જોવા મળતા હતા. તેમની દીકરી અંતરા પણ એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકર છે.

image source

રિયાલીટી ટીવી સીરીઝ માનો યા ના માનોની એક કડી, ‘અ લાઇફ ઇન ડાન્સ’ માટે તેણીને ઘણી બધી લોકપ્રિયતા મળી હતી. ગીતા માત્ર પોતાના અભિનય માટે જ નહીં પણ પોતાના સામાજિક કાર્યો માટે પણ જાણીતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ