સુપર ડુપર હિટ ફિલ્મ શોલેમાં થયેલી આ ભૂલો વિષે તમે ક્યારેય ધ્યાન આપ્યું છે?

શોલે ફિલ્મ બનાવવા દરમિયાન ડાઇરેક્ટરથી થઈ હતી આ મોટી ભૂલો – આ સાથે જાણો શોલે ફિલ્મ સાથે જોડાયેલી અજાણી વાતો વિષે

શોલે ફિલ્મ હિન્દી ફિલ્મોના ઇતિહાસની અત્યંત સફળ ફિલ્મોમાની એક છે. આજે પણ લોકોને આ ફિલ્મ જોવી ગમે છે. આ ફિલ્મનું એક એક પાત્ર યાદગાર રહ્યુ હતું. પછી તે અમિતાભ બચ્ચનું મહત્ત્વનું પાત્ર હોય કે પછી ગબ્બરના મદદગાર કાલિયાનું પાત્ર હોય. બધા જ પાત્રો જાણે અમર બની ગયા છે. ફિલ્મને દાયકાઓ બાદ જ્યારે ફરી થિયેટરમાં રિલિઝ કરવામા આવી ત્યારે પણ તેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

image source

પણ આ અદ્ભુત ફિલ્મમાં પણ ફિલ્મના ડીરેક્ટરથી મોટી-મોટી ભૂલો થઈ ગઈ હતી. જે પરદા પર ભાગ્યે જ જોઈ શકાય. પણ હવે જ્યારે યુ-ટ્યૂબનો જમાનો આવ્યો છે બધી જ વસ્તુઓ ઇન્ટરનેટ પર અવેલેબલ છે. ત્યારે રસિયા લોકો ફિલ્મોને વારંવાર જોઈને પરખીને તેમાં રહેલી ભૂલો શોધી રહ્યા છે અને ફેન્સ સમક્ષ લાવી રહ્યા છે. તો આજે અમે તમને શોલે ફિલ્મમાં રહી ગયલી ભૂલો તરફ ધ્યાન દોરવા જઈ રહ્યા છીએ. આ ફિલ્મનું ડીરેક્શન રમેશ સિપ્પીએ કર્યુ હતું. તો આ રહી શોલે ફિલ્મની મોટી ભૂલો.

image source

– અમે માની લઈએ છીએ કે તમે શોલે ફિલ્મ જોઈ જ હશે. આ ફિલ્મમાં સંજીવ કુમારે ઠાકુરનુ પાત્ર ભજવ્યું હતું જેમના બન્ને હાથ કપાઈ ગયા હતા. પણ આ ફિલ્મના અંતમાં એક સીનમાં સંજીવ કુમારના બન્ને હાથ દેખાય છે. જે ડીરેક્ટરની સૌથી મોટી ભુલ છે.

– તમને યાદ હશે કે શોલે ફિલ્મનું એક ખૂબ જ જાણીતુ ગીત છે, ‘કોઈ હસીના જબ રૂઠ જાતી હૈ’. આ ગીતમાં ધર્મેન્દ્ર સાઇકલ ચલાવી રહ્યા હતા અને તેમને સાઇકલનું આગળનું ટાયર ઉંચુ કરીને બાતવ્યું હતું. તમે આ તસ્વીરમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે તે પૈડાને ઉઠાવનાર એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે.

image source

– તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ ફિલ્મમાં જ્યારે ગબ્બર ત્રણે આદમીઓ પર ગોલી ચલાવે છે ત્યારે તે દરમિયાન ગબ્બરે સામેથી ગોળી મારી હતી. પણ કાલિયાને તો તેની પીઠ પાછળ ગોળી વાગી હતી. તેવું કેવી રીતે શક્ય છે ? જે પણ ડીરેક્શનની એક ખામી જ કહેવાય.

– જ્યારે ગબ્બર એક જગ્યા પર બેસેલો હોય છે ત્યારે તે દરમિયાન તેનો પડછાયો ડાબી તરફ બતાવવામાં આવ્યો છે, પણ તેની બીજી જ ક્ષણે કોણ જાણે કેવી રીતે ગબ્બરનો પડછાયો જમણી તરફ આવી જાય છે.

image source

– આ ફિલ્મમાં જ્યારે હરિરામ નાઈ જેલરને જણાવે છે કે અમારી જેલમાં સુરંગ બનવાની છે, ત્યારે જેલર પાછળ જે ઘડિયાળ લગાવવામાં આવેલી હોય છે તે ઘડિયાળમાં 3.00 વાગ્યા હોય છે. પણ બીજા જ સીનમાં જ્યારે હરિરામ નાઈએ કહ્યું કે જેલમાં પિસ્તોલ આવી ગઈ છે, ત્યારે પણ તે ઘડિયાળમાં ત્રણ જ વાગ્યા હોય છે.

હવે જાણો શોલે ફિલ્મ સાથે જોડાયેલી આ હકિકતો વિષે

– અભિનેતા અમજદ અલી ખાન કે જેમણે ગબ્બરનો આઇકોનિક રોલ પ્લે કર્યો હતો તેમને લગભગ ફિલ્મમાંથી પડતા જ મુકવામાં આવ્યા હતા અને ડેની ડેન્ઝોન્ગપાને લેવામાં આવવાના હતા. વાસ્તવમાં સ્ક્રીપ્ટ રાઇટર જાવેદ અખ્તર અમજદ ખાનના અવાજથી સંતુષ્ટ નહોતા. આખી ફિલ્મમાં તેમને માત્ર 9 જ સીનમાં દર્શાવવામાં આવ્યા હતા.

image source

– આ ફિલ્મના નિર્માણ વખતે ધર્મેન્દ્ર સ્પોટ બોય્ઝને પૈસા આપતા રહેતા હતા જેથી કરીને હેમા માલિનીના સિન દરમિયાન તેઓ કોઈ ભુલ કર્યા કરે અને તેઓ હેમા માલિની સાથે વારંવાર તે સિન કરી શકે.

– તમને જણાવી દઈએ કે ફિલ્મના મુખ્ય પાત્રો જય અને વિરુના નામ ફિલ્મના સ્ક્રીપ્ટ રાઇટર સલીમ ખાનના બે કોલેજ ફ્રેન્ડ્સના નામ – વિરેન્દર સિંઘ બિયાસ અને જય સિંઘ રાઓ કાલેવર પરથી રાખવામાં આવ્યા હતા.

– ઠાકુરનું પાત્ર પહેલાં એક નિવૃત્ત આર્મિ ઓફિસર તરીકે લખવામાં આવ્યું હતું પણ ફિલ્મમેકરને તેની પરમિશન મળવામાં મુશ્કેલી પડી પછી તેમને રિટાયર્ડ પોલિસ અધિકાર બતાવવામાં આવ્યા.

image source

– તમને જાણીને આશ્ચર્ય થશે કે ગીત યે દોસ્તી…ને શૂટ કરવામાં 21 દિવસનો સમય લાગ્યો હતો. અને તે સીન કે જેમાં જયા બચ્ચન ફાનસને સળગાવે છે તે સીનને શૂટ કરતાં પણ 20 દિવસોનો સમય લાગ્યો હતો.

– ડાયલોગ કીતને આદમી થેને સલમાન ખાનના પિતા રાઇટર સલીમ ખાન દ્વારા લખવામાં આવ્યો હતો અને તેના 40 રીટેક્સ થયા હતા.

image source

– જયના રોલમાં પહેલાં શત્રુઘ્ન સિન્હાને લેવામાં આવવાના હતા.

– તે દિવસોમાં હેલન પોતાની કેરિયરના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. અને તે સમયે સલિમ ખાને તેણીના નામની મેહબૂબા મેહબૂબા ગીત માટે ભલામણ કરી હતી જે તેમની કેરિયરનો એક માઇલસ્ટોન સાબિત થયું હતું.

image source

– આ ફિલ્મના ચાર મહિના પહેલાં જ અમિતાભ અને જયાના લગ્ન થયા હતા. તે સમયે જયા બચ્ચન ગર્ભવતિ હતા. શ્વેતા તેમના પેટમાં હતી.

– વાસ્તવમાં ગબ્બરનું પાત્ર અમિતાભ બચ્ચન ભજવવા માગતા હતા. જ્યારે ધર્મેન્દ્ર ઠાકુરનુ પાત્ર ભજવવા માગતા હતા. પણ જ્યારે તેમને ખબર પડી કે વીરુને ફિલ્મના અંતમાં છોકરી મળશે ત્યારે તેમણે પોતાનું મન બદલી લીધું હતું.

image source

– શોલેને હિન્દી ફિલ્મ ઇતિહાસની સૌથી સફળ ફિલ્મોમાની એક માનવામાં આવે છે. અને તેમ છતાં આ ફિલ્મને માત્ર એક જ ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો જે હતો એડિટીંગનો.

– શોલે ફિલ્મનું શુટિંગ રામનગરમાં થયું હતું. આ સ્થળ બેંગલુરુથી 50 કિ.મી દૂર આવેલું છે. આ જગ્યા પરના પથ્થરોને આજે પણ શોલે રોક્સ તરીકે ઓળખવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ