મોજા વગર શૂઝ પહેરતા હોવ તો આજે જ બંધ કરી દો

અનેક લોકોને મોજા વગર શૂઝ પહેરવાની આદત હોય છે. કેટલાક લોકોને શૂઝ પહેરવા ઓફિસમાં કમ્પલસરી હોય છે, પરંતુ તેમને શૂઝ પહેરવા ગમતા ન હોવાથી તેઓ મોજા વગર જ શૂઝ પહેરી લે છે. તો કેટલાક લોકો આળસમાં કે કેટલાક જલ્દી જલ્દીમાં મોજા પહેરવાનું ભૂલી જાય છે. પણ આવું કરતા હોય તો આજે આ આદત બદલી નાખજો. આવું કરવાથી પગમાંથી દુર્ગંધ પણ આવે છે, સાથે જ બીજી અનેક સમસ્યાઓ પેદા થાય છે. હાલમાં જ થયેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નમાં મોજાએ ચર્ચા જગાવી હતી. જેમાં વિરાટ કોહલીએ મોજડી સાથે મોજા પહેર્યા હતા.

ઓર્થોપેડિક્‍સનું કહેવું છે કે પગ સાથેની સમસ્‍યાઓથી પરેશાન લોકોની સંખ્‍યા વધતી જઇ રહી છે. અનેક લોકોની એવી આદત હોય છે કે તેઓ મોજા વગર જ જૂતાં પહેરી લે છે. જોકે, એક્‍સપર્ટની સલાહ અનુસાર આ આદત પગ માટે બિલકુલ સારી નથી હોતી. આવું કરવાથી તમારા પગમાં ઇન્‍ફેક્‍શન થઇ શકે છે. આવું કરવાથી તમારી આંગળીઓની વચ્‍ચે ખરજવું થઇ શકે છે.

પગમાં પરસેવો થવાથી ચામડીમાં ભેજ વધે છે. જેથી ફંગલ ઇન્‍ફેક્‍શન થવાની શક્‍યતા વધે છે. જેથી ખરજવું, આંગળીઓ વચ્‍ચે ખંજવાળ વગેરે સમસ્‍યાઓ થાય છે. પરંતુ મોજા પહેરવાથી આવી સમસ્યા નથી રહેતી. મોજાથી પરસેવો શોષાઇ જાય છે, જેથી ઇન્‍ફેક્‍શનથી બચાવ થાય છે.

જો તમારી એડી ખુલ્લી હોય તો પણ વધારે પડતો પસીનો થવો, ખરાબ ગુણવત્તાયુક્‍ત જૂતાં અને મોજા પહેર્યાં ના હોય તો ફંગલ ઇન્‍ફેક્‍શન થઇ શકે છે. જેથી પગને લગતી મુશ્‍કેલીઓ ઉભી થઇ શકે છે.

મોટાભાગના જૂતાં લેધર અથવા કૃત્રિમ પદાર્થના બનાવવામાં આવે છે. જેથી જૂતાંની અંદર હવા પસાર થઇ શકતી નથી. હવા, પરસેવો અને બેક્‍ટેરિયા જો આ ત્રણે ભેગા થાય તો તમારા પગમાં ફોલ્લાં પણ થઇ શકે છે. તેથી હંમેશા મોજા પહેરવાની આદત રાખો.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી

હેલ્થ અને સ્વાસ્થ્યને લગતી માહિતી વાંચવા લાઇક કરો અમારું પેજ 

 

ટીપ્પણી