સૂર્યનમસ્કાર સાથે કરો આ શ્લોકોનો જાપ અને કીર્તીમાન બનો…

સૂર્યનમસ્કારની સાથે જો આ શ્લોકોનો ઉચ્ચાર કરશો તો તમે કીર્તીમાન બનશો.

સૂર્યનમસ્કાર કરો અને બનાવો તમારા જીવનને તંદુરસ્ત

તમે જોયું હશે કે આપણી આસપાસ એવા ઘણા લોકો છે જે આર્થિક રીતે તો સંપન્ન છે પણ તેમને સમાજ કે પોતાના મિત્રવર્તુળમાં જોઈતું સમ્માન નથી મળતું. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે માનસમ્માન માટે તમારે સૂર્યદેવની પુજા કરવી જોઈએ.

જો તમારી કુંડળીમાં સૂર્ય શુભ સ્થિતિમાં હશે તો તમને દરેક જગ્યાએ દરેક પ્રસંગે માન-સમ્માન મળે છે. પણ જો કુંડળીમાં સૂર્ય તમારાથી વિફર્યો હોય તો લાખ પ્રયાસ છતાં તમે ઇચ્છિત સમ્માન નથી પામી શકતા.

માટે જો તમારે જીવનમાં સમ્માન મેળવવું હોય તો તમારે સૂર્યદેવને રીઝવવા પડશે. તમારો સૂર્ય તમારા પર પ્રસન્ન થાય તે માટે તમારે રવિવારના દિવસે આ ખાસ પ્રયોગ કરવો, તેમ કરવાથી તમને તરત જ લાભ થવા લાગશે.

સૂર્યની કૃપા મેળવવા માટે રવિવાર ઉત્તમ દિવસ છે. દર રવિવારે રોજ સવારે સૂર્ય નમસ્કાર કરવાનું શરૂ કરી દો. આપણે એ તો સારી રીતે જાણીએ જ છીએ કે સૂર્યનમસ્કાર એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભપ્રદ છે.

સૂર્યનમસ્કાર કરતાં પહેલાં તેને યોગ્ય રીતે શીખી લેવો તે સારું રહેશે. તે માટે તમે કોઈ યોગા ઇન્સ્ટ્રક્ટરની મદદ લઈ શકો છો.

અમે તમને સૂર્યનમસ્કાર કરતી વખતે કયા શ્લોકોનું ઉચ્ચારણ કરવું તે જણાવીશું. આ શ્લોકો બોલવાથી સૂર્યનારાયણ તમારા પર પ્રસન્ન થશે અને તમને કિર્તી આપશે.

    • આંખો બંધ કરો બન્ને હાથ જોડો અને ટટ્ટાર ઉભા રહો. આમ કરતી વખતે તમારે ૐ મિત્રાય નમઃ શ્લોકનું ઉચ્ચારણ કરવું.
    • શ્વાસ લઈ બન્ને હાથ ઉપર લઈ જવા અને ગળાની પાછળ તરફ નમાવો. આમ કરતી વખતે ૐ રવયે નમઃ શ્લોકનું ઉચ્ચારણ કરવું.

  • શ્વાસ લઈને ડાબા પગને પાછળ, છાતી આગળ પગના પંજા ઉભા રાખવા અને ગળુ પાછળ નમાવવાની સ્થિતમાં રહેવું. આમ કરતી વખતે ૐ ભાનવે નમઃ શ્લોકનું ઉચ્ચારણ કરવું.
  • શ્વાસ છોડી જમણા પગને પાછળ લઈ જવો, શરીરને પાછળ ખેંચવું, હિપ્સ ઉપર ઉઠાવવા ગળુ નીચે નમાવવું. આમ કરતી વખતે ૐ ખગાય નમઃ શ્લોકનું ઉચ્ચારણ કરવું.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ