શ્લોકા મહેતા, ઈશા અંબાણી અને નીતા અંબાણી – આકાશ અંબાણીના સ્કૂલ ફ્રેન્ડના લગ્નમાં મન ભરીને નાચ્યા – જુઓ વિડીયો.

શ્લોકા મેહતાએ પોતાના ફેમિલિ-ફ્રેન્ડના લગ્નમાં નણંદ ઇશા અને સાસુ નીતા સાથે કર્યો ડાન્સ

શ્લોકા મેહતા અને આકાશ અંબાણી જ્યારે જ્યારે પણ જાહેરમાં જોવા મળે છે ત્યારે મિડિયામાં વાયુવેગે ખબર ફેલાવા લાગે છે આમ પણ આ કપલ પેજથ્રીનું ક્યુટેસ્ટ કપલ છે અને જો જાહેરમાં તેઓ જોવા મળશે તો લોકોમાં તે વિષે જાણવાની ઉત્સુકતા તો ચોક્કસ વધવાની જ છે.

image source

શ્લોકા મેહતા પોતાના પતિ આકાશ અંબાણી, નણંદ ઇશા અંબાણી અને સાસુ નીતા અંબાણી સાથે પારિવારિક મિત્રના લગ્નમાં જોવા મળી હતી. આ કુટુંબ જ્યારે ક્યારેય પણ જાહેરમાં દેખા દે છે ત્યારે તેમની વચ્ચેનું બોન્ડીંગ ઉડીને આંખે વળગે છે. શ્લોકા જ્યારે જ્યારે પણ જાહેરમાં જોવા મળે છે ત્યારે ત્યારે તેની એલિગન્ટ ડ્રેસીંગ સેન્સે હંમેશા ઇન્ટરનેટ જગતને પોતાની તરફ આકર્ષ્યું છે. તેણી હંમેશા પોતે જેમાં કમ્ફર્ટેબલ અનુભવે છે તેવા જ વસ્ત્રો પહેરે છે.

image source

આ લગ્નમાં આ કપલ વચ્ચેનું બોન્ડીંગ અનુષ્કા-વિરાટના બોન્ડીંગને પણ ટક્કર મારે તેવું હતું. લગ્નમાં શ્વેતાએ સુંદર મજાનું પીંક સ્કર્ટ કે જેને તમે ચણિયો પણ કહી શકો અને સિલ્વર રંગનું ટસલ્ડ કોરસેટ પહેર્યું હતું. તેણીના પિંક સ્કર્ટ પર ઉડતાં પંખીઓની સિલ્વર રંગની એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી. આપણે અવારનવાર શ્લોકાને સ્કર્ટ અને ટોપમાં જોતાં આવ્યા છીએ અને તે પરથી જાણી ગયા છે કે તેણીને સ્કર્ટ પહેરવું ખુબ પસંદ છે. શ્લોકાએ રંગીન વસ્ત્રો ધારણ કર્યા હતાં તો વળી આકાશે ફુલ બ્લેક સૂટ પહેર્યો હતો જેમાં તે અત્યંત હેન્ડસમન લાગી રહ્યો હતો.

image source

આજ લગ્નની બીજી એક તસ્વીર પણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે જે તેમના ફ્રેન્ડની મહેંદી સેરેમનીની છે. શ્વેતાએ તેમાં પેસ્ટલ લહેંગો પહેર્યો છે આકાશ પણ તેણીને ટ્રેડીશનલ બ્લેક સોનેરી બુટ્ટાવાળી કોટી અને વ્હાઇટ સિલ્વર એમ્બ્રોઇડરીવાળો કુર્તો પહેરીને કોમ્પ્લિમેન્ટ આપી રહ્યો છે.

image source

આ સિવાય અંબાણી ગર્લ ગેંગ એટલે કે શ્લોકા અંબાણી, નીતા અંબાણી અને ઇશા અંબાણીએ પ્રિવેડિંગ સંગિત સેરેમનીમાં જે ડાન્સ કર્યો હતો તેની પણ વિડિયો વાયરલ થઈ રહી છે. સંગીત સેરેમનીમાં ઇશાએ ચમકદાર પિંક કોપર રંગનો ગાઉન પહેર્યો હતો તો વળી નીતા અંબાણીએ રેડ લહેંગા ચોલી પહેર્યા હતા જ્યારે શ્લોકાએ પિંક લહેંગા ચોલી પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shloka Ambani Encyclopedia (@shlokaakashambani_fp) on

ત્રણે અંબાણી લેડીઝે ફિલ્મ ક્રિષ્નાના ટાઇટલ સોંગ” જો હે અલબેલા મદ નેનો વાલા..” પર સુંદર ડાન્સ કર્યો હતો. નિતા અંબાણીએ ફરી પોતાની ક્લાસિકલ મુદ્રાઓથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ એક ગૃપ ડાન્સ હતો જેમાં ત્રણે સાસુ-વહુ-નણંદ ઉપરાંત નજીકના સંબંધીની સ્ત્રીઓએ પણ ભાગ લીધો હતો.

image source

શ્લોકા મુંબઈના જાણીતા ડાયમન્ડ મર્ચન્ટ રસેલ મહેતાની દીકરી છે. જો કે તેણીને ક્યારેય પોતાના પિતાના બિઝનેસમાં રસ નહોતો. એક વાર્તાલાપમાં તેણીએ જણાવ્યુ હતું કે તેણીને બિઝનેસમાં કોઈ જ રસ નથી તેણીના મતે ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી સ્ત્રીઓ માટે યોગ્ય નથી. હાલ જો કે ઘણા બધા ફેરફાર થયા છે ખાસ કરીને ત્યારથી જ્યારથી સ્ત્રીઓએ જ્વેલરી ડીઝાઈનીંગમાં સક્રીય રીતે ભાગ લેવાનું શરૂ કર્યું છે ત્યારથી.

image source

જો કે મને નથી લાગતું મારામાં ડીઝાઈનર બનવાની કોઈ ક્રીએટીવીટી હોય. જો કે તેના પરિવારમાંથી પણ ક્યારેય તેના પર બિઝનેસમાં જોડાવાનો આગ્રહ નથી રાખવામાં આવ્યો. આમ કહીં તેણીએ પોતાનો બિઝનેસ પ્રત્યેનો પોતાનો દ્રષ્ટિકોણ બતાવ્યો હતો. જો કે તેણીને એનેજીઓમાં રસ છે અને તેણી વિવિધ એજીઓને ગ્રાન્ટ આપવામાં રસ ધરાવે છે અને તે વિષે તેણીને થોડી સમજ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Shloka Ambani Encyclopedia (@shlokaakashambani_fp) on

હાલ તો તેણી અંબાણી ફેમિલિના રંગે રંગાઈ ગઈ છે. ક્યારેક પતિ સાથે ક્યારેક સાસુ સાથે તો ક્યારેક દીયર અને ભાવી દેરાણી સાથે તો વળી ક્યારેક નણંદ સાથે તેણી જાહેરમાં અવારનવાર જોવા મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ