જલ્સા કરોને જેંતીલાલ

નીતા અંબાણીની વહુ શ્લોકાના આ હીલ્સની કીંમત જાણી તમારી આંખો પહોળી થઈ જશે

સાસુ સાથે વહુ શ્લોકા પણ અવારનવાર તેના લૂક માટે ચર્ચામાં રહ્યા કરે છે. તેમાં પણ જ્યારથી તેણી અંબાણી કુટુંબની વહુ થઈ છે ત્યારથી તો જાણે લોકો તેના એક એક હલનચલન પર નજર રાખતા થઈ ગયા છે. પાપારાઝી કોઈ જીણી સરખી બાબત પણ નથી ચૂકતા.


થોડા સમય પહેલાં નીતા અંબાણીનું મગરની ચામડીમાંથી બનેલું દુનિયાનું સૌથી મોંઘુ પર્સ ચર્ચામાં હતું તો આજે શ્લોકાની હાઇ હીલ્સ ચર્ચામાં છે. હા શ્લોકાએ પહેરેલા આ પીંકીશ વ્હાઇટ સેન્ડલની કીંમત જાણી તમારી આંખો પહોળી થઈ જશે.


તાજેતરમાં યુવરાજ સિંહે પોતે ક્રીકેટમાંથી રીટાયર થાય છે તેવી જાહેરાત કરી હતી અને તેના થોડા દીવસ બાદ મુંબઈમાં એક શાનદાર રીટાયરમેન્ટ પાર્ટી આપી હતી. જેમાં ચર્ચાનો વિષ તો તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ કીમ શર્મા રહી હતી. પણ આ પાર્ટીમાં ઘણી બધી નામી સેલિબ્રિટિએ હાજરી આપી હતી. જેમાં નીતા-મુકેશ અંબાણીનો દીકરો આકાશ અને તેની પત્ની શ્લોકાનો પણ સમાવેશ થાય છે.


આ પાર્ટીમાં શ્લોકાએ તેના ફેવરીટ સ્કર્ટ ટોપ પહેર્યા હતાં. સ્કાય બ્લુ રંગના પ્લેટેડ સ્કર્ટ અને વ્હાઇટ રંગના ઓફ શોલ્ડર ટોપમાં શ્લોકા ખરેખર આકર્શક લાગતી હતી. પણ અહીં તેના કપડાં નહીં પણ તેની હીલ્સે આકર્ષણ ઉભું કર્યું હતું.


હા તેણે પહેરેલી હીલ્સની કીંમત 50000 રૂપિયા છે. હા, શ્લોકાએ પ્રસિદ્ધ ફૂટવેર બ્રાન્ડ સોફિયા વેબસ્ટરની આકર્ષક હિલ્સ પહેરી હતી. જેમાં સેન્ડલની પાછળની બાજું એક સુંદર પતંગીયુ બનાવવામાં આવ્યું હતું. વેબસ્ટર એ વિશ્વની પ્રસિદ્ધ ફૂટવેર બ્રાન્ડ છે અને માત્ર ભારતીય સેલિબ્રિટી નહીં પણ ઇન્ટરનેશનલ સેલિબ્રિટી આ બ્રાન્ડના ફૂટવેર પહેરે છે.


સોફિયા વેબસ્ટર શૂઝની એક ખાસિયત છે કે તેના મોટા ભાગના સેન્ડલ્સમાં પાછળની બાજુએ આકર્ષક બટફ્લાયની ડીઝાઈન હોય છે. તે ક્યારેક સીંપલ હોય છે તો ક્યારેક તેમાં ડાયમન્સ પણ જડવામાં આવેલા હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version