નીતા અંબાણીની લાડકી વહુ શ્લોકાના આ મોંઘેરા શોખ જાણીને તમે રહી જશો દંગ

નીતા અંબાણીની લાડકી વહુ શ્લોકાના આ મોંઘેરા શોખ જાણીને તમે રહી જશો દંગ

image source

ભારતના સૌથી ધનાડ્યા બિઝનેસમેન મુકેશ અંબાણીની વહુ શ્લોકા મેહતા ઘરમાં સૌથી લાડકી છે. નીતા અંબાણી તેણીને પુષ્કળ લાડ લડાવે છે. હજું થોડા સમય પહેલાં જ શ્વેતા અને આકાશના લગ્નને એક વર્ષ પુરું થયું અને તે માટે આકાશના કાકી ટીના અંબાણીએ તેમને એક સુંદર શુભેચ્છા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા પાઠવી હતી.

આજે શ્લોકા મેહતાની એક એક તસ્વીર માટે પાપારાઝી પડાપડી કરી રહ્યા છે. શ્લોકાની એક એક તસ્વીર ગણતરીની મિનિટોમાં સોશિયલ મિડિયા પર વાયરલ થઈ જાય છે અને તેને લાખો કરોડો વ્યૂઝ મળે છે. શ્લોકા કોઈ રાજકુમારીથી ઓછી લક્ઝરિયસ લાઈફ નથી જીવી રહી અને કેમ ન હોય તે દેશના સૌથી ધનાડ્ય વ્યક્તિની વહુ હોવાની સાથે સાથે તે દેશના ધનવાન બિઝનેસમેનની દીકરી પણ છે એટલે શોખતો નાનપણથી જ મોટા જ રહ્યા હોય તે સ્વાભાવિક છે.

image source

તમે અત્યાર સુધી નીતા અંબાણીના શોખ વિષે સાંભળ્યું હશે પણ શ્લોકા શું શોખ ધરાવે છે તે વિષે તમે નહીં જાણતા હોવ. તો આજે અમે તમને જણાવીશું કે શ્લોકા કેવા શોખ ધરાવે છે.

શ્લોકાનો હેન્ડ બેગનો શોખ

શ્લોકાને મોંઘી બેગ્સનો ખૂબ શોખ છે. તેના બેગ્સ કલેક્શનમાં તમે વિશ્વની જાણીતી બ્રાન્ડ્સની બેગ જોઈ શકો છો. તમને જણાવી દઈ કે આ બેગ્સની કીંમત હજારોમાં નહીં પણ લાખોમાં હોય છે. જેમાં શેનેલ, ગુશી, પ્રાડા, વેલેન્ટીનો વિગેરેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આવી બેગ્સ માત્ર કરોડોપતિઓને જ પોસાય છે.

image source

શ્લોકાની આ તસ્વીર તેની નણંદ ઇશા અંબાણીના ચેરીટી ફંક્શન દરમિયાન લેવામાં આવી હતી. જેમાં શ્લોકાએ જંપસૂટ પહેર્યો હતો પણ અહીં ચર્ચામાં તેના વસ્ત્રો નહીં પણ તેની આ સ્ટીરીયો બોક્સ જેવી દેખાતી હેન્ડ બેગની થઈ રહી હતી. જેને બૂમબોક્સ પણ કહેવામા આવે છે. શ્લોકાની આ બેગ જાણીતા આંતરરાષ્ટ્રિય ડિઝાઈનર જુડિથ લીબર દ્વારા ડીઝાઈન કરવામાં આવી છે. આ બેગની કીંમત 4.50 લાખ રૂપિયાની છે.

શ્લોકાનો મોંઘી ચાનો શોખ

image source

થોડા સમય પહેલાં નીતા અંબાણીના મોંઘા કપ-રકાબી સોશિયલ મિડિયા પર ખૂબ ચગ્યા હતા. પણ તમને જણાવી દઈએ કે શ્લોકાને મોંઘી કટલરીનો નહીં પણ મોંઘી ચાનો શોખ છે. અને તે ચા વિષે ખૂબ જાણકારી ધરાવે છે. નીતા અંબાણીએ લગ્ન બાદ શ્લોકાની બર્થડે વિષ માટે એક ખાસ વડિયો બનાવ્યો હતો તેમાં તેણીએ શ્લોકાના ચાના શોખ વિષે જણાવ્યું હતું. અને તેની તસ્વીર પણ શેર કરી હતી.

તમને એ જણાવી દઈએ કે શ્લોકાની આ ચામાં કેટલીક તો ભારતમાં અવેલેબલ પણ નથી. તેમાંની એક ચાની કીંમત તો 1855 રૂપિયાની છે. તેણીએ જીન એન્ડ ટોનિક, જ્યુનિપર બેરી, ધાણા-મેથી-લીંબુ અને લીલી ચાના મિશ્રણની પણ એક ચા પણ બનાવી હતી. આ ઉપરાંત તેમાં સુન્દાઈ ટીનો પણ સમાવેશ થતો હતો જે એક પ્રકારની ગ્રીન ટી છે.

શ્લોકાને છે ડાયમન્ડ જ્યુલરીનો શોખ

image source

તમને બધા એ સારી રીતે જાણતા હશો કે નીતા અંબાણીએ શ્લોકાને લગ્નની ભેટ તરીકે 300 કરોડ રૂપિયાનો ડાયમન્ડનો સેટ આપ્યો હતો. આ ઉપરાંત પણ શ્લોકા પાસે કરોડોના ડાયમન્ડના સેટ્સનું કલેક્શન છે.

શ્લોકાને છે ડિઝાઈનર વસ્ત્રોનો શોખ

image source

શ્લોકા પાસે એકથી એક ચડિયાતા ડિઝાઈનર વિયર્સ છે. તેણી ભારતના ટોપ ડિઝાઈનર્સથી માંડીને આંતરરાષ્ટ્રિય ડિઝાઈનર્સના વસ્ત્રોમાં જોવા મળે છે. ઇન્ડિયન ટ્રેડિશનલ વસ્ત્રોમાં તેણીની પસંદગી હંમેશા અબુ જાની – સંદીપ ખોસલા પર જ ઉતરે છે. તેણી તાજેતરમાં જેટલા પણ લગ્નોમાં હાજરી આપી હતી તેમાં મોટા ભાગે તેણીએ અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરેલી સાડીઓ તેમજ લહેંગા પહેર્યા છે. જેની કીંમત લાખોમાં હોય છે.

image source

વસ્ત્રોની વાત કરીએ તો શ્લોકાને કેઝ્યુઅલ વેયર્સમાં સ્કર્ટ ખૂબ પસંદ છે તમે તેની કેટલીક તસ્વીરો પર નજર ફેરવશો તો તે મોટે ભાગે તમને સ્કર્ટમાં જોવા મળશે અન તેન સાથે તેણીને હાઈ હીલ સેન્ડલ્સ પહેરવા ખૂબ પસંદ છે.

શ્લોકાનુ કાર કલેક્શન

image source

માણસ પાસે જેવા પૈસા આવે કે તરત જ તે સૌથી પહેલાં કાર ખરીદવાનું વિચારતો હોય છે. પણ શ્લોકા તો જન્મજાત જ વૈભવી છે તો તેણીને તો કારનો શોખ હોય જ. શ્લોકા પોતા કાર કલેક્શનમાં 4 કરોડની બેન્ટલી ધરાવે છે, આ ઉપરાંત તે એક મિની કૂપર પણ ધરાવે છે જેની કીંમત 33.29 લાખ છે. દેશમાં ગણતરીના લોકો પાસે મિની કૂપર કાર છે. આ ઉપરાંત શ્લોકા પાસે મર્સિડિઝ, બીએમ ડબલ્યુ તેમજ ઓડી જેવી લક્ઝરી કાર્સ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ