જલ્સા કરોને જેંતીલાલ

શિયાળું સ્પેશિયલ વસાણું પરફેક્ટ મેઝરમેન્ટ સાથે પેંદ બનાવવા માટેની ઉપયોગી ટિપ્સ

સુપર ફૂડ એપિસોડ 5: શિયાળુ સ્પેશિયલ વસાણું મેજરમેન્ટ સાથે પેંદ બનાવવા માટેની ઉપયોગી ટિપ્સ જોઈશું. આપણે ઘી ને ઓછું કરતા જઈએ છીએ. રોટલી પણ કોરી ખાઈએ છે. મીઠાઈ પણ ઓછી ખાય એ છે. અને શિયાળામાં જ્યારે પણ વસાણા ની વાત આવે ને એટલે એમ થાય કે ઘી બહુ સારા એવા પ્રમાણમાં વપરાશે. એટલે આપણે વસાણા નથી બનાવતા. પણ ઘી તમારા શરીર માટે ખૂબ જ સારું છે. ઇમ્યુનિટી માં સુધારો કરે છે.

ઘી ના કારણે તમારી ચરબી છે તે પણ ઓછી થાય છે. આયુર્વેદિક પ્રમાણે ઘી જે છે.તે ત્રી દોસ જે ત્રણ દોષ છે આપણા શરીર ના કફ, પિત્ત,વાત આ ત્રણ ને બેલેન્સ કરે છે. જેથી કરીને જે નાના-મોટા પ્રોબ્લેમ થાય ને તે બધા જ દૂર થઈ જતાં હોય છે. એટલે હંમેશા ઘી તો લેવું જ જોઈએ. અને ખાસ કરીને શિયાળામાં કારણ કે પાચનશક્તિ સારી હોય છે.એટલે ઘી ને આપણે સારી રીતે પચાવી શકીએ છે. અને ઘી ખાવાનો સૌથી બેસ્ટ ઉપાય છે તે છે વસાણા.

પેંદ આપણે જ્યારે ઘરે બનાવવાની વાત આવે એટલે બહુ જ બધા પ્રશ્નો થતા હોય છે. કે પેંદ બરાબર બનશે કે નહીં? કોઈ વાર પેંદ માંથી વાસ આવતી હોય છે.તો આવું કેમ થાય છે? તો તેના વિશે ની નાની- નાની વાત છે. જે તમારે ધ્યાન રાખવાની છે. તો પેંદ એકદમ પરફેક્ટ બનશે અને બહુ સરસ ઘરે બનાવી શકશો.

સામગ્રી :

1- સૌથી પહેલા તેનું મેજરમેન્ટ જોઈશું. સૌથી પહેલાં એક વાડકી ગુંદર લો તો તેની સામે ત્રણ વાડકી કોપરા લેવાના. અને છ વાડકી દૂધ લેવાનું છે. તમે મોટો બાઉલ લો કે નાનો બાઉલ લો કોઈપણ બાઉલ લઈ શકો છો. હવે તેની સામે બે બાઉલ ગોળ અને અડધો કપ ખાંડ લઈશું. એક ચમચી ઘઉંનો લોટ લઇ ઘી માં શેકી લેવાનો છે. ગુલાબી કલર આવે ત્યાં સુધી શેકી લેવાનો છે.ઘી બહુ ઓછાં પ્રમાણ માં જાય છે.એટલે અડધો બાઉલ ઘી લઈશું.

2- હવે સૂંઠ અને ગંઠોડા પણ લેવાના છે.બે ચમચી સૂંઠ અને એક ચમચી ગંઠોડા લઈશું.અને ડ્રાય ફ્રુટ કાજુ,બદામ અને તમે કિસમિસ પણ ઉમેરી શકો છો. મગજતરી ના બી પણ ઉમેરી શકો છો. કાજુ બદામ અને અખરોટ આ ત્રણ વસ્તુ પણ એડ કરી શકો છો. ઘણા લોકો ખારેક પણ એડ કરે છે.

3- આરીતમાં પણ નાની નાની વાતનું ધ્યાન રાખવાનું હોય છે. ગુંદર નો ભૂકો કરી લેતા હોય છે. અને તેનો પાવડર ઘી તળતા હોય છે. તમને એમ થાય કે મારી પેંદ ચીકણી બની ગઈ છે. તો આવો પ્રોબ્લેમ થાય તે ગુંદ ના કારણે થાય છે. તમારે ગુંદ સારી ક્વોલિટીનો નાના દાણા વાળો લેવાનો અને દેશી ગુંદર લેવાનો છે. અને તેને સરસ રીતે સાફ કરી લેવાનો છે. તડકે તપાવી લેવાનો છે અને પછી ઘીને ગરમ કરી તેમાં ગુંદરને તળી લેવાનો છે.ઘી સરસ ગરમ હોવું જોઈએ. જ્યારે તમે ગુંદર ઉમેરશો ને ત્યારે તે ગુંદર ફૂલી જશે એટલે કે ગુંદર તળાઈ જશે. પણ જો તમે પાવડર ઉમેરશોતો તે પાવડર ના ગઠ્ઠા થઈ જશે. તેના કારણે તમારી પેંદ ચીકણી લાગશે. પેંદ ચીકણી ના થાય તેના માટે આપણે ગુંદરને તળી લેવા નો છે.

4- હવે કોપરું લેવાનું છે. કોપરાને છીણી લઈશું. બને ત્યાં સુધી જાડુ છીણ તૈયાર કરવાનું છે. જાડુ છીણ હશે તો સરસ મિક્સ થઈ જશે. અને તેનો સ્વાદ પણ બહુ સરસ આવશે. તો કોપરું નાખ્યું છે તેઓ ખ્યાલ આવશે. ગુંદર તળિયા પછી કોપરાને શેકી લેવાનું છે. કોઈપણ જાતની વાસ આવતી હોય તો તે શેકવા થી નીકળી જશે. અને તમારી પેંદ બગડશે નહીં.

5- હવે ભૂકો કરેલો ગુંદર એક તાસળામાં લઈ લઈશું. અને તેની અંદર દૂધ ઉમેરી શું. હવે દૂધ કોપરું અને ગુંદર એ ત્રણેને સરસ રીતે મિક્સ કરી ને ઉકાળવાનું છે. લગભગ 10 મિનિટ સુધી ઉકાળી શુ. એટલે દૂધ ફાટવા લાગશે. કારણ કે ગુંદર ઉમેર્યો છે. તે મિશ્રણને હલાવતા રહેવાનું છે.થોડું ઘટ્ટ થશે પછી તેની અંદર ગોળ અને ખાંડ બંન્ને ઉમેરી લઈશું. અને ફરીથી હલાવતા રહેવાનું છે. આ પેંદ બનાવવાની બહુ ઇઝી છે.

6- હવે આ મિશ્રણને સરસ ઉકાળી લેવાનું છે. એટલે મિશ્રણ ધીમે ધીમે ઘટ્ટ થતું જશે. પછી બબલ્સ પણ થવા લાગશે. એટલું ઘટ્ટ કરવાનું છે કે ધીમે-ધીમે ઘી ની સાઇનીંગ દેખાશે. જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં લોટ પણ ઉમેરી દઈશું. લોટ ઉમેરવાથી તેનો સ્વાદ પણ બહુ સરસ આવે છે.એટલું બધું પણ ઘટ્ટ નથી કરવાનું કે મિશ્રણ ચવળ લાગે. ધીમે ધીમે દૂધ બધું બળી જશે. અને નાના-નાના બબલ્સ થવા લાગશે.ઘી ઉપર દેખાવા લાગશે.એટલે સમજી જવાનું છે કે પેંદ તૈયાર થઈ ગઈ છે.

7- હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે સુંઠ અને ગંઠોડાનું ઉમેરી દેવાના છે. હવે તેને મિક્સ કરી લઈશું. અને હવે ડ્રાયફ્રુટ ઉમેરીશું. તેને પણ મિક્સ કરી લઈશું. પેંદ ઠંડી ના પડે ત્યાર સુધી તેનું ઢાકણ નથી ઢાંકવાનું. નહીં તો વરાળ વરસે. પાણીના કારણે પણ તમારી પેદ બગડશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બહુ જ નાની નાની વાત નું તમે ધ્યાન રાખશો તો તમારી પેંદ એકદમ સરસ બનશે. પાણી ની પણ બની શકે છે. પાણી આપણે ચાર ઘણું લેવાનું છે.તો તમે આ ટિપ્સ ચોક્કસથી ફોલો કરજો અને ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version