શિયાળામાં છાતીમાં જામી જતા કફને દૂર કરવા અપનાવો આ ઉપાય

કફવાળી ખાંસી કે ઠંડીના કારણે છાતીમાં કફ જામી જાય અને નાક બંધ થઈ જાય તેવી સમસ્યા ઉભી થાય ત્યારે આ પાંચ ઉપાયો કરીને આવી ખાંસીથી રાહત મેળવી શકાય છે.

image source

શિયાળાની ઋતુમાં શરદી અને ખાંસીની તકલીફ થવી સામાન્ય બાબત છે. શિયાળામાં ઘણા લોકોને સૂકી ખાંસીને બદલે કફવાળી ખાંસીની તકલીફ વધારે જોવા મળે છે. આ પ્રકારની ખાંસીમાં ખાંસીની સાથે સાથે કફ પણ બહાર આવે છે. કફની ખાંસી થવાથી છાતી ભારે લાગે છે. ઉપરાંત જકડાઈ ગયા હોય તેવું લાગ્યા કરે છે. આ ખાંસી આપને સવારના સમયે વધારે હેરાન કરી શકે છે. સામાન્ય રીતે જ્યારે છાતીમાં વધારે કફ જમા થઈ જવાના કારણે આવી તકલીફ થાય છે. આ કારણથી જ નાકમાંથી શરદી કે પાણી નીકળવાની તકલીફ શરૂ થાય છે. આવી સામાન્ય તકલીફમાં દવા લીધા કરતા ઘરેલુ ઉપચાર કરવા વધારે સુરક્ષિત રહે છે. જે કુદરતી હોવાના કારણે નુકસાનકારક પણ નથી.

ગરમ પાણીની વરાળથી શેક કરવો.:

image source

છાતી જકડાઈ જાય અને ખાંસીની તકલીફમાં ગરમ વરાળ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આનાથી નાકના રસ્તા ખુલી જાય છે. જેથી શ્વાસ લેવામાં જે તકલીફ પડતી હોય છે તે દૂર થઈ જાય છે. આમ કરવા માટે એક મોટા વાસણમાં પાણી ભરી લેવું ત્યારબાદ તેને ઢાંકીને ખૂબ ગરમ કરવું. જેથી તેમાં ખૂબ વરાળ બને તે જોવું. હવે એક ટુવાલ લેવો તેને પોતાના માથા પર ઢાંકવો ટુવાલ ઢાંકયા પછી વાસણ પરથી ઢાંકણું હટાવી દેવું. ઢાંકણું હટાવીને પાણીની વરાળને નાક અને છાતી પર આવે તે રીતે બેસવું. જો આપના ઘરમાં પીપરમિન્ટ કે યુકેલીપટ્સનું તેલ હોય તો તેને થોડું પાણીમાં નાખવું. તે સાદા પાણી કરતા વધારે અસર કરે છે.

આદુવાળી ચા પીવી:

image source

શરદી ખાંસીની તકલીફ થાય ત્યારે આદુવાળી ચા એક ખૂબ સરળ અને અસરકારક ઉપાય છે. જુના સમયમાં દાદી અને નાની આ ઉપાય થી આવી નાની નાની સમસ્યાઓ ઠીક કરી દેતા હતા. આદુંમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઑક્સિડન્ટ હોય છે. આમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈંફ્લેમેન્ટ્રી ગુણ પણ હોય છે. આ સિવાય આદુમાં રહેલ ખાસ એન્ટી ઑક્સિડન્ટ જીંજરોલ શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધારે છે. શરદી ખાંસી થવા પર એક વાસણમાં પાણી ગરમ કરવું ત્યારબાદ તેમાં ચા પતી નાખવી. ત્યાર પછી એક નાનો ટુકડો આદુનો લેવો તેને ઝીણું કાપીને કે વાટીને તે પાણીમાં ઉમેરવું. આમ આ પાણીને પાંચ મિનિટ ઉકળવા દેવું. પછી ગરમાગરમ પી લેવું. આપ ઈચ્છો તો આ ચા બનાવતી વખતે તેમાં પાંચ થી છ તુલસીના પાન નાખી શકો છો. આ ચામાં મીઠી કરવા માટે તેમાં મધ ઉમેરવું.

મધનો ઉપયોગ કરવો:

image source

રાત્રે સુવાના અડધો કલાક પહેલાં એક થી દોઢ ચમચી મધ ખાઈ લેવું. આનાથી પણ આપની છાતીમાં જામી ગયેલો કફ નીકળી જશે અને ખાંસીની તકલીફમાં પણ ખૂબ રાહત મળે છે. મધમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે આથી તે બેક્ટેરિયાને મારે છે અને શરીરને ડિટોક્સ કરે છે. અસલી મધ ખાવાથી આપને શરદી, ખાંસીની તકલીફ માંથી છુટકારો મળી જાય છે.

પાણી પીવામાં ચૂકવુ નહિ.:

image source

આપણા શરીર માટે રોજની જરૂરિયાત પૂરતું પાણી પીવું ખૂબ જરૂરી છે. કેટલીકવાર શરીરમાં પાણીની કમીના કારણે ઘણી બધી બીમારીઓ ઘર કરી જાય છે. શરદી કે કફની તકલીફમાં પાણીની તરસ ખૂબ ઓછી લાગે છે કે પાણી પીવું સારું નથી લાગતું. પણ આવી પરિસ્થિતિમાં આપે રોજ અઢી થી ત્રણ લીટર પાણી રોજ પીવું ખૂબ જરૂરી બની જાય છે. પાણી પીવાથી શરીરના બેક્ટેરિયા અને વાઇરસ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. એટલે જ બીમાર થવા પર પાણી જરૂરથી પીવું જોઈએ.

હુંફાળા પાણીથી સ્નાન કરવું.:

image source

છાતીમાં જામી ગયેલ કફને બહાર કાઢવા માટે હુંફાળા પાણીથી સ્નાન કરવું એ ખૂબ સારો વિકલ્પ છે. પણ જો આપને તાવ છે તો આપે નહાવું જોઈએ નહીં. આ સિવાય એ ધ્યાન રાખવું કે પાણી હુંફાળું જ હોય વધારે ગરમ પાણીથી નહાવું જોઈએ નહીં. ન્હાવા દરમિયાન છાતી પર હુંફાળું પાણી રેડવું. જેથી જામી ગયેલો કફ હટી જાય અને આપની છાતી ખુલી જાય. પણ એ વાત ધ્યાન રાખવી કે તબિયત ખરાબ હોવાની સ્થિતિમાં વધારે સમય સુધી સ્નાન કરવું જોઈએ નહીં. એટલે જ પાંચ થી સાત મિનિટમાં જલ્દી જ નાહી લઈને બહાર આવી જવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ