કોરોનાના હાહાકાર વચ્ચે ગુજરાતના આ ગામમાં એક પણ નથી નોંધાયો કોરોનાનો કેસ, જાણો લોકો કેવી રાખે છે સાવચેતી

એક બાજુ ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દરરોજ નોંધવામાં આવતા કેસનો આંકડામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે આખા ગુજરાતમાં ૬ હજાર કરતા વધારે રોજીંદા કેસ નોંધવામાં આવ્યા હતા અને ૫૫ દર્દીઓના મૃત્યુ પણ થઈ ગયા હતા. આવા સમયમાં પણ ગુજરાત રાજ્યમાં એવા કેટલાક ગામડાઓ છે જ્યાં સ્વયં શિસ્ત અને સાવધાની રાખી રહ્યા છે જેના પરિણામે ત્યાં કોરોના વાયરસના નહિવત કે પછી એકપણ કેસ નોંધવામાં આવ્યા નથી. ગુજરાતના અમરેલી જીલ્લામાં આવેલ શિયાળબેટમાં હજી સુધી એકપણ કોરોના વાયરસથી સંક્રમિત કેસ નોંધવામાં આવ્યો નથી અને વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.

છેલ્લા ૧ વર્ષથી કોરોના વાયરસથી મુક્ત છે શિયાળબેટ.

image source

ગુજરાત રાજ્યના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ ગામ ૧ વર્ષ પછી પણ કોરોના વાયરસથી મુક્ત છે. શિયાળબેટ ગામની વસ્તી અંદાજીત ૬ હજાર કરતા વધારે લોકો નિવાસ કરે છે અને અહિયાં માછીમારી સાથે સંબંધિત વ્યવસાય ગામના લોકો દ્વારા કરવામાં આવે છે. અમરેલી જીલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર વસેલ શિયાળબેટ ગામમાં અહિયાં વર્ષો પહેલા રાજ્ય સરકાર તરફથી દરિયાઈ કેબલ મારફતે વીજળી પહોચાડવામાં આવી અને ત્યાર પછી નર્મદા નદીનું મીઠું પાણી પણ પહોચાડવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ તરફથી શિયાબેટમાં સતત ચકાસણી કરવામાં આવી રહી છે અને કોરોના વાયરસની વેક્સિનેશન કેમ્પ પણ ચલાવવામાં આવી રહ્યા છે.

ગ્રામીણ દ્વારા દરિયાઈ ટાપુ સુધી પહોચવા માટે બોટણ ઉપયોગ કરે છે.

image source

શિયાળબેટમાં કોઈપણ વ્યક્તિને અવરજવર કરવી હોય તો પીપાવાવ જેટીની નજીકમાં આવેલ ખાનગી બોટની મદદથી શિયાળબેટ ગામ સુધી પહોચી શકે છે. શિયાળબેટમાં આરોગ્ય વિભાગ, ગામના લોકો સહિત અન્ય વ્યક્તિઓને પણ શિયાળબેટ પર બોટ દ્વારા જ અવરજવર કરી શકે છે. શિયાળબેટમાં રહેતા ગ્રામજનો બારેમાસ દરમિયાન જરૂરિયાત વગર બહાર અવરજવર કરતા નથી. અહિયાં ગામના લોકો સમયાંતરે જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે રાજુલા કે પછી જાફરાબાદ સુધી જાય છે, જેથી કરીને તેઓ વધારે લોકોના સંપર્કમાં આવતા નથી.

હજી સુધી એકપણ કેસ નોંધવામાં આવ્યો નથી: સરપંચ

image soucre

શિયાળબેટ ગામના સરપંચ હમીરભાઈએ દિવ્યભાસ્કરની સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હજી સુધી ગામમાં એકપણ કેસ નોંધવામાં આવ્યો નથી. જ્યારથી દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી શરુ થઈ છે તે સમયથી જ અમારા ગામમાં કોઈપણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ નથી. વેક્સિનેશનની કામગીરી હાલમાં ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ૫૦૦ કરતા વધારે વ્યક્તિઓને વેક્સિન આપી દેવામાં આવી છે.

image source

મોટાભાગે અમારા ગામના લોકો બહાર અવરજવર કરતા નથી. અમરેલી જીલ્લાના મેડીકલ ઓફિસર એ. કે. સિંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શિયાળબેટમાં કોરોના વાયરસનો એકપણ કેસ નોંધવામાં આવ્યો નથી. તેમજ વેક્સિન પણ આપવામાં આવી રહી છે. લોકોની અહિયાં અવરજવર છે નહી અને ગામના લોકો પણ ટાપુ પર જ રહે છે, જેના લીધે શિયાળબેટમાં કેસ નોંધાયા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!