શિયાળું સ્પેશિયલ હેલ્ધી અને ટેસ્ટી વેજીટેબલ સૂપ બનાવવાની એકદમ સરળ રીત

આજે આપણે બનાવીશું એકદમ લો કેલેરી શિયાળુ સ્પેશિયલ હેલ્ધી અને ટેસ્ટી વેજીટેબલ સુપ. શિયાળામાં શાકભાજી વધારે મળે છે. એટલે આપણે વધારે શાકભાજી લઈને એકદમ હેલ્ધી અન ટેસ્ટી સૂપ બનાવી શું. આ ગરમાગરમ સૂપ પીશો તો વગર દોડે પાતળા થઈ જશો.જે લોકો ડાયટ કરતા હોય છે તેના માટે પરેક્ટ રેસિપી છે.અને જે બીમાર છે તેના માટે આ સૂપ એકદમ સરસ હોય છે. તો ચાલો બનાવીએ વેજીટેબલ સૂપ.

સામગ્રી

  • બટર
  • લસણ
  • આદુ
  • ડુંગળી
  • કેપ્સીકમ
  • કોબીજ
  • ગાજર
  • વટાણા
  • ફણસી
  • મીઠું
  • ફ્લાવર
  • મરી પાવડર
  • લીંબુનો રસ

રીત-

1- સૌથી પહેલા સુપ બનાવવા માટે એક તપેલી લઈશું. કોઈપણ સુપ બનાવવા માટે ઊંડું વાસણ લઈશું.જેથી ઉકડવામાં આશાની રહે.ગેસ આપણે ધીમો જ રાખીશું.

2- હવે એક નાની ચમચી બટર નાખીશું. ચારથી પાંચ કડી જીનું સમારેલું લસણ લઈશું.અને એક આદુ નો ટુકડો સમારી લીધો છે. સૂપની વધારે ટેસ્ટી બનાવવા માટે આદુ નું પ્રમાણ વધારે રાખવાનું છે.તેને અડધી મિનિટ સાંતળી લઈશું.

3- હવે તેમાં 1 મોટી ડુંગળી ઝીણી સમારી ને નાખીશું. ત્યાર બાદ અડધો કપ ઝીણી સમારેલી કોબી નાખીશું. ત્યારબાદ ૧ મોટુ કેપ્સિકમ ઝીણું સમારીને નાખીશું. ત્યારબાદ ઝીણા સમારેલા ગાજર નાખીશું.

4- તમે કોઈપણ વેજીટેબલ તમારી ચોઇસ પ્રમાણે લઈ શકો છો. અડધો કપ આ ફ્લાવર લઈશું. હવે પા કપ વટાણા લીધા છે તે નાખીશું. બે ચમચી ફણસી નાખીશું. બધા શાકભાજીને એક મિનિટ માટે બટરમાં સાંતળી લઈશું.

5- હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી શું. હવે તેને અડધો કલાક શેકી લઈશું. હવે તેમાં લગભગ પાંચ ગ્લાસ પાણી નાખીશું. કારણકે હજુ આપણા શાકભાજી કાચા છે હજુ તેને ઉકળવા દઈશું.

6- આપણું પાણી અડધું ના થાય ત્યાં સુધી તેને કુક કરી લઈશું. હવે આપણે ગેસ ફાસ્ટ કરીશું. જ્યાં સુધી એક ઉભરો ના આવે ત્યાં સુધી. અને ઉભરો આવે પછી ગેસ ધીમો કરી દઈશું. અને તેને ઢાંકીને 20 મિનિટ સુધી કુક થવા દઈશું.

7-હવે ૨૦ મિનિટ થઈ ગઈ છે અને પાણી પણ અડધું થઈ ગયું છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. અને બધા વેજીટેબલ કુક થઈ ગયા છે.અને સોફ્ટ પણ થઈ ગયા છે.

8- હવે એમાં મસાલા કરીશું. સૌથી પહેલાં એક મોટી ચમચી મરી પાવડર નાખીશું. ત્યારબાદ તેમાં અડધા લીંબુનો રસ નાખી શું. કારણ કે સૂપ માં ખટાસ હશે તો ટેસ્ટી લાગશે.

9- સૂપ ના ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ નાખી શું. તમને પસંદ હોય તો તમે નાખી શકો છો. હવે તેને ઢાંકીને એક મિનિટ માટે કુક કરી લઈશું.

10- હવે સૂપ ને ઘટ્ટ કરવા માટે એક બાઉલ લઈશું અને તેમાં બે ચમચી કોર્ન ફ્લોર લઈશું. તેમાં જરૂર મુજબ પાણી નાખીશું. એકદમ સરસ મિક્સ કરી લઈશું.

11- હવે આપણે સૂપ ને ચેક કરી લઈએ.હવે તેમાં બનાવેલી સ્લરી ઉમેરીશું. ચમચાથી આપણે ફેરવતા જવાનું છે અને થોડી થોડી ઉમેરતા જઈશું. સ્લરી નાખ્યા પછી સૂપ ને બે મિનીટ સુધી ઉકળવા દઈશું.

12- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું વેજીટેબલ થી ભરપૂર સૂપ તૈયાર થઈ ગયું છે.હવે છેલ્લે લીલી ડુંગળીના પાન નાખીશું.

13- હવે સૂપ સર્વે કરીશું. હવે આપણો સૂપ તૈયાર થઈ ગયો છે. તો તમે ચોક્કસથી બનાવજો આ શિયાળા માં આ રેસિપી થી.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.