શિયાળામાં સ્કીનની તો કેર કરો છો પણ શું તમે તમારી આંખોની કેર કરો છો???

શિયાળામાં આપણી સ્કીનની સાથે સાથે શિયાળાના વાતાવરણની અસર આપણી આંખો પર પણ પડે છે. શિયાળાના સુકા વાતાવરણના લીધે આપણી આંખોમાં ખંજવાળ આવવી, આંખો કોરી પડી જવાથી આંખમાંથી પાણી નીકળવું બળતરા થવી વગેરે જેવી સમસ્યા થતી હોય છે.

અલબામા યુનિવર્સીટીમાં નેત્ર વિભાગના એક પ્રશિક્ષક મારીસા લોકીએ એક એહવાલમાં જણાવ્યું હતું કે આંખોમાં શિયાળા આંખોમાંથી ચીકાશ ઓછી થઇ જાય છે.

તેમણે જણાવ્યું છે કે ઘણા એવા લોકો હોય છે જે ઠંડીથી બચવા માટે ઘરમાં હીટર ચલાવતા હોય છે આવામાં હવામાંથી ભેજનું પ્રમાણ ઓછું થઇ જતું હોય છે અને હીટર ચલાવવાથી વધારે ઓછું થઇ જાય છે, જેનાથી આંખોમાંથી પણ ચીકાશ ઓછી થઇ જાય છે.

આવામાં આંખોમાં નમી બનાવી રાખવા માટે શિયાળામાં અનેક ઉપાય કરવા માટે કહેવામાં આવે છે જેનાથી આંખો સુકી ના થઇ જાય અને તેનાથી બીજી કોઈપણ તકલીફ થાય નહિ.

લોકી જણાવી રહ્યા છે કે જો તમે તમારો વધારે સમય ગરમ જગ્યાએ વિતાવો છો તો હવામાં થોડી નમી બનાવી રાખવા માટે હયુમીડિફાયરનો ઉપયોગ કરવો. પ્રવાહી વધારે પીવાનું રાખવું જેમાં પાણી, શરબત અને દૂધનો સમાવેશ કરવો. પ્રવાહી એ આપણા શરીરને હાઈડ્રટેડ રાખવામાં મદદ કરે છે, આમ કરવાથી આંખોમાં નમી બની રહે છે.

જો તમે ઠંડીથી બચવા માટે હીટરનો ઉપયોગ કરો છો તો હીટરની ગરમીને ચહેરા પર અને આંખો પર પાડવા દેવી નહિ.

આના સિવાય ગાડીમાં હીટ વેન્ટને શરીરના નીચેના ભાગ તરફ રાખો, જેનાથી આંખો અને ચહેરા પર ગરમી લાગે નહિ.

રીપોર્ટમાં કહેવામાં આવે છે કે ધૂળના કણ એ ઠંડી હવાની સાથે આંખમાં આવી જતા હોય છે આમ કરવાથી બચવા માટે ચશ્માં અને ટોપી પહેરવાનો આગ્રહ રાખો.