જાણો શિયાળામાં વધુ પ્રમાણમાં મગફળી ખાવાથી શું થાય છે સ્વાસ્થ્યને નુકસાન

શિયાળામાં વધારે પડતી મગફળી ખાવાથી થઈ શકે છે આ નુકસાન, શિયાળામાં શેકેલી સિંગ ખુબ ભાવે છે તો જરા ચેતી જજો !

આમ તો મગફળી એ એક સ્વસ્થ ખાદ્ય પદાર્થ છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરને ઘણા બધા લાભ પહોંચે છે. કારણ કે તેમાં વિટામીન બી, સી, એ અને બીજા 26 પ્રકારના ખનીજતત્ત્વો પણ સમાયેલા હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ અને આયર્ન પણ ભરપુર પ્રમાણમાં હોય છે. સો ગ્રામ મગફળીમાં 567 કેલરી હોય છે. પણ તમને હંમેશા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વસ્તુનો અતિરેક તમારા શરીરને નુકસાન જ પહોંચાડે છે. તે પછી મગફળી પણ કેમ ન હોય.

image source

શિયાળામાં તમે જોશો કે તમારી સોસાયટી કે પછી રોડ પર બધે શેકેલી સિંગ વેચતી લારીઓ ફરતી હોય છે. શિયાળામાં આ શેકેસી સિંગ ખાવાની મજા જ કંઈક ઓર હોય છે જેને ચોક્કસ ખાવી જ જોઈએ પણ તે પણ કેટલાક ચોક્કસ પ્રમાણમાં. હવે તમે જો એ જાણવા માગતા હોવ કે મગફળી ખાવાથી વળી શું નુકસાન થાય તો અમે તમને જણાવીએ કે કેવી રીતે.

  • – વાસ્તવમાં મગફળી આરોગવાથી શરીરમાં એફલેટોક્સિનનું પ્રમાણ વધે છે. જે શરીરને નુકસાન કરતું તત્ત્વ છે. જેના કારણે લીવરમાં વિકાર ઉત્પન્ન થાય છે અને તેના કારણે તમારા સમગ્ર શરીરને નુકસાન થઈ શકે છે.

    image source
  • – ઓમેગા 3 એસિડ શરીર માટે ખુબ જ જરૂરી છે. તે હૃદયની બોમારીઓથી શરીરને રક્ષણ આપે છે. પણ મુંગફળીમાં હાજર ઓમેગા-6 જો વધારે પ્રમાણમાં હોય તો તે શરીરમાના ઓમેગા 3 એસિડમાં ઘટાડો કરે છે. અને આ ઓમેગા-3 તમે ગણતરીના ખોરાકમાંથી જ મળે છે જેને સાંચવી રાખવું ખુબ જરૂરી છે. માટે જ અમુક ચોક્કસ પ્રમાણથી વધારે મગફળીનું સેવન ન કરવું જોઈએ.

    image source
  • – મગફળીને વેઇટલોસ માટે રેકમેન્ડ કરવામા આવે છે કારણ કે તેને ખાતા પેટ જાણે ભરાઈ ગયું હોય તેવો અનુભવ થાય છે. કારણ કે મગફળીમાં લેક્ટિનનું પ્રમાણ ઘણું બધું હોય છે. જેને પચાવવું અઘરું રહે છે. તે શર્કરા સાથે ભળીને શરીરમાં બળતરા ઉત્પન્ન કરે છે. જેના કારણે શરીરમાં પીડા તેમજ સોજા થાય છે. અને માટે જ આર્થરાઇટિસના પેશન્ટને મગફળી ન ખાવી જોઈએ.

    image source

હવે તમને પ્રશ્ન એ થતો હશે કે દિવસમાં વધારેમાં વધારે કેટલી મગફળી ખાઈ શકાય ?

image source

દિવસ દરમિયાન તમે વધારેમાં વધારે 120 ગ્રામથી 140 ગ્રામ મગફળી ખાઈ શકો છો. તેમ છતાં તમારે રોજની જગ્યાએ અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ મગફળીનું સેવન કરવું જોઈએ. કારણ કે જો તમે રોજનો ખોરાક રાંધવામાં પણ મગફળીના તેલનો ઉપયોગ કરતા હશો તો શરીરમાં તેની અસર વધી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ