શિયાળામાં જ્યુસ તો પીવા જ જોઈએ પણ ચહેરાની ત્વચાને ચમકદાર બનાવવા કયું જ્યુસ પીશો?

આજકાલની તણાવપૂર્ણ જીવનશૈલીથી આપણી સ્કીન એ તેનો પ્રાકૃતિક રંગ એ ગુમાવી રહી છે. જેને કોઈપણ ક્રીમ કે ટ્રીટમેન્ટથી પરત લાવી શકતો નથી. પણ જો આપણે આપણા ખાવાપીવાની બાબતમાં થોડી કાળજી રાખીશું તો આપણે આપણા સ્કીનની ચમક દમક પરત લાવી શકીએ છીએ. આપણે જે વસ્તુ ખાઈએ છીએ એની સીધી અસર એ આપણી સ્કીન પર પડે છે. આજે અમે તમને એવા થોડા જ્યુસ વિષે જણાવીશું જેનાથી તમે સ્કીનને હેલ્થીં બનાવી શકશો.

આ એક બહુ જ સરળ રીત છે, જે પણ શાકભાજીનું તમે જ્યુસ બનાવવા માંગતા હોવ તેને સારી રીતે સાફ કરીને સમારીને મીક્ષરના જગમાં ભરો. અને ક્રસ કરી લો. તમે ઈચ્છો તો મિક્સ શાકભાજીનું જ્યુસ પણ બનાવી શકો. જો તમે આ જ્યુસને વધારે ટેસ્ટી બનાવવા માંગો છો તો આમાં તમે આદુ ઉમેરી શકો છો. આદુ પણ આપણી સ્કીન માટે ફાયદાકારક છે. આ જ્યુસના નિયમિત ઉપયોગથી તમારા ચહેરા પરના ખીલ દૂર થઇ જશે અને સાથે સાથે આદુ એ સ્કીન ટોનરનું કામ કરશે.

ગાજરનું જ્યુસ કરશે મદદ,

ગાજરનું જ્યુસ પણ આગળ તમને જણાવ્યું એવીરીતે મીક્ષરમાં ક્રસ કરીને બનાવી શકો. ગાજરમાં વધારે માત્રામાં વિટામીન સી હોય છે અને તેમાં કુદરતી રીતે સ્કીનને ચમકાવવા માટેનો ગુણ હોય છે. ગાજરમાં રહેલ બીટા-કૈરીટીન એ ચહેરા પરના સોજા ઉતારવા માટે મદદગાર થશે.

સંતરા અને ટામેટાનું જ્યુસ, સંતરા એ સ્કીન માટે ઘણી રીતે ફાયદાકારક છે. સંતરામાં સેટ્રીક એસીડ હોય છે જે સ્કીનને ચમકાવવાનું કામ કરે છે. સાથે તમે તરબૂચ પણ ઉમેરી શકો. તરબૂચના જ્યુસના ઉપયોગથી ચહેરા પરનો લાલ ગુલાબી રંગ જળવાઈ રહે છે. ટામેટામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે ચહેરા પરના ડાર્ક સર્કલને દૂર કરે છે. લીંબુમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ એ ખીલને દૂર કરી શકે છે.

જેમના યુવતીના લગ્ન એ આવનારા થોડા જ મહિનાઓમાં થવાના છે તેમના મનમાં પોતાના ચહેરાની ચમકને લઈને અનેક સવાલ હોય છે. દરેક યુવતી એ પોતાના લગ્નમાં કાઈક અલગ દેખાવા માંગતી હોય છે. તે ઈચ્છતી હોય છે કે તેનો ચહેરો એ ચમકતો અને દમકતો રહે. તો જો તમે તમારા લગ્નમાં સૌથી સુંદર અને પરફેક્ટ દેખાવા માંગો છો તો તમારે આજથી જ અહિયાં જણાવેલ જ્યુસનું સેવન કરવું જોઈએ. જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો જશે એમ એમ તમારો ચહેરો નીખરતો જશે.