આજે શિવરાત્રી છે મિત્રો આજે જાણો આ વ્રત વિષે…

આ વર્ષે મહાશિવરાત્રિ 13 ફેબ્રુઆરી અને મંગળવારના રોજ ઉજવાશે. આ પર્વનું મહત્વ અત્યંત વધારે હોય છે. શિવભક્તો માટે આ મહાપર્વ ખૂબ ખાસ હોય છે.

મહાશિવરાત્રિના વ્રતથી વધારે મહત્વનું અન્ય કોઈ વ્રત નથી. શિવજીને પ્રસન્ન કરવા જે ભક્તો વ્રત અને પૂજા વર્ષ દરમિયાન કરતાં હોય છે તે તમામ જેટલું જ પુણ્ય આ એક વ્રત કરવાથી મળી જાય છે.


મહાશિવરાત્રિના પર્વનો મહિમા જેટલો વર્ણવીએ તેટલો ઓછો એમ કહી શકાય. જો કે આ વર્ષે શિવરાત્રી પણ ખાસ છે. જ્યોતિષાચાર્યોનુસાર આ વર્ષે 13 અને 14 ફેબ્રુઆરી એમ બંને દિવસે શિવરાત્રી હશે. એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ સૂર્યોદયથી રાત્રે 10.22 કલાક સુધી ત્રેયોદશી હશે અને ત્યારબાદ અર્ધરાત્રિથી ચતુર્દશીની તિથિ છે. આ દિવસે ઉત્તરાષાઢ નક્ષત્ર સૂર્યોદયથી સાંજ સુધી રહેશે જ્યારે સિદ્ધિ યોગ દિવસના 2.52 કલાકથી રહેશે.


મહાશિવરાત્રિ પર ચંદ્રમા મકર રાશિમાં હશે જ્યારે બીજા દિવસે એટલે કે 14 તારીખે ચતુર્દશીની તિથિ 12.17 સુધી રહેશે. શાસ્ત્રોનુસાર મહાશિવરાત્રિ જો રવિવાર કે મંગળવારે આવે તો તેનુ મહત્વ વધી જાય છે. આ ઉપરાંત આ વર્ષે 1 તારીખે સિદ્ધિ યોગ પણ સર્જાશે. મહાશિવરાત્રિનું વ્રત કરનાર જાતકોએ વ્રતના પારણા 14 ફેબ્રુઆરીના રોજ કરવા જેથી વ્રતનું પુર્ણ ફળ પ્રાપ્ત થાય.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી