ગુજરાતનું ગૌરવ: ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું

પેલી કહેવત છે ને કે કાખમાં છોંકરું અને ગામમાં ગોતા ગોત… આવું જ કંઈક રાજ્યની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની ફરવાની શોખીન જનતા માટે થયું છે. જ્યારે પણ દરિયા કિનારે ફરવા જવાની વાત આવે તો લોકો ગોવાનું સૌથી પહેલા વિચારે પરંતુ તાજેતરમાં જ્યારે બ્લુ ફ્લેગ બીચની યાદી જાહેર થઈ ત્યારે લોકોની આંખ ચાર થઈ ગઈ એ વાત જાણીને કે સૌરાષ્ટ્રમાં જ એશિયાનો સૌથી સુંદર બીચ આવેલો છે.

image source

એશિયાનો બીજા ક્રમનો સુંદર બીચ આવેલો છે દ્વારકાથી 10 કિલોમીટર દૂર. આ જગ્યાનું નામ છે શિવરાજપુર. શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ દરિયો ગોવાના દરિયાને પણ ટક્કર મારે તેવો છે. આ બીચ આ ક્રિસ્ટલ ક્લિયર પાણી ધરાવે છે. અહીં પ્રવાસીઓ દરિયાની સુંદરતા સાથે દરિયાઈ જીવસૃષ્ટિનો અનોખો નજારો પણ જોઈ શકે છે.

image source

પ્રખ્યાત ધાર્મિક સ્થળ દ્વારકા નજીક આવેલી આ જગ્યાની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક પ્રાયોજિત ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ-ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે શિવરાજપુરના દરિયાની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે આ બીચની વિશ્વમાં 76મા અને એશિયાના બીજા ક્રમના બીચ તરીકે પસંદગી કરવામાં આવી હતી.

image source

શિવરાજપુર બીચમાં બોટિંગ, સ્કુબા ડાઇવિંગ, હોર્સ રાઇડિંગ, સેન્ડ ડ્રાઇવિંગ જેવી મજા માણી શકાય છે. તો સાથે જ દરિયાનું પાણી કેટલીક જગ્યાએ છીછરું હોવાથી દરિયાઈ જીવસૃષ્ટિને જોઈ પણ શકાય છે અને નહાવાનો આનંદ તો ખરો જ.. દરિયા પર પરિવાર કે મિત્રો સાથે મજા માણવા આવેલા લોકો માટે બીચ પર ટોઇલેટ, બાથરૂમ, જોગિંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી સુવિધા વિકસાવવામાં આવી છે.

image source

વન અને પર્યાવરણ અને ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા દ્વારકાના શિજરાજપુરની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ બીચ ઓથોરિટી દ્વારા માન્ય કરાયેલા માપદંડો અનુસાર આ બીચને બ્લુ ફ્લેગ બીચ તરીકેનું આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું એકમાત્ર રાજ્ય છે. આટલો લાંબો દરિયાકિનારો હોવા છતાં ગુજરાતના પ્રવાસીઓ બીચ ડેસ્ટેનેશન માણવા ગોવા કે અન્ય રાજ્યમાં જાય છે. જો કે હવે જ્યારે શિવરાજપુરને આ સર્ટિફિકેટ મળ્યું છે ત્યારે આ બીચ ચર્ચામાં આવ્યું છે.

શું છે બ્લુ ફ્લેગ ?

image source

બ્લુ ફ્લેગ બીચ એક સર્ટિફાઇડ પ્રોગ્રામ છે, જેમાં નક્કી થાય છે કે બીચ સાફ અને સુરક્ષિત હોય તથા લોકોને પૂરતી સુવિધા મળી રહે, જેના કુલ 32 ક્રાઇટેરિયા હોય છે, જે પૂર્ણ થતાં એની દરખાસ્ત મૂકવામાં આવે છે. આ 32 પેરામીટર આંતરરાષ્ટ્રીય એજન્સીઓ નક્કી કરતી હોય છે. ત્યાર બાદ જે તે સ્થાનને બ્લુ ફ્લેગ બીચની માન્યતા પ્રાપ્ત થાય છે.

image source

દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બીચ જાહેર થતાં હવે અહીં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે અને આવનારા દિવસોમાં દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં પર્યટકો આવી શકે છે જેનાથી સ્થાનિક રોજગારીની તકો ઊભી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ